Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૬૮
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૧૯૧૯થી સંપૂર્ણ સ્વરાજ્યનું બીજ રોપાયું જે ૧૫૭માં કદાચ અંકુરિત થવાની તૈયારીમાં હોય અને ૨૦૧૭ સુધીમાં કદાચ આ દેશમાં આવીને વસેલા યુરોપીય પ્રજાઓને માટે સંપૂર્ણ સંસ્થાનિક સ્વરાજ્યનો અમલ સફળતાએ પહોંચી પણ જાય. ૧૭૫૭થી ૧૮૫૭ સંધિવિગ્રહો, કોલકરારો, લડાઈઓ અને લશ્કરી દોરથી રાજ્યો જીતવા અને મેળવવાનો કાર્યક્રમ ચાલ્યા કરે છે, જે કેટલેક અંશે આજે લગભગ સરહદોમાં પણ ચાલુ હોવાનું મનાતું.
અને તે દરમિયાન સંપૂર્ણ સ્વરાજ્યને અનુકૂળ કેળવણી આપી, રચનાત્મક નવીન જાતની રાજ્યવ્યવસ્થા અમલમાં લાવવાની તૈયારી પણ થાય છે, અને એ આખા લોખંડી ચોકઠામાં મેળવીને તૈયાર કરેલા વર્ગોનો જુદી જુદી રીતે ઉપયોગ કરવામાં આવે છે.
રચનાત્મક રાજ્યવ્યવસ્થાની શરૂઆત જે કે ૧૮૫૭ પછી મહારાણીથીના ઢઢેરા નામની સ્કીમથી શરૂ થાય છે, પરંતુ તેની તૈયારી ઘણાં વર્ષો પૂર્વેથી થઈ ચૂકેલી હતી. જો કે ૧૮૫૭ સુધી અહીં કંપનીનું રાજ્ય ગણાતું હતું. પરંતુ તેની પાછળ બધી લગામ ઈંગ્લેંડની પાર્લમેન્ટના જ હાથમાં હતી. પરંતુ, પગથિયે પગથિયે ચડવાનું હોવાથી પાર્લમેન્ટ ૧૮૫૮ સુધી કંપનીના કામમાં તટસ્થ જેવો દેખાવ કરીને અંદરખાનેથી રાજ્ય ચલાવવા માટે કેળવણી, કાયદો, રસ્તા, રેલવે, તાર, ટપાલ, મિલો, કોર્ટો વગેરે કેવા ચલાવવા ? તેની તૈયારી કર્યે જતી હતી. એ રચનાત્મક રાજ્યતંત્રમાં પ્રજાને એકદમ પલોટી લેવા માટે જૂની રચના રદ કરવી જોઈએ અને અમુક વર્ગમાં નવીન જિજ્ઞાસા ઉત્પન્ન કરવી જોઈએ. તે માટે ૧૮૫૭નો બળવો, એ મુત્સદ્દીઓને મન આવશ્યક અંગ હોય, એ સ્વાભાવિક છે. જે તે તેમને જરૂરી ન હોત તો સંધિઓ કરીને બેદિલ આગેવાનોને સંતોષીને પતાવટ કરી નાંખતાં મુત્સદ્દીઓને વાર ન લાગત. એમ અનુમાન કરવાને કારણ મળે છે.
અલબત્ત, ૧. પોતાની ધનસંપત્તિનું બળ, ૨. સંધિઓથી રાજાઓ અને પ્રજાજનોનો પક્ષ. અને ૩. પોતાનું સ્વતંત્ર લશ્કરી બળ, એ ત્રણેય શકિતનું ખરું માપ કાઢ્યા પછી જ બળવાને આગળ વધવા દીધાનું જણાય છે. નહીં તો વધવા દે જ નહીં. તથા શાંત રચનાત્મક રાજ્યવહીવટ ચલાવવાને શાંતિ જોઈએ. અને શાંતિ માટે લડાઈઓ બંધ થવી જોઈએ. લડાઈઓ બંધ હોય ત્યારે લશ્કરી માણસોને કમી કરવા જોઈએ. એકાએક કમી શી રીતે કરાય? માટે કાંઈક હિલચાલ થવાની મુત્સદીઓ સ્વીકારતા હોય, એ સ્વાભાવિક છે. તેથી લશ્કર છૂટું પડી જાય, સામે થાય, તેની મિલકતોને ખાલસા કરી શકાય. વળી લશ્કરમાં મજબૂત અને ચુનંદા માણસોની સંખ્યા હોય, તેના મોટા ભાગનો નાશ થવાથી પ્રજા ઘણી ઘટે તેમજ નવી પ્રજા પણ ઘણી ઓછી જન્મ પામી શકે. તે દરમ્યાન અનેક પ્રદેશો ખાલસા કરવાથી રાજ્યમાં જમીનનો પણ વિસ્તાર વધે તથા “કોણ શત્રુ છે? કોણ મિત્ર છે ? અને એકંદર આપણી સત્તા કેટલી છે ? તે જોવાનું બળવા વિના શું સાધન હતું ? લોકો સમજે કે, “આપણા હકક માટે લડીએ છીએ” અને તેમના મનમાં તેમ ઠસ્યા વિના તેઓ લડે પણ નહીં. માટે તેઓના મનમાં એ હેતુ બેસાડવો જ જોઈએ. પરિણામે એકંદર થોડી મહેનતે શાંતિપૂર્વક રાજ્ય કરવાની સગવડ આવા મોટા દેશમાં ૫૦ વર્ષ સુધી મળી જાય, તેના હિસાબમાં જે નુકસાન ધન, માણસો વગેરેનું પરદેશીઓને થયેલું તે ઘણું જ નજીવું ગણાય. એટલું કરવા માટે ઘણી મોટી લડાઈ લડવી પડે, તેમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org