Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૫૬૯
બચી જવાયું ને બળવાથી જ સર્યું.
૧૮૫૭ના બળવામાં વળી જે કતલ ચાલી છે, તેવી વ્યાપક જેવી કતલ કદાચ દુનિયામાં કદી નહીં થઈ હોય.
૧૮૫૭ના બળવા પછી પણ કંપનીનો પાછલો વહીવટ તો સ્વીકાર્ય ગણાય છે. પછી આગળ વધવા માટે નવા નિયમો, કાયદા થાય છે, તે જુદા. તેમાંથી કોઈ મિત્રને ય છૂટ મળતી નથી અને શત્રુઓનું લઈ લેવાય છે. તેમાં કંપનીના જૂના કોલકરારો પર એવું ધ્યાન આપવામાં આવતું નથી.
(૪) બળવા પછી રચનાત્મક રાજ્યવહીવટનો અમલ શરૂ થાય છે. તેથી કેળવણી, કોર્ટો, ધારાસભાઓ, મ્યુનિસિપાલિટીઓ, લોકલ બોડ, વેપારી કંપનીઓ વગેરેને ઘણો જ વેગ મળે છે. સાથે સાથે પ્રજાકીય મંડળો, સોસાયટીઓ અને તેના કેન્દ્ર તરીકે કોંગ્રેસ વગેરે અસ્તિત્વમાં આવે છે. પ્રજામાં ફેશન, નાટકો નવાં નવાં પુસ્તકો, વર્તમાનપત્રો વગેરે ખૂબ ફેલાય છે. અને શાંતિનો સમય પસાર થાય છે, તે દરમ્યાન લગભગ આખી દુનિયામાં શાંતિ રહી છે. પછી ૧૯૧૪માં લડાઈ શરૂ થાય છે અને ૧૯૧૯માં પૂરી થાય છે. અને મોન્ટ-ચેમ્સફર્ડ યોજનાને બહાને હાલની ફેડરલ સરકારની યોજનાના બીજ રોપાય છે. અને અસહકાર મારફત રાણીથીના ઢંઢેરાની સ્કીમની સરકાર રદ કરવા કરાવવાની હિલચાલ શરૂ થાય છે. અને નવી સરકારની – રાજ્યતંત્રની માગણી શરૂ કરાવાય છે.
રચનાત્મક રાજ્યતંત્ર માટે હેગ કૉન્ફરન્સમાં દરેક યુરોપીય રાષ્ટ્રોની એકસંપીની શરતો કાળી પ્રજામાં સ્વામિત્વ જમાવવા શરૂ થઈ હતી, પછી તેના નવા ફણગારૂપે નેશન ઑફ ધી વર્ડ ઊભી થયેલી છે. યુરોપીય સત્તા વધી, તેમ તેઓની એકતાસૂચક સંસ્થા પણ મોટી રચવી જ પડે.]
યંત્રવાદ અને વિજ્ઞાન આગળ વધે છે. તથા સરહદના રાજ્યો અને પ્રદેશોમાં વ્યાપાર, મિત્રતા અને સંધિવિગ્રહો તો આજે પણ ચાલ્યા કરે છે.
[૧૯૧૪ની લડાઈને હાલની સંસ્કૃતિની દૃષ્ટિએથી મહત્ત્વનું સ્થાન છે. અને તેમાં દરેક ગોરી પ્રજાને લાભ થયો છે. તથા લાભ થાય છે.]
આગળ વધેલાં વિજ્ઞાનો જે યુરોપવાસીઓને દેશો જીતવાના ઉપયોગમાં ન આવે તો તે શા કામના ? એટલે વિજ્ઞાનનો મોટો ઉપયોગ તો લશ્કરી શક્તિ વધારવા માટે જ હતો, પણ વિજ્ઞાનની લોકપ્રિયતા માટે તાર, ટેલિફોન, ફોનોગ્રાફ, રેડિયો વગેરેમાં પણ કરવો જરૂરી હોવાથી તેમાં અને બીજી વિવિધ બાબતોમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ તેનો ખરો ઉપયોગ લડાઈ માટે જ છે. એટલે લડાઈ થયા વિના વિજ્ઞાનની પ્રેકિટકલ પરિસ્થિતિ બરાબર સમજાય નહીં. એટલે ૧૯૧૪ની લડાઈ ઊભી થઈ.
હંમેશા લડાઈ, રમત, વેપાર, કોર્ટનો કેસ, બે મજબૂત પક્ષકારો વિના રંગમાં ચગે નહીં. બે પક્ષો સરખેસરખા જોઈએ જ. એટલે ૫૦-૫૫ વર્ષની એકાએક આખા યુરોપની શાંતિ એકદમ ભાંગી પડતી જોવામાં આવી. અને દુનિયામાં પહેલી વૈજ્ઞાનિક લડાઈ મોટા પાયા ઉપર મંડાઈ, જે તે લડાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org