Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૬૪
પંચ પ્રતિક્રમણ સૂત્રો
નવાં નવાં સંસ્થાનો અને વસાહતો સ્થાપવાના લોભમાંથી યુરોપની પરસ્પર એકસંપી, યંત્રવાદ, આધુનિક વિજ્ઞાન તથા આધુનિક સંસ્કૃતિનો જન્મ થયો છે. જેના બળથી નબળી સંસ્કૃતિવાળી પ્રજાઓના પ્રદેશોમાં વસાહતો, સંસ્થાની સ્થાપી દીધાં છે, અને ત્યાં યુરોપીય વસ્તી વસવા માંડી છે, તે એટલી સત્તાથી ત્યાં રહે છે, કે તેમને સાંસ્થાનિક સ્વરાજ્ય પણ આપવામાં આવેલ છે.
યુરોપનાં ઘણાં ખરાં રાષ્ટ્રોએ દુનિયાના ઘણા ભાગોમાં પોતપોતાની શકિત પ્રમાણે જ્યાં જ્યાં અનેક સંસ્થાનો અને વસાહતો સ્થાપેલ છે, ત્યાં ત્યાં પરિણામે તે તે સ્થળોની મૂળ વતની પ્રજાઓ કયાંક સર્વથા, કયાંક ઘણો ખરો અને કયાંક થોડો ઘણો, નાશ થઈ ચૂકેલ છે. જ્યાં સર્વનાશ નથી થયો, ત્યાં ન થવાનાં બે કારણો જોવામાં આવ્યાં છે :૧. સંસ્થાનો અને વસાહતો સ્થાપનારાઓ હજુ તે સ્થળની પ્રજાઓનો સર્વનાશ કરવા જેટલી શકિતમાં
આવ્યા ન હોય પણ આવવાની તૈયારી કરી રહ્યા હોય. ૨. અથવા એ સંસ્થાન તરીકેનું સ્વરૂપ આપવાની તૈયારી કરવાના કાર્યક્રમોનો અમલ કરતાં પહેલાં
પ્રથમ, દરેકે દરેક બાબતો ઉપર કબજે કરવા માટે તે તે દેશવાસીઓની મદદ લઈને કબજો કરવાનો હોય ત્યાં સુધી તે તે દેશવાસીઓને કામ લાયક મેળવીને નવયુગની સુખ-સંપત્તિનો ભાગ આપે છે. તેથી કેળવાયેલા સિવાયના બીજા દેશવાસીઓને પણ પોતાના મૂળ જીવનથી મુકત કરીને નવયુગના જીવન તરફ લલચાવી શકાય છે. સ્વાર્થ હોય ત્યાં સુધી નવયુગની સર્વ પ્રકારની સામગ્રી, મોટા અધિકારો અને હોદ્દાઓ મારફત તથા ધંધામાં લાગવગ મારફત ભોગવવા દેવામાં આવે છે. પછી તો હરીફાઈમાં પછડાઈને તેઓ પાછળ પડી જાય છે, ને હાથ ઘસતા થાય છે. પછી તેઓ નથી મૂળ વતનીઓ સાથે ભળી શકતા કે નથી નવયુગના અગ્રેસરો સાથે સ્પર્ધામાં ટકી શકતા. આમ તેઓની ઉભયભ્રષ્ટતા થાય છે. અર્થાત વસાહત સ્થાપનારાઓને પોતાની વસાહત સ્થાપવામાં અમુક હદ સુધી મૂળ વતનીઓની મદદની જરૂર હોય ત્યાં સુધી તેને કેટલેક અંશે ટકાવવામાં આવે છે. એટલું જ નહીં પણ તેમને સારી રીતે પંપાળવામાં પણ આવે છે.
વસાહતો સ્થાપનારા મૂળ વતનીઓનો નાશ કરવા શું શું કરે છે ? તે અનેક ટાપુઓની પ્રસિદ્ધ હકીકતો ઉપરથી આપણે ઘણું સમજી શકીએ તેમ છીએ. તે, તે સાહિત્ય વાંચવાથી સમજી શકાશે. એટલે તે વિષે વિશેષ લખતા નથી. પ્રશ્ન માત્ર ભારત વર્ષ માટે હતો. અહીં પણ યુરોપવાસીઓનો પગદંડો તો છે જ. તે શા માટે છે ? વેપારને માટે છે ? રાજ્ય કરવા માટે છે કે ભારતવર્ષને વસાહત બનાવવા માટે છે? આ પ્રશ્નો વિચારવા આપણે માટે ગણા જ અગત્યના છે.
વસાહતનો અર્થ અને સમજી લેવો જરૂરી છે. વસાહતનો અર્થ હાલમાં એ જ જાણવામાં છે કે, “મૂળ વતનીઓનો શકયતા પ્રમાણે ધીમે ધીમે કે જલદી નાશ કરી યુરોપવાસીઓએ તેમાં વસવાટ કરી, તે દેશ પોતાનો બનાવવો અને પોતાના યુરોપીય મુખ્ય રાષ્ટ્રની છાયામાં રહીને ત્યાં સંપૂર્ણ પ્રજાકીય સાંસ્થાનિક સ્વરાજ્ય ભોગવવું. આનું નામ લોકશાસન : આનું નામ સંપૂર્ણ સ્વતંત્રતા. આ શબ્દોને યુરાપીય મુત્સદ્દીઓ પોતાના પારિભાષિક ઈષ્ટ અર્થ પ્રમાણે વાપરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org