Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૬૦૫
બાઈની ઈનામ માટેની રકમ મેળવીને “પહેલાં જેનો મનુષ્ય દયા નહોતા પાળતા.” એવો ભાસ ઉત્પન્ન કરવામાં આવ્યો જણાય છે.
પરદેશીઓને મશીનરી ખેતી ખીલવવી છે. એટલે તેમાં વાહનનાં અને ખેતીનાં પશુઓનો ઉપયોગ ન રહે એ સ્વાભાવિક છે. એટલે તે તો કતલખાને જાય છે. પછી તેને માટે ઈસ્પિતાલો સ્થાપવામાં શી અહિંસા ?
અને માત્ર દૂધ પૂરું પાડનારાં પશુઓ જોઈએ. કેમ કે, તે જરૂરિયાતની પૂરતી હજુ વિજ્ઞાન કરી શકે તેમ નથી તથા બહારથી દૂધ લાવવા કરતાં અહીં જ દૂધ ઉત્પન્ન કરવું વધારે સસ્તું પડે તેમ છે, તેમજ આવડા મોટા દેશનો આવડો મોટો ધંધો હાથ લાગે છે. જે કરોડો વર્ષોથી રબારી, ભરવાડ વગેરે કોમોના હાથમાં છે તે કોમો બીજી રીતે અજ્ઞાન છતાં પોતાના વિષયમાં સંપૂર્ણ અનુભવી અને નિષ્ણાત છે. છતાં માત્ર અજ્ઞાનનું બહાનું આપી તે ગરીબોની ફરજિયાત કેળવણી લેવા દોરવવાથી તેમના હાથમાંથી આ ધંધો કાયમી લુંટાઈ જવાની તૈયારી ચાલી રહી છે. જો કે, જ્યાં નિષ્ણાતો હસ્તક પણ ડેરીઓ ચાલે છે, ત્યાં કામકાજ કરવા આ વર્ગને જ રોકવો પડે છે. આ લોકોને કેળવણી મત અપાય તો પણ તેમાં અહિંસા કે ભયંકર હિંસા ?
આ યોજના પાર પાડવામાં દૂધાળાં ઢોરોને બચાવવાની જાહેર પ્રજા પાસે માંગણી કરાવવી, આબુની પ્રાણી ઈસ્પિતાલ, બેલગામનું-મુંબઈનું ગાય ઉછેર ખાતું, સસ્તા દરથી રેલવે દૂધાળાં પશુઓને લઈ જાય. વળી વાઈસરોય સાહેબ લૉર્ડ વિલિંગ્ટનની ગાયના દૂધનું વૈજ્ઞાનિક સંરક્ષણ શોધવાની પ્રવૃત્તિ વિષે અંતિમ ભાષણમાં સૂચના, સારા આખલા અને ગાયોના ઈનામો, ઓલાદ સુધારની હિલચાલ, ખેડા જિલ્લા વગેરેનાં ડેરી ફાર્મો, રબારી વગેરેને ફરજિયાત કેળવણી આપીને બીજે ઉત્તમ ધંધે ચડાવવાની લાગણીભરી યોજના, પૂ. આચાર્ય મહારાજ શ્રીવિજયશાંતિસૂરિજી મહારાજ શ્રી જેવી વ્યકિતનો તેમાં ઉપયોગ, નામદાર વાઈસરોય સાહેબની પત્નીનું ગાયો પાસેથી કૃત્રિમ રીતે દૂધ દોહવાની ઘાતકી રીતનું વર્ણન કરનારું નિવેદન, પશુધનના (એકતરફી જ) આર્થિક દૃષ્ટિએ વિચારણા કરતા લેખો, કૉલેજોમાં ભણવા વિદ્યાર્થીઓ પાસે અહિંસાના બહાના નીચે આ જાતના ઇનામી લેખો લખાવવા, દેશનેતાઓની આ હિલચાલમાં સહાનુભૂતિ લેવી વગેરે આ કૃત્રિમ અહિંસાના પ્રચારની હિલચાલનાં અંગો છે. અને તેના માટેની હિલચાલોમાં ઉપયોગી હોવાની સંસ્થાએ હથિયાર બની તે અહિંસાનો આડકતરો મોટો પ્રચાર કરે છે. કેમ કે, “બીજાં પશુઓને બચાવવાની એટલી આવશ્યકતા નથી.” એ દૂધાળાં ઢોરોની રક્ષાની હિલચાલનો બીજો અર્થ થાય છે. એટલે તે કતલખાને જવાં જ જોઈએ, એ ફલિતાર્થ જ મંડળીના પ્રયાસનો નીકળે છે.
પરદેશી લોકો દૂધાળાં ઢોરોને બચાવે છે, તે કોઈ જીવદયાના હેતુથી નથી બચાવતા. પરંતુ, તેઓને દૂધનો વેપાર આ દેશનો હાથમાં લેવો છે અને તેને માટે મોટી મોટી દેશી-પરદેશી મૂડીદારોની ડેરી કંપનીઓ કાઢવાની છે. એટલે દૂધાળાં ઢોરનો સારો ઉછેર થવો જોઈએ, નકામાનો નાશ કરવો જોઈએ. આ હેતુમાં દૂધાળાની ઓલાદ સુધારવા માટેનું પ્રચારકાર્ય આવી બીજી મંડળીઓએ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org