Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૯૦
પંચ પ્રતિક્રમણસૂત્રો
ઉદ્ધતાઈને હાલમાં નભાવી લેવી પડે છે. આગળ ઉપર લાગ આવ્યે જોઈ લઈશું.” એવી સ્થિતિમાં રાખે જાય.
તેનું સ્વાભાવિક પરિણામ એ આવે કે, “આ દેશના રાજા ધર્મગુરુઓ અને પ્રજાનો અમુક ભાગ સરકારને પોતાના રક્ષક અને હરેક રીતે હિતસ્વી માને છે. સરકાર પોતે જ જર્મનીના સ્વાર્થ આગળ નમતું આપે એટલે બીજાઓ તો બોલી જ શી રીતે શકે ? એમને એમ વખત જતો જાય, તેમ તેમ જર્મનો વગેરે અહીં વધારે ને વધારે સત્તામાં આવતા જાય. તેની પાછળ બીજા મોરચા પણ પોતાની મજબૂતી કરતા જાય. એમ અહીંની પ્રજા દિવસે દિવસે નિર્બળ પડતી જાય અને જ્યારે “ગોરી પ્રજાના સ્થિર સ્થાયી ટકાવની જડ જામી ગઈ છે,” એમ જણાય ત્યારે કદાચ થોડી અથડામણ પછી સંપૂર્ણ સ્વરાજ્ય સ્થપાયા બાદ સમાધાન કરવામાં આવે, અને યુરોપમાં પણ જર્મની સાથે મૈત્રીભરી શાંતિની સંધિ કરી લેવામાં આવે, અને નેશન ઑફ ધી વર્ડના હેતુઓ અમલમાં પ્રત્યક્ષ આવતા દેખાય પણ ખરા. અને જર્મનમાં ને દુનિયામાં શાંતિનું વાતાવરણ એ વખતે ફેલાય.
પરંતુ તેટલા વખતમાં અહીંની પ્રજાને બીજા પ્રદેશોની કાળી પ્રજાઓને નુકસાન થયું હોય, તો તે આપી શકાય નહીં અને ત્યાંની ગોરી પ્રજાઓને સર્વત્ર લાભ થયા હોય તે તો કોઈથી લઈ શકાય નહીં.
માટે આજની અશાંતિનું મૂળ હિંદમાં આર્ય પ્રજાની થોડી ઘણી સત્તા અને આર્ય સંસ્કૃતિ અનુસાર અહીંની પ્રજાનું કેટલું જીવન ખાસ કરીને છે. તેમાં પલટો આવ્યે જ જગતમાં શાંતિ થશે.
કેટલાક અંગ્રેજ અને પરદેશી ભાષણકારો કહે છે કે, “જગતની શાંતિનું મૂળ હિંદમાં છે. એ વાત ઉપરની રીતે ખરી છે, માત્ર તેઓ રચનાત્મક-ખંડનાત્મક શબ્દોમાં એ હકીકત બોલે છે.
આજે છે કે જર્મનના આગેવાનો બ્રિટન વિરુદ્ધ અને હિંદની તરફેણમાં લશ્કરી ભાષામાં બોલે છે, પરંતુ બન્નેયનો અંતિમ હેતુ એકસરખો છે. તેથી તેઓ બહારથી ગમે તેવા લડવા છતાં અંદરખાનેથી તેઓનો હેતુ એક જ છે. તેમાં સંશય રાખવાનું કારણ નથી. બન્ને એક જ સંસ્કૃતિની પ્રગતિ માટે મથનારા છે, એટલે એક જ ઢાલની બે બાજુઓ રૂપ છે.
અને તે હેતુઓની સિદ્ધિમાં તેઓએ દેશદેશમાં પોતાના હેતુઓમાં મદદગાર થાય તેવા નવા દેશનેતાઓ ગોઠવી લીધા છે. મૂળ આગેવાનોને બાજુએ રાખી તેઓને પક્ષ બીજી મુદ્દા પર હાથમાં રાખ્યા છે. એટલે નવા દેશનેતાની વલણ જૂનાઓને પોતાના મૂળ સ્થાન અને આદર્શથી ચલિત કરી નીચે ઉતારવાના કામમાં પણ આવે છે, એટલે તેઓને પણ દેશમાં ઉત્પન્ન થયેલા અને જેના ઉપર પોતાનો કાબૂ નથી, તેવા વર્ગને લીધે દેશમાં મતભેદ થતાં નમતું આપવું પડે જ છે.
દેશનેતાઓના પક્ષની સંખ્યા વધતી જાય, માંજર સેનાને નામે બાલિકાઓનો સમૂહ અને વાંદર સેનાને નામે નાનાં બાળકોનો સમૂહ પણ આજે યુવાન અને પ્રૌઢ થઈને તેના જ વાતાવરણમાં સામેલ રહે, એમની સંખ્યા વધતી જાય છે, એટલે તેને ભવિષ્યમાં બહુમતી પણ મળતી જાય તેવી ગોઠવણ કરી આપી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org