Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૬૨
પંચ પ્રતિકમાણસૂત્રો
હિલચાલ છે. કૉંગ્રેસની ખાદી તેની જાહેરાતનું માત્ર સાધન છે. તેથી તે ડબલ વિલાયતી છે. માત્ર જેને હજુ પહેરવામાંથી કદી છોડી નથી અને તેઓ જે ખાદી કાંતીને વણાવીને પહેરે છે, તેટલી જ શુદ્ધ સ્વદેશી ખાદી છે. અને તે ખરી ખાદી છે, બાકી કોંગ્રેસની ખાદી ડબલ વિલાયતી કાપડ છે. અને દેશી મિલનું દોઢ વિલાયતી છે. કેમ કે, તેથી યંત્રવાદ હિંદની છાતી ઉપર ગોઠવાય છે. ત્યારે યુરોપનું કે જાપાનનું એકવડું વિલાયતી છે. કેમ કે, યંત્રવાદ હિંદથી તેટલો દૂર છે. આ સૂક્ષ્મ આર્થિક વિચારણાથી સમજાય તેમ છે. પરંતુ સ્વદેશી હિલચાલ કેટલી નુકસાનકારક છે, તે અને મિથ્યા અને અસત્ય છે તે સમજાશે.
હવે સ્વરાજ્ય અને દેશની ઉન્નતિ એ બે શબ્દો કેવી રીતે કોયડારૂપ છે. તે સમજાવી આપણે મૂળ વિષય ઉપર આવીશું.
ભારતીય આર્ય મહાન પુરુષોએ દોરી આપેલ જીવનમાર્ગ વ્યાવહારિક અને પારમાર્થિક તથા તત્કાલીન કે પરંપરાએ સાચો અને હિતકારક છે? કે હાલના જમાનાનો – નવયુગનો - નવા જમાનાના અનુસરતો જીવનમાર્ગ વ્યાવહારિક અને પરમાર્થિક તથા તત્કાલીન અને પરંપરાએ સાચો અને હિતકારક છે ?
આ પ્રશ્નનો ઉકેલ ઘણો જ ગૂંચવણભરેલી અને જટિલ થઈ પડ્યો છે. આપણા કેટલાક ભારતીય ભાઈઓ જીવનમાર્ગને સાચો ગણે છે, ત્યારે સાચો માર્ગ ગણે છે.
બન્નેયમાં ભેદ જરૂર છે. કેમ કે, બન્નેયનાં સાધનો અને પરિણામો તથા ધ્યેયો જુદાં જુદાં છે.
જે ભારતીય સંસ્કૃતિને અનુસરતો જીવનમાર્ગ હિતાવહ હોય તો નવયુગની સંસ્કૃતિનો માર્ગ નુકસાનકારક ગણાય જ. પરંતુ સામાન્ય બુદ્ધિથી વિચારતાં પૂર્વાપરના દેશના વતની ભારતવાસીઓનું તો પોતાની સંસ્કૃતિમાં જ એકંદર હિત સમાયેલું હોય, એમ એકદમ જ દરેકને લાગ્યા વિના નહીં રહે. નવયુગમાં તત્કાલ હિત દેખાય છે, પરંતુ પરિણામે તેથી હિત થશે કે અહિત ? તથા વ્યાવહારિક અને તત્કાલીન હિત થાય, પરંતુ પારમાર્થિક હિત થશે કે કેમ એ પ્રશ્નો છે.
કેમ કે, આધુનિક નવયુગની આખી ઘટનાના મૂળ ઉત્પાદકો યુરોપના આધુનિક વિદ્વાનો છે. અને તેને ટેકો આપનાર જ તે તે દેશની રાષ્ટ્રીય સત્તાઓ છે એટલું જ નહીં, પરંતુ ભારત વગેરે બીજા દેશોની પ્રજામાં પણ લાગવગ યુક્તિ પ્રયુતિ વગેરેથી તેનો પ્રચાર કરવા સંપૂર્ણ મહેનત થાય છે. આ જમાનાની દરેક પ્રવૃત્તિની છેવટની યોજના ત્યાંથી જ પ્રચારમાં આવે છે. દુન્યવી અનુકૂળતાઓ સિવાય પારમાર્થિક હિતનો હજુ તેઓએ વિચાર જ કર્યો નથી. દુન્યવી હિતમાં પણ તત્કાલીન લાભ કદાચ મળે પરંતુ પરિણામે ભારતીય આર્ય પ્રજાને લાભ રહે કે કેમ એ સંશય છે. કેમ કે, આખો માર્ગ યુરોપવાસીઓએ પોતાના ભલા માટે જ ઉત્પન્ન કરેલો છે. તેમાં બીજાના ભલાની આશા શી રીતે રખાય ? આધુનિક વિજ્ઞાન પણ આ સ્વાર્થની કડીથી જોડાયેલ છે. માટે જ તે તે રાષ્ટ્રો તેને સીધી કે આડકતરી રીતે ખીલવે છે. વિજ્ઞાન સહજ રીતે ખીલ્યું છે, એ કેવળ બનાવટી અને ખોટી વાત છે. યુરોપીય રાષ્ટ્રોએ ખાસ ઇરાદાપૂર્વક ખીલવ્યું છે, ખીલવે છે, અને ખીલવશે. તેના ઘણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org