Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૮૮
પંચ પ્રતિક્રમણ સૂત્રો
આ લડાઈથી ભારતમાં મોટી ઊથલપાથલ તરતમાં થઈ જશે અને કોંગ્રેસ દ્વારા લઘુમતી કોમોના હકક રક્ષણનો અને પરદેશી ગોરાઓ ભવિષ્યમાં મોટી સંખ્યામાં આવવાના છે, તેઓ માટેની પ્રજા તથા દેશી રાજાઓ પાસે કાયદાઓની છૂટછાટ અને હકકનાં ચાલુ રક્ષણો ગોઠવી શકાય.
તેને માટે પ્રજાને સત્તા આપવાની લાલચ ગોઠવી રાખી છે અને દેશનેતાઓના માનસ કેળવી રાખ્યા છે. જે પ્રજાને છૂટછાટ આપવી હોય તો ગમે તે રીતે આપી શકાય છે, પણ પ્રજા સત્તાના નામ નીચે સત્તા આપવાથી શી વિશેષતા ?
પરંતુ ભવિષ્યમાં ગોરી પ્રજાની અહીં પ્રજા તરીકે સત્તા સ્થાપવાની છે. તેની તૈયારીઓ આ નામ નીચે જ બરાબર થઈ શકે અને રસ્તે રસ્તે જેમ જેમ હકકો મંગાતા જાય, તેમ તેમ તેમાં વધારો થતો જાય.
લઘુમતી કોમોને માટેના સ્પેશ્યલ રક્ષણના કાયદાઓ દેશનેતાઓએ, જૂના અને નવા વિચારની પ્રજાઓએ કબૂલ કર્યા બાદ ધીમે ધીમે તે પ્રજાઓ અહીં દાખલ થતી જાય.
અહીંની પ્રજાઓ બેકારી વગેરેથી બહાર જતી જાય. ત્યાં તેમને ધંધા વગેરેની સારી સગવડ મળતી જાય, તેમ તેમ અહીંનું પ્રજાસત્તાક તંત્ર પણ વિકસતું જાય.
આ લઘુમતી કોમોમાં હાલ તો અહીં વસતી કેટલીકને આગળ લાવવામાં આવે છે, કેટલાક પરદેશી લોકો અહીં રહેતા થયા છે, તેઓના હકકોનું રક્ષણ કરવાનો પ્રશ્ન સહજ રીતે ઊભો થયેલો ગણાય. યહૂદીઓ આવવાની શરૂઆત થઈ ચૂકી છે. બીજા અનેકને બેકારીના બહાને અહીં વસાવવાની તૈયારી કરી મૂકી છે. પરંતુ સૌથી પહેલાં જર્મનોને અહીં આગેવાન તરીકે બોલવાનું જણાય છે. કેમ કે, તેઓ વિજ્ઞાનમાં, વિદ્વત્તામાં આગળ છે. ભારતીય સંસ્કૃતિના ખાસ અભ્યાસી, એટલું જ નહીં પરંતુ હવે તો હિન્દના રીતરિવાજ પ્રમાણે તેઓ વર્તી શકે તેવી કેળવણી પણ ઘણે ભાગે લઈ ચૂકયા છે. એટલે અહીંની પ્રજા સાથે અનેક રીતે ભળતાં એને વાર લાગે તેમ નથી. અહીંની આગળ પડતી કોમો સાથે સંબંધમાં આવી શકે, અસર પાડી શકે અને કન્યા લેવડ-દેવડ સુધી સામાજિક સંબંધો પણ બાંધી શકે. અહીંની પ્રજા સાથે મિશ્ર થઈ શકે તેમ છે. જો કે પરદેશીઓ અહીં આવ્યા બાદ પ્રથમ તો અહીંની પ્રજા સાથે ધીમે ધીમે સંબંધમાં આવશે. બંગલાઓને બદલે ગામમાં રહેશે, પછી મિશ્ર થશે. પછી તેઓની સંતતિ, લાગવગ, સંપત્તિ વધતાં અને અહીંની પ્રજાને ફટકો પડતાં તેઓ જ આ દેશના મુખ્ય વતની થાય, ત્યાં સુધીમાં પ્રજાસત્તાક તંત્રને લાયકના આજના બીજરૂપ કાયદાઓ ફળરૂપ ધારણ કરી શકયા હોય, તેનો લાભ તેઓ છૂટથી લઈ શકે, આ ભાવિ છે. તેની જ સિદ્ધિ માટે દેશનેતાઓ મારફત અમુક અમુક માગણીઓ કરાવીને સગવડો ગોઠવે છે, તેવી કલ્પના પણ આજે ન આવી શકે એ સ્વાભાવિક છે.
એટલે, આજનો નાઝીપક્ષ સ્ત્રીઓને હિંદની સ્ત્રીઓ પ્રમાણે સંસ્કારી બનાવવા ચાહે છે. સ્વસ્તિકનું ચિહન રાખી બેઠેલ છે. હિંદને સંપૂર્ણ સ્વરાજ આપવાની હિમાયત કરે છે. તા. ૨૩-૧૧-'૩૯ના મુંબઈ સમાચારના અંકમાં બહાર પાડેલી શરતોમાં હિંદનું નામ પહેલું જ છે, એ ઉપરથી ચોકકસ આ લડાઈનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org