Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૬૧૪
પંચ પ્રતિક્રમણ સૂત્રો
સાહેબ નિવેદન કરે છે કે,
બ્રહ્મચર્ય, વૈજ્ઞાનિક સાધનો અને બીજા પ્રયાસોથી સંતતિ નિયમન પર પૂરતો અંકુશ લાવી શકાશે નહીં. કેમ કે, તેત્રીસ કરોડનું નોર્મલ પોઈન્ટ સંખ્યાનું તેથી જાળવી શકાશે નહીં. માટે કન્યાઓને ઉચ્ચ શિક્ષણ તો આપવું પડશે. પરંતુ, તે શિક્ષણમાં એવી પણ ગોઠવણ રાખવી પડશે કે, જેથી તેવી બાળાઓ સમજણપૂર્વક ગર્ભ ધારણ કરવાને તૈયાર જ ન થાય, તો કેટલેક
અંશે નોર્મલ પોઈન્ટ જાળવી શકાય.” એવી મતલબનું જાહેર કર્યું હતું. ૧૬. વારસાહકકના કાયદાઓમાં ફેરફાર. ૧૭. આંકડાઓમાં કેટલીક કોમોમાં મરણપ્રમાણ વધુ અને જન્મ પ્રમાણ ઓછું આવે છે.
આ બધાનું પરિણામ હિંદુઓની સંતતિ પ્રમાણમાં ૧૦ વર્ષ પછી બહુ જ નામની રહે, એ સમજી શકાય તેમ છે. ૧૮. આમ કરવાનું કારણ પરદેશી લોકો આ દેશમાં વસવા માટે આવે, તો અહીંની પ્રજા ઘટી હોય
અને તેમની સંતતિ વધે તો જ તેઓને અહીંના પ્રદેશની દરેક જમીન, ધંધા વગેરે હાથમાં આવી
શકે. તેને માટેની તૈયારીની ભૂમિકા આ રીતે ગોઠવાતી હોય તેમ જણાય છે. ૧૯. આ કામને માટે દેશનેતાઓ અને કેળવાયેલાઓના મનમાં ઠસાવ્યું એટલે બસ છે. કેમ કે,
દેશનેતાઓનો મોટો ભાગ વકીલ વર્ગમાંનો હોય છે. તે વર્ગ જે પવન ચાલે તેના ઉપર સજજડ એકતરફી દલીલો કરીને લોકોની હા ભણાવી શકે છે. એક પવન બંધ પડ્યો કે બીજે ઊપડે. એટલે તેના ઉપર વાગ્ધારા છોડી મૂકે. ડૉ. વગેરે જે કે દેશનેતા તરીકે કોઈ કોઈ છે પણ તેઓનું વામ્બળ એટલું નથી હોતું, એટલે વકીલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડૉ. વગેરે તેના ટેકામાં કામ આવે છે.
વકીલો કાયદો જાણે એ ખરું છે. પણ રાજદ્વારી દાવપેચમાં તો તેઓ બાળક જ હોય છે, એ જુદું જ સાયન્સ છે. જે વકીલોના ધ્યાનમાં પણ આવે તેવું નથી હોતું. તેના હેતુઓ અને પેટા હેતુઓ જુદા જ હોય છે. તે ગર્ભિત રાખીને ભવિષ્યકાળને માટે કેટલોક ભાગ બાકી રાખીને કાયદાઓ કરવામાં આવતા હોય છે, જે તેઓના ધ્યાનમાં જ આવી શકે તેમ નથી હોતું અને એક કાયદો ધારાપોથીમાં વધે એટલે ધંધાથી વકીલો માટે વકરાની દુકાન વધુ ઊઘડતી. હોય છે. તેની લાલચ બીજા વકીલો છોડી શકે નહીં. આમ દેશનેતાઓ વકીલો હોય, અને તેઓ મારફત ખૂબ પ્રચાર થાય છે. અહીં એ પ્રશ્ન થશે કે –
જે સંતતિનિયમનનો કાયદો થાય તો તે પરદેશીઓને પણ લાગુ પડે કે નહીં ? અને તેથી તેની પણ સંતતિનું નિયમન થાય જ.”
એ સમજવું ભૂલભરેલું છે. કેમ કે, પરદેશીઓ માટે તો સંતતિ વધારવાના કાયદા તેઓનાં રાષ્ટ્રોએ કરેલા છે. ચાર બાળકોની માતાને અમુક ચાંદ, પાંચની માતાને અમુક ચાંદ, એમ આઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org