Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૫૮૭
બર્ક જેવા પણ આ નીતિના જ એક અંગભૂત છે. લૉર્ડ હેસ્ટિંગની સામેના કેસો પણ લગભગ આજ નીતિમાં સમાય છે.
તેનો એક તાજો દાખલો પણ સમજ્યા જેવો છે –
જો કે, હાલના જર્મન, બ્રિટન લડાઈનું તત્કાલીન પરિણામ બન્નયના ઓછા વધતા નુકસાનમાં દેખાય છે.
પરંતુ, તેની એકંદર ભાવિ ખરાબ અસર જગતની કાળી પ્રજા ઉપર જ થવાની છે, અને ગોરી પ્રજાના લાભમાં જવાની છે. કાળી પ્રજાની આગેવાન ગણાતી ભારતની આર્યપ્રજા છે. અને તેના પર અસરકારક પરિણામ લાવ્યા વિના આગળ વધી શકાય નહીં. આ માટે અને ગોરી પ્રજાને પોતાના હેતુઓમાં આગળ વધવા જૂનાં સાધનો રદ કરી નવી પ્રગતિની તૈયારી કરવા યુદ્ધની અનિવાર્ય જરૂરિયાત હોય છે.
ભારતમાં આજ સુધીની તમામ રચના તોડી નાંખી, નવી રચના કરવા માટે લડાયક વાતાવરણ વિના એકદમ મોટા ફેરફાર કરી શકાય જ નહીં. ૧૮૫૭ના બળવા પછી જે રચના કરવામાં આવી હતી, તેમાં રોકવામાં આવેલા માણસો અને સાધનો પાછા ખેંચી લેવા અને નવાં સાધનો તથા નવા માણસોને નવી સ્કીમ માટે આગળ લાવવા જોઈએ. એમને એમ શાંતિથી જૂના ચીટકી બેઠલા અને સાધનસંપન્ન માણસો એકાએક ખસે નહીં. એટલે ધીમે ધીમે તેઓને ઘણી રીતે ખસેડી દીધા છે, છતાં હજુ મોટો ભાગ તેમાં ગોઠવાયેલો પડ્યો છે. તે દરેકને તેમાંથી કાઢી નાંખી નવી રીતે તૈયાર કરેલા નવા વર્ગને ભવિષ્યના સ્વરાજ્યની તૈયારી કરવા ગોઠવવો જ જોઈએ, એટલે વેપારી નવા, ખેડૂતો નવા, અમલદાર નવા, શેરબજારના વેપારી નવા, કારખાનાં નવાં, શિક્ષણ નવું, શિક્ષકો નવા, મૂડી નવી, બેંક નવી, રિવાજ નવા, રેલવે નવી, ધારાસભા નવી, મ્યુનિસિપાલિટી નવી વગેરે જોઈએ; તેને માટે કેટલી તૈયારી જોઈએ ? અને એ તૈયારી પછી પણ જૂનો વર્ગ હોય ત્યાં સુધી નવાને કેમ ગોઠવાય ? એટલે તે બાબત કાયદા કાનૂનો થાય, ભાવના બદલાય તો પણ વખત લાગે. પરંતુ, લડાઈ જેવા પ્રસંગમાં કોઈનીયે દરકાર રાખવાની ફરજ ન ગણાય. એ મુખ્ય હિલચાલ સૌના મનમાં કેન્દ્ર કર્યા બાદ તેને અનુસરીને ગમે તે ફેરફાર કરવાની સત્તાને છૂટ રહે અને પ્રજાએ પણ એ ફેરફારને અનુકૂળ થવું જ જોઈએ. પરિણામે અમુક વર્ષોમાં ઘટતો ફેરફાર થઈ જાય. ૧૮૫૭ના બળવા પછી મોટાં મોટાં સરકારી દેશી લોકોના લશ્કરની જરૂર નહોતી, એટલે બળવાથી તેઓનો લગભગ મોટા પ્રમાણમાં સંયોગ છૂટી જ ગયો અને તેના આડકતરાં ઘણાં પરિણામો આવ્યાં. તેમ આ વખતે પણ આવી રહ્યાં છે.
પરંતુ તે જ વખતે ઢંઢેરાની સ્કીમને લાયકનો નવો વર્ગ તૈયાર કરી રાખેલો હતો, કે જેના હાથમાં ટપોટપ ખાતાંઓ મૂકીને છેલ્લાં ૫૦ વર્ષ રચનાત્મક તંત્ર ચલાવ્યું એટલે કે કોઈ વખતે અને કોઈ ઠેકાણે સશસ્ત્ર કે કોઈ વખતે અને કોઈ ઠેકાણે અશસ્ત્ર લડાઈ હાલની સંસ્કૃતિની પ્રગતિનું અંગ છે. તે વિના દેશી રાજાઓ તથા જૂની મોટી સંખ્યાની પ્રજા પર અમુક ફેરફાર ન મૂકી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org