Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિકમણ સૂત્રો
૬૧૫
બાળકોની માતાને સોનાનો મેડલ અને લશ્કરી સરદાર જેટલું સન્માન. એ બધું સંતતિવૃદ્ધિને ઉઘાડી રીતે ઉત્તેજક છે જ. હવે તેઓ અહીં વસવા આવે તેને ગોરી ચામડીને લીધે ત્યાંના રાજ્યના કેટલાક કાયદા લાગુ પડે, તેમનું રાષ્ટ્ર તેમને એવી મદદો આપે.
અને લઘુમતીના હકકોનું રક્ષણને બહાને અહીં પણ એવી છૂટ રાખવામાં આવે, એટલે તેમને હરકત ન આવે. આજે નાની સંખ્યા દેખાવમાં હોવાથી દેશનાયકો પણ એવી છૂટછાટ આપવામાં આનાકાની કરે નહીં. એવી મુદ્દાની છૂટછાટો લઘુમતી કોમોને નામે થોડી પણ રાખી લઈને બાકીના કાયદા દરેકને સમાન તરીકે લાગુ કરે. એટલે દેશનાયકો કહી શકે કે, “ભલે પહેલીઓ અહીં વસવા આવે, પણ તેમણે આપણી રીતે રહેવું પડશે.” પરદેશીઓ પણ હા જ પાડે કે, “હા, અમો તમારી સાથે તમારી રીતે જ રહીશું.” પરંતુ રિઝર્વ રાખેલી સલામતીઓનું લાંબે કાળે જે પરિણામ મુત્સદ્દીઓએ જોયું હોય, તે આવ્યા વિના રહે નહીં.
એટલે તેમની સંતતિ વધે અને અહીંવાળાની સંતતિ ઘટે, એટલે નોર્મલ પોઈન્ટ. મિ. એન્ડ્રગ્સ કહે છે, તે જળવાય એ બરાબર છે, માટે નોર્મલ પોઈન્ટ રાખવા દેશીઓનું સંતતિનિયમન
થવું જોઈએ. એ તેમનું કહેવું તેમના સાંસ્થાનિક સ્વરાજ્યની દૃષ્ટિથી બરાબર છે, એમ જણાશે. ૨૦. આ બધાં ડાળાડાંખળાં ફેલાઈ ગયા બાદ જ વડીધારાસભા કદાચ સંતતિનિયમનનો વ્યાપક કાયદો હિંદુ-મુસલમાન વગેરેને લાગુ પડતો પસાર કરે, તો તેમાં આશ્ચર્ય પામવા જેવું લાગતું નથી.
આ રીતે એક જ સંતતિ નિયમનનો મુદ્દો ખીલવવાને કેટલી રીતે અને કેટલી બાજુઓથી તેને ટેકા ગોઠવવામાં આવ્યા છે તે સમજાશે. ૨૧. અહીં એ શંકા થશે કે, “અયોગ્ય સંતાનો કરતાં યોગ્ય સંતાનો થાય, તો જ પ્રજા લાયક ગણાય.
અયોગ્ય સંતાનોનું નિયમન કરવું જ જોઈએ.” પણ એ શંકા ઘણી ખોટી છે. કેમ કે, “અહીંની આર્ય પ્રજાનું માનસ અને લોહી શુદ્ધ છે. તેની સંખ્યા વધવાને ઉત્તેજન હોવું જોઈએ. અને અનાર્યોને વધવાને ઉત્તેજન ન હોવું જોઈએ.” આ વૈજ્ઞાનિક ન્યાયસરના સિદ્ધાંતને ત્યાંના યુરોપના વૈજ્ઞાનિકો અને વિદ્વાનો પણ કબૂલ કરે છે, અને તે વિચારનો પ્રચાર કરીને ઉત્તમ લોહીવાળી અને સંસ્કારવાળી પ્રજાની વૃદ્ધિ કરવા પ્રયાસો કરે છે. જર્મનીમાં કન્યાવ્યવહારનો શુદ્ધ લોહી સાથેનો કાયદો આ તત્વ ઉપરનો છે. અને તેનું તત્કાલીન પરિણામ ભારતના પવિત્ર લોહીવાળા સાથે કન્યાવ્યવહાર બાંધવામાં છે, પણ હિંદુઓને વટલાવાનું નુકસાન છે. પરંતુ યુરોપની પ્રજાનું લોહી શુદ્ધ માની લેવામાં આવે અને અહીંની પ્રજાનું અશુદ્ધ માનવામાં આવે, એટલે વૈજ્ઞાનિકોની એ સર્વ સામાન્ય સાચી શોધ અહીં સંતતિનિયમનને વધારી મૂકે, અને ત્યાં સંતતિને વધારી મૂકી શકે. એટલી
જ બાબતમાં અમલના ફરકથી આ મોટું ઊલટું પરિણામ આવવાનો સંભવ ઊભો થાય છે. ૨૨. સારાંશ કે, આપણે સંતતિનિયમનને ટેકો આપવો ન જોઈએ, જેમ બને તેમ ઉત્તમ કુળમાં બાળકોની
સંખ્યા વધુ ઉત્પન્ન થવી જોઈએ તેમ ઈચ્છવું માર્ગાનુસારી છે. અહીંના આર્યના માયકાંગલા છોકરાનું પણ લોહી શુદ્ધ છે, તેના આત્મામાં, તેના શરીરનાં તત્ત્વોમાં પવિત્રતાનાં તત્ત્વો વધારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org