Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૧૫૭
જેમ બને તેમ પરને દુઃખ ઓછામાં ઓછું અપાય અને કષ્ટ વેઠીને તથા સંયમ જાળવીને જીવનનો નિર્વાહ કરવો. એ જેની અહિંસાની સામાન્ય વ્યાખ્યા છે. અને આ વ્યવહારુમાં વ્યવહારુ વ્યાખ્યા છે. જેમ બને તેમ વધુમાં વધુ અહિંસા જાળવે અને તે ખાતર તપ તથા આદર્શ સંયમ જાળવે તેમ તેમ તે અહિંસક જૈન મુનિ એટલે સમ્યકૃત્વ સહિત કે ધર્મમાર્ગ પોષક જીવનનાં અને સંસ્કૃતિનાં તત્ત્વોને સાધક થાય તેવી રીતે અહિંસા પાળવી, તે સાચી અહિંસા છે. પરંતુ ધર્મપોષક માર્ગનો લોપ કરે, તેવી અહિંસા ગમે તેવી હોય તો પણ હિંસા જ છે, તે ખોટી અહિંસા છે. માર્ગાનુસારી હિંસા કરતાં ઉન્માર્ગાનુસારી અહિંસા વધુ ભયંકર છે. તે માત્ર સ્વરૂપત: અહિંસા દેખાય છે, પણ વાસ્તવિક રીતે તે હિંસાની પોષક હોય છે અને જગતમાં પરિણામે વધુ અહિંસા ફેલાવે છે. એટલે જૈન અહિંસામાં અને આધુનિક અહિંસામાં આ મોટો ખાસ ભેદ છે. આજની અહિંસા દૂરથી પણ હિંસાના પશુબળ અને અસત્યના પાયા પર રચાયેલી છે, અને પ્રજા વિનાશરૂપ હિંસામાં પરિણામ ઉત્પન્ન કરનાર છે, ત્યારે જગત હિંસા-પ્રધાન જીવન જીવે છે. તેમાં માત્ર જૈનોએ જ શુદ્ધ-નિ:સ્વાથ અહિંસાને ખાસ પગભર રાખી છે. જગતમાં જીવદયાનું જે કાંઈ ઝરણું વહે છે, તેના ખાસ મૂળ ઉત્પાદક અને ટકાવનાર મુખ્યપણે જૈનો જ છે. તેમાં કોઈનોયે બે મત છે જ નહીં. અલબત્ત, સામાન્ય રીતે લાગણીપ્રધાન મનુષ્યોમાં ઓછેવત્તે અંશે સ્વાભાવિક દયા હોય છે અને તેનો પણ જગતમાં ચાલતી દયામાં અમુક અંશે ભાગ ગણી શકાય. છતાં આજે જગતમાં જે દયાની મોટામાં મોટી અસર સંગીન પાયા પર ચાલી આવે છે, તે જૈનોને જ આભારી છે. તેમની દયાની વ્યાખ્યા, પાલન, દયા પાળવાના બારીક નિયમો, દયા પાળવાની મકકમતા જીવનના દરેક અંશમાં તેની વ્યાપક અસર, જૈન મુનિઓની ર૦ વસાની દયા, તેની જેનો ઉપર અને ઈતરજન સમાજે ઉપર અસાધારણ અસર વગેરે ઘણા જ સંગીન છે. ભલે તે પ્રમાણમાં ઓછી દેખાય, છતાં તે સંગીન, સાચી અને વાસ્તવિક છે. “યદ્ અલ્પમતિ તદ્ધહુ' એ ન્યાયથી તે ખરેખરી અહિંસા છે. તેના ઉપર જેટલું દબાણ તેટલી જગતમાં હિંસાની વૃદ્ધિ સમજવી. સાચી અહિંસા ઉપર બીજી રીતે તો દબાણ લાવી શકાય નહીં, ત્યારે અહિંસાને નામે જ જાહેર પ્રજાને આકર્ષીને ખરી અહિંસા ઉપર દબાણ સ્વાર્થી લોકો લાવી શકે છે.
આજની અહિંસાનું હિંસામાં વૃદ્ધિ સિવાય બીજું શું પરિણામ આવ્યું ? તે કાંઈ સમજાતું જ નથી. યુરોપીય પ્રજાઓ પોતાના વ્યાપારી અને રાષ્ટ્રીય સ્વાર્થ માટે અનેક પ્રયત્નો કરી રહ્યા છે, તેમાં તેઓને જૈનોની જગત ઉપરની અહિંસાની અસર પણ ઘણી નડે છે તેને દૂર કરવા અહિંસાની જુદી જ વ્યાખ્યા પ્રચારમાં લેવડાવીને ખરી અહિંસા ઉપર દબાણ લાવવાનો લોકમત કેળવાતો જોવાય છે.
એ માટે તેઓના પ્રયાસો ઘણાં વર્ષોથી ચાલુ છે, અને જૈનો નાના જીવોને બચાવે છે, અને મોટાઓની દરકાર રાખતા નથી” આ વાત કેટલાંક વર્ષોથી માત્ર પ્રચાર ખાતર જ શરૂ કરી છે. તેનો પડઘો શબ્દથી પાડવામાં આવ્યો હતો.
શિકાગોની બીજી સર્વ ધર્મ પરિષદમાં હવે ખુલે ખુલ્લું ખાસ ભાર દઈને બોલવામાં આવ્યું હતું કે, “ભારતવાસીઓને પોતાની અહિંસાનો અર્થ બદલવો પડશે.” “જેનો કસાઈખાનેથી જીવો છોડાવે પરંતુ તે અહિંસાના પ્રચારનો સાચો રસ્તો નથી. પરંતુ લોકોમાં જીવદયાના જ્ઞાનનો પ્રચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org