Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૬૧૩
૬. બ્રહ્મચર્યના ઉપાયનો અસ્વીકાર તો તેમને કરવાનો છે જ નહીં. કેમ કે, એ રીતે પણ સંતતિનિયમન
થાય તો પણ ઠીક છે, પરંતુ સર્વને માટે એ ઉપાય અવ્યવહારુ હોવાથી તેણે વૈજ્ઞાનિક સાધનોની હિમાયત કરી. છે. જેને માટેનાં સાધનો અને સાહિત્યનાં પુસ્તકો યુરોપમાં તૈયાર થયેલાં હતાં, તેનો મોટો વકરો
શરૂ થઈ ગયો. ૮. તે પહેલાં કોઈ કોઈ સુધારક વિચારના દેશી રાજાએ અને મોટા માણસોએ સ્ત્રીઓના સ્વાથ્યની
રક્ષાના બહાના નીચે ગુપ્ત રીતે તેવાં સાધનોની સ્ત્રીઓને ભલામણ કરવા માટે ડૉકટરોને સૂચનાઓ
પણ કરાવેલી. ૯. ડૉકટરોમાં તે જાતનો ધીમે ગુપ્ત પ્રચાર જોતાં છૂટક ધંધો કરનારા વૈદ્યો, ડૉકટરો અને હકીમોએ પણ વિફળ, અફળ, સંતતિનિયમન, બર્થકંટ્રોલ વગેરે નામ નીચે અનેક દવાઓ અને સાધનોની
છૂટથી જાહેરાતો આપવા માંડી અને દુકાનો નીકળી છે. ૧૦. બાળલગ્ન અને વૃદ્ધલગ્ન ઉપર અંકુશની હિલચાલ પણ સંતાનોની ઉત્પત્તિની સંખ્યામાં ઘટાડો
કરે, એ સ્વાભાવિક છે. ૧૧. જેલમાં મોટી સંખ્યા રહે, લશ્કરમાં મોટી સંખ્યા રહે, ઉમરલાયક છતાં કૉલેજમાં, દેશાવરની
નોકરીમાં, ધંધા ખાતર પુરુષો સ્ત્રીઓથી દૂર પરદેશ રહે. આ બધાં સંતતિની ઓછી ઉત્પત્તિમાં
મદદ કરનાર કારણો છે, તે કયારના શરૂ થઈ ગયાં છે. ૧૨. બેકારી, રોગો, અનારોગ્યકર શહેરી જીવન વગેરે પણ એટલા જ પ્રમાણમાં કારણોસર છે. ૧૭૫૭
થી ૧૮૫૭ સુધીની સતત લડાઈઓમાં ખમીરવાળા અનેક પુરુષો કામ આવી ગયેલા. ખમીરવાળા મેર, ભૈયા વગેરે જાતિઓમાં બેકારી, આ વગેરે સંતતિનિયમનમાં મદદગાર કારણો તો ઘણાં
વર્ષોથી ચાલુ જ છે. ૧૩. ગરીબ બાળકોને રખડતાં મૂકે છે, માટે બાળ રક્ષણના કાયદાનો ફલિતાર્થ એ જ કે, સારાં બાળકો
ઉત્પન્ન કરી શકાય. સારાં બાળકો ઉત્પન્ન કરી તેને સારી રીતે ઉછેરી કેળવણી આપી શકે. તેને જ સંતતિ ઉત્પન્ન કરવાનો હકક રહેવો જોઈએ. એ કાયદાને માટે લોકમત કેળવવા બાળસપ્તાહો, બાળકોને રોતા રાખીને ધંધો ચલાવનારાઓનાં કુકૃત્યો ઉઘાડા પાડી બાળ રક્ષણના કાયદા માટે લોકમતની સહાનુભૂતિ મેળવવા જેવી અનેક બાબતમાં ક. મા. મુનશી જેવાએ અગ્રેસર થવું અને તેને તે કામને નામદાર મુંબઈના ગવર્નર સાહેબે અનુમોદન આપી ખુશાલી
જાહેર કરવી. ૧૪. મુંબઈ ઇલાકામાં પણ સંતતિનિયમન માટે કાયદો ધારાસભામાં લાવવાની તૈયારી. “કાયદો જરૂરી
નથી” તેમ અંગ્રેજ અમલદારોનું કહેવું અને તેથી પ્રધાનોના પગમાં તે કરાવવા વધુ જોર આવવું. ૧૫. આ બધા ઉપરાંત એટલેથી અધૂરા જણાતા દીનબંધુ, કૃપાના અવતાર સમા ગણાતા એવ્ઝ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org