Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૬૦૩
માટે જીવો છોડાવવા વગેરે અહિંસાના એક અંગ તરીકે છે, માટે તેના ઉપર રા. નાગકુમાર મકાતી જેના જૈન ભાઈ વગર સમયે કટાક્ષ કરે છે. અને ભારતીય આર્યસંસ્કૃતિ અને તેની પવિત્ર પ્રજાના રક્ષણ માટે કોઈ નાની મોટી હિંસા અનિવાર્ય સંજોગોમાં કરવી પડે તો તે પણ એક જાતની અહિંસા છે. કેમ કે, માર્ગરક્ષામાં ત્રણેય કાળ અહિંસા પ્રવર્તી શકે છે. સન્માર્ગે ચાલુ હોય તો સાચી અહિંસાનો ઉપદેશ અને વાતાવરણ કાયમ રહે છે અને તેનો લોપ થાય તો હિંસા જ બાકી રહે છે.
અલબત્ત, અહિંસા એ જગતની તરણતારણ વસ્તુ છે, છતાં આધુનિક અહિંસા (દશ નાયકોએ પરદેશી પ્રજાઓએ અને તેના અનુયાયીઓએ સ્વીકારેલ, પ્રચારેલ) ને આગળ લાવવાને પ્રથમ અહિંસાની સામાન્ય રીતે સ્તુતિ કરવામાં આવી છે. એટલે અહિંસા સર્વમાન્ય થઈ પછી “અહિંસા જરૂરી છે.” એમ સૌ કબૂલ કરે. એટલે પછી “જેને અહિંસા અવ્યવહારુ છે. મહાવીર સ્વામીએ અહિંસાનો જે ઉપદેશ આપ્યો છે, તે પ્રમાણે હાલના જૈનો વર્તી શકતા નથી, અહિંસાનો ખોટો અર્થ જતો કરે છે. જૈનોએ અહિંસા બગાડી મૂકી છે. નાનાં જંતુઓને બચાવે છે, અને મોટાંઓને રહેણી નાંખે છે. જેનો બહારથી અહિંસા પાળે છે, પરંતુ માનસિક રીતે હિંસા જ કરે છે. પોતાના લેણદારને ચૂસે છે, ને ભયંકર ગુપ્ત હિંસા કરે છે. કસાઈ કરતાં યે ભૂંડા છે. પાંજળાપોળોમાં પશુઓ એકઠાં કરે છે, પણ બરાબર સાચવી શકતાં નથી, અને પશુઓ રિબાઈને મરી જાય છે. એટલે કસાઈખાના કરતાંયે ખરાબ દશા પાંજરાપોળોમાં થાય છે. ખાવા પીવામાં ઝીણા ઝીણા વિધિનિષેધો પાળે છે, ને પ્રજાને નમાલી બનાવી મૂકી છે, જેથી પ્રજા પરદેશીઓની ગુલામ રહે છે. બિનજરૂરી કૂતરા વગેરેને મારવા દેતા નથી. દુઃખી પ્રાણીઓને રિબાઈ રિબાઈને મરવા દે છે. તેનો તુરત છૂટકો કરી નાંખતા નથી. ખેતીને અને આરોગ્યને નુકસાન કરનારાં જંતુઓ અને પશુઓને પણ મારવામાં આનાકાની કરે છે. નકાયાં ઢોર જે પ્રજાને બોજારૂપ હોય, તેને પણ ખવડાવવાની અને ખર્ચનો બોજો ઉપાડવાની હિમાયત કરે છે. બેકારીના જમાનામાં મનુષ્યોને પણ પૂરું ખાવા નથી મળતું તેવા સંજોગોમાં પશુઓ પાળે છે. ગરીબ મનુષ્યોની દયા જ નથી. પૈસા આપી કસાઈવાડેથી પશુઓને છોડાવે છે અને બીજા વધુની હિંસા માટે સગવડ કરી આપે છે.” વગેરે પ્રકારની દલીલો કરીને જેનોની અહિંસાની તો પેટ ભરીને નિંદા કરવામાં આવે છે. અને જાહેર જનતામાં તેને ઉતારી પાડવાના બનતા પ્રયાસો થાય છે. અને તેને પરિણામે ઘણા માણસો ઉપર પ્રમાણે બોલતા પણ થયા છે. અને તે બાબત સક્રિય પગલાં પણ લેવાય છે કે, જેને તેઓ અહિંસા માને છે. આથી આ બન્નેય અહિંસાનો સ્પષ્ટ ભેદ વાચકો સમજી શકશે. શરૂઆતમાં જૈનોની સહાનુભૂતિ વિના તે મંડળી પગભર થઈ શકે તેમ હતી જ નહીં, એટલે તે વખતે તેને માટે એ પૉલિસી હતી. કાર્યવાહકો પણ જેનોને જ રાખવામાં આવ્યા હતા પરંતુ હવે તે સાર્વજનિક સ્વરૂપ પ્રાપ્ત કરી શકી છે. એટલે હવે તે મંડળી ધીમે ધીમે આધુનિક અહિંસાને ખુલ્લી રીતે ચડવા માંડી છે.
અહિંસાની અસર પ્રજાના દરેક જીવન ઉપર હતી અને રાજ્યો ઉપર પણ તેની, મહાજનની સારામાં સારી અસર હતી એટલું જ નહીં, પણ રાજ્યોથી મહાજન વિરુદ્ધ થઈને કાયદા કરી શકાતા નહીં. એટલું જ નહીં પરંતુ હિંસક કાયદાઓમાં મહાજન પણ કરાવી શકતું હતું. માળવા, મેવાડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org