Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૬૦૦
પંચ પ્રતિક્રમણ સૂત્રો
પ્રસંગ, વાંદરાને મારવાનો પ્રસંગ, સર્પને મારવાની વાત, મગરોને મારવાનો પ્રસંગ, હિસારની ગાયોને બચાવવાનો પ્રસંગ, ગંદકી રાખવા માંકડમચ્છર મારવાની વાત પ્રસંગ, શહેરની સ્વચ્છતાને બહાને મ્યુનિસિપાલિટીના હાથ મજબૂત કરવાનો પ્રસંગ વગેરેનો અર્થ બરાબર સમજાશે. એ સર્વ કૃત્રિમ અહિંસાને વેગ આપવા માટેના કાર્યમાં દેશનેતાની સહાનુભૂતિ મેળવી લેવાના કાર્યના અંગ તરીકે છે.
જૈનોની વિરુદ્ધના કાયદા કરવા માટે જ્યાં સુધી આ દેશના અહિંસાવાદી માણસો ન મળે ત્યાં સુધી સીધી રીતે સત્તા કાંઈ પણ કરી શકે તેમ નહોતું, એટલે અહિંસાની સામે નામની અહિંસાના વાતાવરણથી જ તેને પાછી પાડી શકાય. સારાંશ કે, આધુનિક અહિંસામાં પ્રાણીઓની તેમજ માનવોની પણ હિંસા સમાયેલી છે. માટે આધુનિક અહિંસાને “પરિણામે હિંસામય” કહેવામાં આવે છે, અથવા મહાહિંસા કહેવામાં આવે છે, તેનું રહસ્ય બરાબર સમજાશે.
ગાંધીજીની અહિંસાની જગત ઉપર શી હિંસા થઈ ? તે કોઈ પણ જણાવી શકે તેમ છે ? ઉપર પ્રમાણેની ભાવી મહાહિંસામાં પરિણમવાની અસર સિવાય બીજી કોઈ પણ અસર જોવામાં આવતી નથી. અહિંસાનો સ્વાંગ ધરાવીને સાચી અહિંસાને નુકસાન કરવામાં તેનો ઉપયોગ થયો છે. શું દુનિયામાંથી માંસાહાર ઓછો થયો છે ? ના, ઓછો થયો નથી પણ વધ્યો છે. એટલું જ નહીં પણ અમાંસાહારી પ્રજાઓમાંના કેટલાકનીયે માંસ તરફની ધૃણા ઓછી થવાનો પ્રસંગ આવ્યો છે, એટલું જ નહીં, પરંતુ માંસાહારી લોકો ઉપર બિનમાંસાહારી પ્રજાઓનો જે અંકુશ હતો તે શિથિલ થયો છે અને કેટલીક બાબતોમાં માંસાહારીની ગરીબીના બહાના નીચે સીધી યા આડકતરી માંસાહારની તરફેણ પણ એ જ દેશનેતાઓ તરફથી કરવામાં આવી છે. એ બળ ઉપર જ જૈન વસ્તીવાળા પ્રદેશોમાં પણ જાહેર શિકારના કાર્યક્રમો ગોઠવવાની હિંમત કરી શકાય છે.
શું જગતમાંથી સશસ્ત્ર લડાઈની હિંસા કમી થઈ છે ? તે પણ વધી છે. હાલની લડાઈ તેનો પુરાવો છે. શું લોકોનું જીવન સંયમી અને સાદું થયું છે ? તેમાં કાંઈ પણ સુધારો નથી પણ ઊલટો બગાડો થયો છે. કેટલાક ખાદીધારીઓની બીજી જરૂરિયાતો જોતાં તેમાં પણ અસંતોષ જ જોવામાં આવે છે. અરે ! કેટલાકોએ તો જેલમાં બેઠા બેઠાયે લહેર કર્યાના દાખલા છે, અને ‘એ' તથા 'બી' નંબરવાળાઓને તો કશી કમીના ન હોવાનું સાંભળ્યું છે.
બીજું નાનાં જીવો અને જંતુઓનો સંહાર અટકયો છે? તેની હિંસાની તો તેઓએ જનસુખાકારીના બહાના નીચે છૂટ આપી છે ? લોકોની હાઈટીલીટી ઘટાડવાના અનેક સંજોગો વધારવાથી લોકોનું આરોગ્ય બગડ્યું, તેનો મારાં બિચારાં બીજાં પ્રાણીઓ ઉપર પડ્યો. તેમ છતાંયે આરોગ્ય સુધરવાનું નથી. કેમ કે, તેને માટેના નિશ્ચિંતતા, યોગ્ય પોષક સાત્વિક ખાનપાન, શાંતજીવન, ધંધા સાથે જાતમહેનત વગેરે બીજું સાધનો નથી. લોકોની ચિંતા વધી છે. ઘી, દૂધ બહુ જ થોડાં ને ચોખ્ખાં ને પૂરતાં મળે છે, ગરીબો તે ખાઈ શકતાં નથી. શ્રીમંતોને ચોખ્ખાં મળતાં નથી, ધમાલિયું જીવન છે. કાં તો બેસી રહેવાના અને કાં તો કાળી મજૂરીના ધંધા છે. પરંતુ, ભવિષ્યમાં પરદેશી વસવાટ માટેનો જંતુ વગરનો દેશ થાય, માટે જંતુઓનો નાશ આવશ્યક ગણવામાં આવ્યો છે. જે એક જાતનો વહેમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org