Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
પપ૭
અલબત્ત, તેમ કરવાનું તેઓને એક કારણ પણ હોય તેમ જણાય છે અને તે એ કે, તેમાં તેઓની હાલમાં ઉન્નતિ છે. ન્યાયની સંસ્કૃતિને વળગવા જાય તો તેઓની સંસ્કૃતિને ભારતીયોને જ આધીન રહેવું પડે પરંતુ, પોતે જુદી જ નૈતિક સંસ્કૃતિ પોતાની શક્તિ પ્રમાણેની ઉત્પન્ન કરીને તેના પાયા પર પ્રચાર કરવાથી ધીમે ધીમે નવી બાલ ઊછરતી પ્રજાને તે રસ્તે ચડાવ્યે જાય અને તેની મદદથી તથા પ્રજાના પોતાના ઉપરના બીજી બાબતના વિશ્વાસની મદદથી જેમ બને તેમ ન્યાયની સંસ્કૃતિનો ભૂકો કર્યે જાય. પરિણામે તેઓ ભૌતિક ઉન્નતિમાં તો આગળ આવ્યે જ જાય છે. પરંતુ, આ દેશની પ્રજાને અને આ દેશની સંસ્કૃતિની અનુયાયી બીજી પ્રજાઓને ઘણું જ નુકસાન થઈ રહ્યું છે. કેમ કે, પોતાનાં ભાવિ સંતાનો બાલ્યાવસ્થાથી નવા સંજોગોમાં એવા ફસાઈ જાય છે કે, તેમને પોતાની સંસ્કૃતિનો લેશ માત્ર ખ્યાલ નથી હોતો અને તેનો ખ્યાલ આવે તેવાં સાધનો પણ તેની સામે નથી હોતાં. એટલું જ નહીં, પરંતુ તેવાં સાધનો તેની પાસેથી ઈરાદાપૂર્વક અને તેઓને “તે અયોગ્ય છે.” સમજાવીને ખેંચી લેવામાં આવે છે. અને ઊલટામાં જેમ બને તેમ જન્મથી માંડી વિરુદ્ધ સંસ્કૃતિના વાતાવરણમાં કેમ ઊછરે તેને માટે મોટી યોજનાઓ અમલમાં લાવવામાં આવેલી છે, એટલે પછી બાળકોનું ગજું જ શું? કેમ કે, આધુનિક કેળવણીનો એક એ હેતુ મુખ્યપણે જોવામાં આવે છે કે, એક ભારતીય બાળક કેળવણી લીધા બાદ હાલની પરદેશીઓને મદદગાર ખાતાની નોકરીઓ કે સંસ્કૃતિને લગતા ધંધામાં કામમાં આવે કે ન આવે, પરંતુ ભારતીય સંસ્કૃતિથી થોડો ઘણો દૂર થતો જાય, તો પણ આધુનિક સંસ્કૃતિને એવાં અનેક બાળકો દૂર થવાથી ઘણો ફાયદો મળવાનું તેઓ જોઈ શકે છે. કેળવણી આપવાનો તેઓને મોટામાં મોટો ફાયદો આ પણ છે. જ્યારે ભારતની પ્રજાને આધુનિક કેળવણીથી તે મોટામાં મોટા ફટકો છે. તૈયાર થયેલા માણસો તે તંત્રમાં ગોઠવાઈને તેને મદદગાર થાય છે, એ વગેરે નુકસાનો જુદાં જ છે. અલબત્ત, બાળપણથી ખેંચી ગયા સિવાયના પ્રૌઢ ઉમરના પ્રજાજનોને ન્યાયની સંસ્કૃતિ કરતાં નીતિની સંસ્કૃતિની ભવ્યતા તેઓથી સમજાવી શકાતી નથી, તો ગળે ઉતરાવી તો શી રીતે જ શકાય ? એટલે તેમને છોડીને ઊછરતી પ્રજાને ઝડપવાની અનેક ગોઠવણો ગોઠવાઈ ગઈ છે, ગોઠવાય છે, અને ગોઠવાશે. પરંતુ, પ્રૌઢ પ્રજાને પોતાના એ જ વિચારમાં રહેવા દઈને તેમના હકકોનું બહારથી રક્ષણ કરે છે, તેવા કાયદા કાનૂનો અમલમાં લાવે છે, તેમનો વિશ્વાસ સંપાદન કરે છે, ને ધીમે ધીમે ઊછરતી પ્રજામાં મોટાપાયા ઉપર અને મજબૂત હાથે ઉપરના વિચારોનો પ્રચાર કરવામાં આવે છે. આ દેશની પ્રૌઢ વિચારની ચાલુ પ્રજાનો સંપાદન કરેલો વિશ્વાસ, ઊછરતી પ્રજા પાસે બહારથી પોતાની સામે વિરોધ કરાવવામાં અને અંદરથી પોતાના વિચારો પ્રમાણે તૈયાર કરવામાં ઘણો જ મદદગાર થાય છે. માટે જ એ વિશ્વાસ પણ ટકાવી રાખવામાં આવે છે. ઊછરતી પ્રજા જેમ જેમ પ્રૌઢ ઉમરની થતી જાય તેમ તેમ પોતાના દેશના આર્ય સંસ્કૃતિના રક્ષક આગેવાનો કરતાં ધીમે ધીમે જુદા વિચારો ધરાવતી થતી જાય, તેમ તેમ ઊછરતી પ્રજાનો પોતાની સામે વિરોધ કરાવીને, તે વર્ગને વધારે ઉશ્કેરી, “લોકમતને માન આપ્યા વિના હવે નહીં ચાલે” એવો ભાસ ઉત્પન્ન કરી, લોકમતને માન આપવાને બહાને, આ દેશની સંસ્કૃતિથી વિરુદ્ધના, તેને હાનિ કરે તેવા જ નહીં, પરંતુ નાશ કરે તેવાકે કાયદાઓ પસાર કરાવી કાયદાપોથીઓમાં દાખલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org