Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૯૮
પંચ પ્રતિક્રમણ સૂત્રો
કરીને હિંસા અને માંસાહાર છોડાવી શકાય તો ખરેખરી જીવદયા પાળી શકે.” આ ઉદ્દેશ આગળ કરીને મુંબઈની જીવદયા મંડળી સ્થાપવામાં આવી, જેમાં જીવદયાના નામથી પ્રથમ કોઈ કોઈ અજ્ઞાત જેનો પણ દોરાયા અને તેમાં જૈનેતરોને પણ મેમ્બર તરીકે દાખલ કરીને તે સંસ્થાને અને તેના જીવદયાના ઉદ્દેશને સાર્વજનિક બનાવવામાં આવેલ છે. કેમ કે, તેથી આગળ ઉપર ખરી અહિંસાથી વિરુદ્ધ જતી મંડળીની પ્રવૃત્તિને એકલા જૈનો તો અટકાવી શકે જ નહીં.
જેની અસરને લીધે જ પાંજરાપોળો પણ સાર્વજનિક બનાવવાનો કાયદો અમલમાં લાવી શકાયો. હવે આગળ જતાં તે પાંજરાપોળ દૂધાળાં ઢોર ઉછેરતી ડેરીઓ અને માત્ર દૂધાળાં અને પશુઓના દવાખાનારૂપ બની જઈ એક વેપારી સંસ્થાઓ બની જતાં શુદ્ધ જીવદયાના ઉદ્દેશ ઉપરથી ખસી પડવાને રસ્તે ચડી ગઈ છે.
જેમ જેમ મંડળીનું જોર વધતું જાય તેમ તેમ અને જેમ જેમ જૈન અહિંસાની નિંદા ફેલાતી જાય, તેમ તેમ તેના ઉપર તે સંસ્થા મારફત જૈનેતર મેમ્બરોના જોરથી જાહેરમાં દબાણ લાવી શકાય. માટે તે સંસ્થાને ખાસ પોષવામાં આવી છે. જો કે, પ્રથમ તો સંસ્થા પણ જૈનોની જેમ જ જીવો છોડાવવાનું કામ કરતી રહી છે. એટલે જેનોની સહાનુભૂતિ શરૂઆતમાં તેના તરફ રહી શકી છે. મુંબઈની જીવદયા મંડળી તથા તેના અનુકરણરૂપ બીજી સંસ્થાઓની જીવદયા આધુનિક અહિંસાના તત્ત્વ ઉપર રચાયેલી છે, જેથી તે સ્વરૂપત: અહિંસારૂપ દેખાય છે, પરંતુ વાસ્તવિક રીતે તેનું પરિણામ હિંસામાં પરિણમે ગમે તે સંસ્થાની ગોઠવણ છે. સારાંશ કે, તે ઉન્માર્ગનું પ્રજાને નુકસાનકારક તત્ત્વોનું પોષણ કરનાર છે. માટે ખરા સ્વરૂપમાં તેમાં હિંસા સમાયેલી છે. આ બહુ જ સૂક્ષ્મ તત્ત્વ છે. તે સૂક્ષ્મ વિચારણા વિના સમજી શકાય તેમ નથી. શુદ્ધ જૈન અહિંસાને-પોષવાની ઈચ્છાવાળા જૈનો જીવદયા મંડળીને પોષે તો તેમાં તેમની ઈચ્છા વિરુદ્ધ પણ હિંસારૂપ પરિણામ આવવાનું હોવાથી અમુક રીતે હિંસાના તેઓ ભાગીદાર થવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે.
પછી રાજદ્વારી અહિંસાનો ક્રમ આવે છે, જેને કોંગ્રેસની અને ગાંધીજીની અહિંસા કહેવામાં–ગણવામાં આવે છે. ખરી રીતે શિકાગો સર્વધર્મ-પરિષદમાં અહિંસાની વ્યાખ્યા બદલાવવાની વાત થઈ અને જે વ્યાખ્યા બદલાવવાની છે, તે વ્યાખ્યા, જીવદયા મંડળીની અહિંસા અને કોંગ્રેસ તથા ગાંધીજીની અહિંસા એ ચારેય એક સીધી લીટીમાં છે. અર્થાત્ એ દરેકનું મૂળ તત્ત્વ એક જ છે. માત્ર એ મૂળ તત્ત્વને અમલમાં લાવવાના તે દરેક જુદાં જુદાં સાધનો છે. પરંતુ તે દરેકમાં વાસ્તવિક કાંઈપણ મૂળતત્વથી જુદાપણું નથી.
અને તે મૂળતત્ત્વ એ જ છે કે, “જડવાદની સંસ્કૃતિને અમલમાં લાવવાને જ્યાં જ્યાં આધ્યાત્મિક અહિંસા નડતી હોય, તેને પાછી હઠાવી દેવી અને બની શકે તો તેને જાહેરમાંથી નાબૂદ કરી દેવી અથવા વ્યક્તિગત બનાવી દેવી એટલે જાહેરમાં તો તેનું સ્થાન રહેવા ન પામે. અને જડવાદની વૃદ્ધિમાં જેટલી અહિંસા ઉપયોગી હોય, તેની શરૂઆત કરવી, ને તે મંડળી મારફત પોષવી અને તેમાં વધારો કરવો તે અહિંસાનું અંતિમ ધ્યેય. જગતની ગોરી પ્રજાની સુખસગવડો વધે અને મહત્ત્વાકાંક્ષાઓનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org