Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
છે. પ્રથમ પ્રજાના માનસ ઉપર તેની સચોટ જરૂરિયાત અનેક રીતનાં પ્રચારક સાધનોથી ઠસાવવામાં આવે છે. જ્યારે પ્રજા તે તરફ લલચાઈને તે લેવા દોડે છે, અને તેને વશ થઈ જાય છે, એટલે એવી ગોઠવણ કરવામાં આવેલી છે કે, ધીમે ધીમે ઘસડાઈને આવીને તે બધું નવી સંસ્કૃતિના કોઈ ને કોઈ અંગમાં દાખલ થઈ જાય અને જૂનું પાછળ પડ્યે જાય.
‘કાગળ પત્ર વાંચવા પૂરતું પણ બૈરાંઓએ શિક્ષણ લેવું જોઈએ.” ‘“કેળવાયેલી માતા સો શિક્ષક જેવી ગણાય, માટે છોકરીઓને ઊંચી કેળવણી આપવી જોઈએ'' પરંતુ આ વાકયો સાંભળી જ્યારે એ વિચારોની અસર થયા બાદ કેળવણી આપવા મા-બાપો વિચાર કરે અને તેનાં સાધનોની શોધમાં નીકળે એટલે તુરત જ તેની સામે આધુનિક કન્યાશાળા ખડી જ છે. ‘તેમાં બરાબર જ્ઞાન નથી મળતું, માટે ઊંચું શિક્ષણ મળે તેવી સંસ્થાઓ જોઈએ.'' એટલે સ્ત્રીઓની કૉલેજો અને હાઈસ્કૂલો તે જ રીતની ખડી થતી જ જાય. આજે તે સ્ત્રી-કેળવણીનું પરિણામ કયાં પહોંચ્યું છે અને કયાં પહોંચશે તે ચોથા વ્રતના અતિચારના વિવેચનમાં બતાવીશું.
૫૫૯
પ્રજાને કોઈ પણ રસ્તે દોરવતાં પહેલાં નવી યોજના પ્રમાણેનાં સાધનો એવાં ગોઠવી દીધાં હોય છે કે, સામાન્ય શબ્દોથી કરવામાં આવેલા પ્રચારને લીધે પ્રજા જ્યારે તેનો ઉપયોગ કરવા ઇચ્છે ત્યારે તે સાધનોમાં‘જ તેને આવવું પડે. બીજાં નવાં સાધનો પ્રજા તરફ્થી ગોઠવાય, તે પણ તેના ધ્યેયને અનુસરતાં જ હોય છે. દા. ત.
―
‘‘વેપાર ખીલ્યો’’, ‘‘વેપાર સારી રીતે કરવો જોઇએ.’’ ગામડાં છોડી શહેર તરફ દોડેલા વેપારી થયા, પણ કંપનીઓની છાયામાં રહીને. માત્ર કંપનીઓને શરૂઆતમાં આ દેશના માણસોની જરૂર હતી એટલે વેપારની તમામ સત્તા જે આ દેશના લોકોના હાથમાં હતી, તે પરદેશી કંપનીઓના હાથમાં જઇ ચડી અને હવે દેશી વેપારીઓની ખાસ જરૂર નથી અને બધાય હાથ ઘસતા રહી ગયા. એટલે વેપાર ખીલ્યો, પણ કોનો ? ‘પરદેશીઓનો આ દેશમાં ખીલ્યો અને આ દેશના લોકોના હાથમાંથી ગયો, તે ગયો જ.’'
છતાં કોઈ કોઈ પોતાના હાથમાં પોતાની હોશિયારીથી કોઇ કોઇ ધંધા રાખી રહ્યા છે, પોતાના દેશના ધંધા પોતાના હાથમાં રાખ્યા, તેમ કરવું તેમને માટે ન્યાયસરનું છે. તેમાં મુશ્કેલીઓ એટલી બધી મૂકવામાં આવી છે કે એક પણ સ્વતંત્ર ધંધો દેશીના હાથમાં રહેવા જ ન પામે, પરંતુ કેટલાક રહ્યા છે, અને ટકી રહેવા માંગે છે પરંતુ, આ મુશ્કેલીમાં નીતિ તરફ જોઈએ તેવો ખ્યાલ ન રહે એ સ્વાભાવિક છે. એટલે તેમને ઉતારી પાડવામાં આવે છે કે, ‘દેશી વેપારીઓ અનીતિ કરે છે.’’ ‘‘તેઓ પ્રામાણિક નથી.’’ ‘‘તેઓ શાખ ગુમાવતા જાય છે.’’ ‘‘શાખ વગરના છે.’' આ બૂમ-બરાડાથી પ્રજા પોતાના દેશભાઈઓથી ભડકે છે, અને નવા દળોના આગેવાનોના ટેકાથી મૂળ ધંધાવાળાઓને દબાવવાના કાયદા પણ પસાર કરાવી શકે છે. પરિણામે દેશીઓને ટકી રહેવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે, અને આખરે વેપારના ક્ષેત્રમાંથી ખસી જવું પડે એવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે. ખરો ન્યાય તો એ હતો કે, આ દેશના ધંધા આ દેશના લોકોના હાથમાં રહેવા દેવા જોઈએ, અને તેમાંની મુશ્કેલીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org