Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૫૮૩
વિજ્ઞાન, શોધખોળો, લડાઈઓ વગેરેની મૂળ અસર આ અભેદ્ય કિલ્લો તોડવા માટે છે. નવી અને પ્રાચીન સંસ્કૃતિની લડાઈ છે. નવીનું મુખ્ય કેન્દ્ર બ્રિટિશ પાર્લમેન્ટની બુદ્ધિનો ખજાનો છે અને પ્રાચીનોનું કેન્દ્ર જૈનશાસન છે. આ બે ભાવ પદાર્થોની મુખ્ય અથડામણી છે. આ વાત અતિ સૂક્ષ્મ વિચારણા વિના સમજી શકાશે નહીં જ. માટે જૈનશાસનના સાચા ભકતોએ જેમ બને તેમ મન, વચન, કાયાથી આધુનિક સંસ્કૃતિનાં કોઈ પણ તત્ત્વોથી દૂર રહેવું અને ભારતીય સંસ્કૃતિનાં જે કાંઈ તત્ત્વો બચ્યાં હોય, શકય હોય, તેના અંગેઅંગની રક્ષા કરવી, તેને વળગી રહેવું. આ સિવાય બચવાનો બીજો કોઈ પણ માર્ગ જ નથી.
ઉન્નતિ, પ્રગતિ, ઉદય વગેરે માત્ર લલચામણા શબ્દો જ છે. અવનતિ અટકે, નુકસાન અટકે, ટકી રહેવાનું થાય તો પણ બસ છે. છતાં આ આખી વિચારણામાં કયાં ભૂલ થાય છે ? કયાં ઉન્માર્ગાનુસાર વિચાર છે ? તે સમજવા માટે તૈયાર છીએ, સમજાય તો સત્ય સ્વીકારવામાં હરકત નથી. કોઈ વિગત સમજવામાં ભૂલ થઈ હશે પરંતુ એકંદર સમ્યગ્દષ્ટિને દર્શનાચારની રક્ષા માટેની જે વિચારણા અત્રે મૂકવામાં આવી છે તે સંગત અને સત્ય લાગે છે.
માટે ન્યાય અને ધર્મનો સદા વિજય છે. કેટલાક લોકો કહે છે કે, પ્રતિક્રમણ કરવા જતાં વચમાં રસ્તામાં એક ગરીબ મરવા પડેલો હોય તો તેને બચાવવા રોકાવાનું કે ઉપેક્ષા કરીને પ્રતિક્રમણ કરવા જવું? આવા પ્રશ્ન તો બાળકોને જ હોય, આ બાબત પરસ્પર વિરોધી નથી હોતી. કેમ કે, ગરીબને બચાવવાની ભાવના પ્રતિક્રમણ-ધાર્મિક વિચારવાળાને જ થાય છે. એટલે બચાવવાની વ્યવસ્થા કરે અને પ્રતિક્રમણ કરી શકે છે, પરંતુ આ પ્રશ્નનું મૂળ દેશનો ઉદય પહેલો કરવો કે ધર્મનો ઉદય કરવો ? આમાંથી છે. દેશના કાર્યમાં ધર્મને હાલમાં બાજુએ રાખો” એ ફલિતાર્થ લાવવા ઉપરનો પ્રશ્ન પુછાય છે. તો વ્યકિતનો ઉદય પહેલાં કે દેશનો ? એ હિસાબે વ્યકિતનો પહેલો આવશે. પરંતુ, દેશના ઉદયમાં વ્યક્તિનો ઉદય સમાયેલો છે અને ધર્મના ઉદયમાં દેશનો, વ્યકિતનો, સમાજનો તો સર્વનો ઉદય સમાયેલા છે. એટલે તે દરેક ઉદયનાં મુખ્ય-ગૌણ અંગો જ છે. અને સૌનો ધર્મ સાચવીને ઉદય કરવા મહેનત કરવી, એ સત્ય જવાબ છે. પરંતુ આજની દેશનો ઉદય કરવાની હિલચાલ, દેશનો એટલે આપણો-આપણી પ્રજાનો ઉદય કરનાર નથી, અવનતિ કરનાર છે. માટે પ્રજાનો મોટો ભાગ તેમાં ભાગ લેતો નથી. તેથી તેમને દેશની કે પ્રજાની લાગણી નથી, એમ માનવાનું નથી પણ તેમાં લાભ જોવામાં આવતો જ નથી માટે તેમાં ભાગ લેતા નથી. દેશના ઉદયની વાત કરીને ધર્મથી દૂર રહેવાનો ઉપદેશ આપનારા પરદેશીઓના એજન્ટ તરીકે દેશના અને ધર્મના અહિત તરફ દોરવવાની યુકિત કરે છે, સિવાય તેમાં બીજો અર્થ જણાતો નથી.
ભારતમાં આર્યપ્રજાનું જ્ઞાતિઓ, મહાજન વગેરે સંસ્થાઓ મારફત રીતસર સંગઠન છે, પરંતુ તેમાં મુસલમાન વગેરે બહારની પ્રજાઓનો સમાવેશ થતો નથી. છતાં ખાસ પ્રશ્નોમાં જરૂર પડે તો મહાજનમાં તેમના આગેવાનોને બોલાવવામાં આવે છે.
એ સંગઠન તોડીને બહારની પ્રજાઓને પણ અહીંનાં પ્રજાજન તરીકેનો હકક અપાવા મિ. હ્યુમ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org