Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પપ૬
પંચ પ્રતિકમાણસૂત્રો
આ પ્રમાણે આજની સંસ્કૃતિનો પાયો નૈતિક જીવન ઉપર છે, (એમ બહારથી કહેવામાં આવે છે. કેમ કે, અમને તો નીતિમાંયે હાલની સંસ્કૃતિ શિથિલ લાગે છે.) ત્યારે ભારતીય સંસ્કૃતિનો પાયો ન્યાયી જીવન ઉપર છે, જેથી એક બીજાની તુલના અશક્ય છે. છતાં પરસ્પર એકબીજાની નિંદા કરે છે. ન્યાયી જીવનનો આદર્શ પાળતી ભારતીય પ્રજા જ્યાં ન્યાયની રક્ષા કરવાની ફરજ આવી પડે, ત્યાં નીતિનિયમના ભંગની પરવા કરતી નથી. મોટા તત્વની રક્ષા માટે નાના તત્ત્વનો ભોગ આપવો ન્યાયસર છે, ત્યારે આધુનિક સંસ્કૃતિનો હિમાયતી તેવી ભારતીય વલણની પેટ ભરીને નિંદા કરશે.
તે જ પ્રમાણે આજની નીતિનિયમ ઉપર નિર્ભર રહેલી સંસ્કૃતિનો હિમાયતી નીતિનું રક્ષણ કરીને બેસી રહેવામાં ન્યાયના કેટલાયે તત્ત્વોનું ખૂન થઈ જતું જશે જ નહીં, તેની પરવા પણ નહીં કરે. ત્યારે ભારતીય સંસ્કૃતિનો હિમાયતી તેની ટીકા અને નિંદા કરશે જ. આમ આ બે સંસ્કૃતિઓ વચ્ચે ભેદ અને અથડામણી છે.
ઊંડે ઊતરીને તપાસ કરતાં કહેવું જ પડશે કે, “ન્યાય ઉપર જીવનનો પાયો રચવો એ ઉચ્ચ કોટિ છે.”
વળી, સંતજીવન સફળ કે નિષ્ફળ? અને સફળ, તો તેની આ જન્મમાં શી સફળતા ? યશ, માન, પૂજા વગેરે મળે તે સફળતા. પરંતુ જે તે દુ:ખ વેઠીને મળતી હોય તો તેને નાતિમાં સ્થાન નથી. સંતજીવન જીવનારાને કુદરતી રીતે જ મળી આવે છે. તો શું તેઓને બહિષ્કૃત ગણવા? નકામા ગણવા ? રાજાએ સારા થવું જોઈએ, એ બરાબર પરંતુ બહુ જ સારા શા માટે થવું ? કાયદાથી કે નીતિથી પકડી ન શકાય તેવા છૂપા માનસિક કે કાયિક પાપનો બદલો તો આ જીવનમાં ભોગવ્યા વિના પણ માનવ રાક્ષસ છૂટી જઈ શકે કે ? પરંતુ, પરમ સંતોના જીવનનાં અને માનવ રાક્ષસના જીવનનાં કાર્યોની સફળતા જન્માન્તર માનવાથી જ સિદ્ધ થશે. કોટ, કચેરીઓ ન પકડી શકે અથવા કાયદાની મર્યાદા બહાર હોય તેવા માનસિક ન્યાયના નિયમભંગના કે છૂપા નૈતિક ગુનાઓ કરનાર તેવા ગુનેગારોનું સંતો દિલ હલાવીને કબૂલ કરાવે અને તેનાં પ્રાયશ્ચિતો લેવડાવી માનસિક સજાઓ સ્વયં ભોગવવા તૈયાર થઈને શુદ્ધિ કરી લેવા સુધી પ્રયત્નશીલ બનાવી મૂકે છે. એ બધું જીવનમાં કયા નૈતિક ધોરણથી બને છે? આમ કુદરતી રીતે બને છે તેના ઘણા દાખલા છે. સારાંશ કે, આધુનિક સંસ્કૃતિ અપૂર્ણ અને માત્ર કામચલાઉ છે. જીવનના દરેક અંગોનો અને તત્વોનો ઉકેલ તેની પાસે નથી. ત્યારે ભારતીય સંસ્કૃતિમાં દરેક પ્રકારનો ઉકેલ છે.
આ વાત તેઓના સંચાલકો કેટલેક અંશે જાણે પણ છે, છતાં નૈતિક જીવનની હિમાયત કરે છે, અને તે એટલી હદ સુધી હિમાયત કરે છે કે, ન્યાયની સંસ્કૃતિનો ગમે તેટલો કચ્ચરઘાણ નીકળી જાય, તેની લેશમાત્ર પણ પરવા હાલમાં આ દેશમાં તો કરવામાં આવતી નથી, કેમ જાણે તેનો નાશ કરવાની જ દઢ પ્રતિજ્ઞા ના લીધી હોય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org