Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
ન કરી નિર્બળ રહેલી પ્રજાને આ જગતમાં જીવવાનો અધિકાર નથી અને રહેવાને લાયક પણ નહિ.’’ વગેરે.
૬૧૦
ગ્રામ્ય ઉદ્યોગની ખિલવણીમાં, પ્રદર્શનોમાં, કેટલીક હૉસ્પિટલોમાં પણ આજના પ્રાણીજન્ય ખોરાકના આડકતરા પ્રચાર માટે મોટો ખર્ચ કરવામાં આવે છે.
અલબત્ત, એથી લશ્કરમાં કદાચ મજબૂત માણસો મેળવી શકાશે પણ તે મોટો ભાગ જડભરત અને તામસ પ્રકૃતિનો હશે, જે લશ્કરી નોકરીઓ સારી રીતે કદાચ બજાવશે. પરંતુ આર્ય સાત્ત્વિક બુદ્ધિમાન પ્રજાજનો ગુમાવવાનું તો તેમાં પડ્યું જ છે. હિંદુ મહાસભા મારફત ડૉ. મુંજે વગેરે પોતાના કાર્યની સફળતા પાર પડતી માનશે. પણ તેમાં આડકતરો ટેકો સરકારનો પણ રહે છે અને રહેશે જ. હિંદુ મહાસભા વગેરે વાસ્તવિક રીતે લોધીયન સાહેબ વગેરે મુત્સદ્દીઓના હસ્તકના માણસોના હાથ નીચે ચાલવાવાળાં પૂતળાં જ છે.
આજની અહિંસાની વૃત્તિમાં આપણી પ્રજાની ગુલામી વિશેષ છે. દૂધાળા ઢોરના બચાવમાં બીજા ઢોરની કતલની છૂટ રહી જાય છે. રિબાઈ મરનારને તુરત મારી નાંખવામાં, મરણોન્મુખ મોટી સંખ્યાને બચાવવાના દયાના પ્રકારમાં ઢોરના દવાખાનાનો ખોટો ખર્ચ ઉપાડવો ના પડે, તે છે. મશીનરી ખેતી અને ડેરી કંપનીઓ થતાં આજના ખેડૂતોની ત્રીજી પેઢીના હાથમાંથી ખેતી અને જમીનો તથા પશુપાલક પ્રજાના હાથમાંથી પશુઓ અને તેનો ધંધો છૂટી જવાના સંભવથી એ કોમોને એકંદર ક્ષયનો રોગ લાગુ પડી જ જાય, એ સ્વાભાવિક છે. દયાની ખરી લાગણી મરી જાય. જૈન અહિંસાની ખરી દયાને ફટકો પડે. તે દયાની અસરથી જેટલો માંસાહાર આ દેશમાં ઓછો થાય છે, તે અટકીને માંસાહાર વધી પડે, તેને માટે મોટાં મોટાં અથવા નાનાં પણ યાંત્રિક કતલખાનાં વધી જવાનાં. મ્યુનિ.નાં જ્યાં નથી ત્યાં પણ તે થઈને કતલખાનાં શરૂ થવાનાં. તેથી દુકાનોમાં માંસના વકરા વધી જવાના. ગળકટ્ટાઓની રિબામણીનાં વર્ણનો, યાંત્રિક કતલખાનાની આવશ્યકતા બુદ્ધિમાં બેસાડશે, જે મોટી સંખ્યામાં કતલ કરશે. પાંજરાપોળ શુદ્ધ દયાની લાગણીના સ્થાનને બદલે ઉપર પ્રમાણેની ઇસ્પિતાલો કે આર્થિક વિચારણા ઉપર ધંધાદારી સંસ્થાઓ બની જવા સંભવ અથવા ધંધાદારી સ્કીમના પ્રચારમાં પ્રાથમિક ઉપયોગી બની જવા સંભવ. આ બધા તંત્રનું સુકાન જીવદયા મંડળીના હાથમાં છે. તે જેમ દોરવે તેમ બધાએ દોરાવું પડશે. પ્રજા ઉપર તેનો કાબૂ વધારવા જીવદયા દિન અને બીજી જાહેર પ્રવૃત્તિઓ છે માટે પરિણામે પશુઓ, જંતુઓ, માનવી વગેરેના મોટા સંહારરૂપ હિંસાની ભાવિમાં આગાહી થાય છે.
‘‘મુસલમાનોએ ગાયની કુરબાની ન કરવી.’” અને ‘‘હિંદુઓએ મસ્જિદ આગળ વાજાં ન વગાડવાં’ આ લગભગ આખા હિંદની પ્રજાકીય મહાજન મારફતની સંધિ ચાલી આવે છે, પરંતુ તેમાં કેટલાક ઝનૂની મુસલમાનો અને આર્યસમાજી વગેરે દેશની સ્થિતિના અજ્ઞાન હિંદુઓએ ઉશ્કેરાઈને જ્યાં જ્યાં એ સંધિનો ભંગ કર્યો ત્યાં ત્યાં મોટાં મોટાં હુલ્લડો થયાં. દિલ્હીમાં પોલીસ પહેરા નીચે ગાયને કતલ કરવા લઈ જવા દેવામાં આવી, તેથી હિંદુઓ ઉશ્કેરાયા અને વઢવાણ વગેરેમાં મસ્જિદ આગળ વાાં વગાડવામાં આવ્યાં તેથી મુસલમાનો ઉશ્કેરાયેલા રહ્યા. બસ. જે કોમી પ્રશ્ન સંધિરૂપે હતો, તે નવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org