Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૫૫૫
અધિકાર છે. છતાં અમુક ચીજ માબાપ બાળકો માટે વધારે રાખી પોતે તે વિના ચલાવે છે. મોટાભાઈઓ નાનાભાઈઓ માટે તેમ કરે છે, માતા નાના બાળક માટે કેટલોક ત્યાગ, કષ્ટ સેવે છે. આ બધું નીતિના કયા ધોરણે ? માતાની ફરજ નીતિના ધોરણે, એમ માની એ કે બાળકનું પાલન કરવાની છે, પરંતુ બાળકનું પાલન કરવાની જરૂરી સગવડો તેને સમાજમાંથી મળવી જોઈએ અને મળ્યા પછી તેનો સદુપયોગ કરવાની નૈતિક ફરજ માતાની છે. પરંતુ પોતાના ભાગનો બાળક માટે ઉપયોગ કરવાની ફરજ નીતિ તેના ઉપર નાંખી શકતી નથી. છતાં માતા ખુશીથી વગર કહ્યું બાળક માટે પોતાનું સર્વસ્વ હોમવા તૈયાર થઈ જાય છે, તે ભાવના નીતિથી પર છે, અને તે માનસિક કે આધ્યાત્મિક બળનું કોઈ અનિવાર્ય પરિણામ છે. એ સ્થિતિ કેવળ માનવોમાં જ હોય છે, તેમ નથી, પરંતુ પશુ, પક્ષીઓમાં પણ તેના ઘણાં સચોટ દષ્ટાંતો સાથે જોવામાં આવે છે. સારાંશ કે, કુદરત જ નીતિ સુધી મર્યાદિત નથી. નીતિથી ઉપરાંત કંઈક છે જ.
હવે જરા તેથી વધારે આગળ વધીએ. કેટલાક માણસો જ એવા હોય છે કે તેમને ચાલુ જીવનમાં કશું દુઃખ નથી હોતું. કશું દુ:ખ પડે તેમ પણ નથી હોતું. કોઈ તેના ઉપર ફરજ પાડતું પણ નથી, અને પાડી શકતું પણ નથી. છતાં પરોપકારી જીવન ગાળનારા મળી આવે છે અને તે એટલે સુધી કે, પોતાનો અપકાર કરનારા ઉપર વેર તો લેતા નથી, પણ ઊલટો ઉપકાર કરે છે. એટલું જ નહીં, પરંતુ તેમ કરતાં આખી જિંદગી કષ્ટ વેઠે છે, દુ:ખ સહન કરે છે, સાદી અને ઓછી જરૂરિયાતવાળી જિંદગી ગાળે છે. એ બધું નીતિશાસ્ત્રના કયા ધોરણે ? કહેવું જ પડશે કે, એવું માનસિક વલણ નીતિશાસ્ત્રના નિયમોથી પર છે. આમ કરવાની તેઓને કુદરતી પ્રેરણા થાય છે. તેમાં કાંઈ પણ બાહ્ય કારણ હોતાં નથી પરંતુ, અંદરનાં જ ખાસ તત્ત્વો તેમાં કામ કરી રહ્યાં હોય છે.
જ્યારે કેટલાક એવા પણ માણસો હોય છે કે, સહેજ વાત વાતમાં ઘણો વૈરભાવ રાખે છે. અને નીતિનિયમોનું વિનાકારણ ઉલ્લંઘન કરે છે. તેથી આગળ વધીને કેટલાક એવા પણ માણસો હોય છે કે, જેઓ પરમ સંત પુરુષોની કોટીમાં રહીને પ્રાણી ઉપર દયા, સત્ય, સંયમી જીવન વગેરેને ઉદ્દેશીને પોતાનું પરમ વિશુદ્ધ જીવન બનાવે છે, અને તદ્દન નિરાળી રીતે રહે છે. જેનું જીવન દુનિયાદારીની દષ્ટિથી સુખી ગણાવાને બદલે દુઃખી જ ગણાય. આવી પ્રકૃતિના માણસો માત્ર હિંદમાં જ હોય છે, એમ નથી. પરંતુ આખી દુનિયામાં મળી આવવાનો સંભવ છે. આ બધું તેઓ કુદરતના કયા પાયા ઉપર કરે છે ? કહેવું જ પડશે કે, “તેઓ નૈતિક જીવનથી પર કોઈક એવું જીવન જીવે છે, કે જેની સુંદરતા માટે બે મત હોઈ ન શકે.” ઓછામાં ઓછી જરૂરિઆતથી સારી રીતે જીવવું. અને “પોતાની સુખસગવડો બીજાને મળે અને તેઓ તેનો સદુપયોગ કરે તો ઠીક એવી મનોવૃત્તિ પણ નૈતિક નિયમોથી પર છે. બસ, તે જીવનને માનસિક વિશુદ્ધિ ઉપર કે આધ્યાત્મિક વિશુદ્ધિ પર ખડું થયેલું જીવન માનવું જ પડશે. - માનસિક કે આધ્યાત્મિક ઉચ્ચ જીવનને આપણે ત્યાથી જીવન એવી સંજ્ઞાથી બોલાવીશું અને તે સિવાયનું દુનિયાદારીની દષ્ટિથી લાયક ગણાતા જીવને નૈતિક જીવન નામ આપીશું. (ચાય એટલે ધર્મ, એવો પણ અર્થ થાય છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org