Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૯૬
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૩-૨-૧ શૂલપ્રાણાતિપાત વિરમણવ્રત-અહિંસાનું પાલન :૧. મુનિ મહારાજાઓને અહિંસા સર્વથા પાળવાની હોય છે અને સંયમ તથા તપ તેના પ્રધાન
અંગ હોય છે. ૨. ત્યારે ગૃહસ્થોને એ અહિંસા સ્થૂલથી પાળવાની હોય છે, એટલે ગૃહસ્થના જીવનના બે વિભાગ છે :
૧. માર્ગાનુસારી સાંસારિક જીવન. ૨. મોક્ષાનુસારી ધાર્મિક જીવન.
એ પ્રમાણે તેની દયાના પણ બે ભાગ પડે છે. ૧. કેવળ દયા-મોક્ષાનુસારી ધાર્મિક જીવનમાં દયાની પ્રધાનતા હોય છે. ૨. સાપેક્ષ દયા-માર્ગાનુસારી સાંસારિક જીવનમાં યથાશક્તિ દયા હોય છે. એકંદર ૧૫ વસાની
દયા થાય છે.
આજ પ્રમાણે દરેક વ્રતોના વિષયભૂત ગુણોના સંબંધમાં પણ બબ્બે વિભાગ પાડી શકાય છે. ૧. મોક્ષાનુસારી ધાર્મિક જીવનમાં સમ્યત્વ સહિત બાર વ્રતો તથા પંચાચાર વગેરે સમય છે. તે
જૈનશાસ્ત્રોમાં ગૃહસ્થ ધર્મ ગણાય છે. આ જૈન ગૃહસ્થ ધર્મની વ્યાખ્યા છે. ૨. અને માર્ગાનુસારી સાંસારિક જીવનમાં બાકીના સાંસારિક જીવનનો સમાવેશ થાય છે અને તે
ગૃહસ્થનું માર્ગાનુસારી સાંસારિક જીવન ગણાય છે. આ જૈને ગૃહસ્થના સાંસારિક જીવનની વ્યાખ્યા છે. (આને કેટલાક જૈન ગૃહસ્થ ધર્મ કહે છે પરંતુ તે ગેરસમજ છે. અન્ય લોકોને હિસાબે બરાબર
છે, પરંતુ જૈનધર્મને હિસાબે એ બરાબર નથી.) ૧. ગૃહસ્થના ધાર્મિક જીવનમાં જેમ બને તેમ મુનિ જીવનને લગતી અહિંસા પાળવા સુધી આવક
પ્રયત્ન કરી શકે છે અને મુખ્ય મુખ્ય સ્થૂલ અહિંસા તો ખાસ પાળવાની હોય છે. આ જૈન
ગૃહસ્થના ધાર્મિક જીવનની અહિંસાની વ્યાખ્યા છે. ૨. ગૃહસ્થની માર્થાનુસારી સાંસારિક જીવનમાં સાંસારિક કામોમાં સાંસારિક લગ્નાદિ વ્યવહારો, સંતતિ
તરફની ફરજ, ખાનપાન, આજીવિકા, રહેઠાણ, આરોગ્ય, પ્રતિષ્ઠા, સામાજિક ફરજો, ધાર્મિક ફરજો, દેશ અને પ્રજા તરફની ફરજો વગેરે બનાવવા જતાં અનિવાર્ય સંજોગોમાં થતી હિંસામાંથી જેમ બને તેમ બચવું, જેમ બને તેમ અલ્પ હિંસાથી જીવનનિર્વાહ ચલાવવો એ ફરજ રહે છે.
આ જૈન સાંસારિક માર્ગાનુસારી જીવનની અહિંસાની ઈચ્છા છતાં અનિવાર્ય હિંસા અને બાકીની અહિંસાની વ્યાખ્યા છે.
જાંબુ ખાનારા છ માણસોના દષ્ટાંતથી અન્યને ઓછામાં ઓછું નુકસાન કરવાની વૃત્તિ રાખીને જે જીવન ચલાવે, તે આ જગતમાં વધુમાં વધુ અહિંસક સાંસારિક ગૃહસ્થ ગણાય. (અને સમ્યફદૃષ્ટિ જીવન હોય તે જૈન સાંસારિક ગૃહસ્થ ગણાય.) આવી અહિંસા સામાન્ય માણસો અને સામાન્ય કૂર પ્રાણી જાતિઓમાં પણ સંભવી શકે અને તેથી કોઈનોયે કોઈ પણ પ્રકારનો જીવનનિર્વાહ ન અટકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org