Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
દેશી રાજ્યોના કે સરકારી કે પ્રજાની દેખરેખ નીચે ચાલતા ગણાતા ખાતાંઓ મારફત જે જે આપણા જૈન પુસ્તક-પ્રકાશનો થાય છે, તેમાં નીચે પ્રમાણે અન્યથા યોજના જણાય છે.
૫૪૦
લખવાને બદલે છાપવું, છૂટા પાનાને બદલે પુસ્તક બાંધવું, દેશી કાશ્મીરી કાગળોને બદલે પરદેશી કાગળોનો વપરાશ, કાયસ્થ અને બીજી લખનારી જાતિઓ પાસે ન લખાવવાને બદલે છપાવવા વગેરે અન્યથા યોજનરૂપ મિથ્યાત્વનો અંશ આવે છે કે નહીં ? ભલે તે આપણા ધર્મના માન્ય પુસ્તકો હોય, છતાં પણ તેવાં પુસ્તકોની ખરીદી, વાચન વગેરેથી સમ્યક્ત્વવંતને અતિચાર લાગે કે અનાચાર લાગે ? તેનો નિર્ણય પૂજ્ય આચાર્ય મહારાજાઓ પાસેથી આપણે જાણી લેવો જોઈએ. અલબત્ત, આપણા પ્રાચીન અને આપણને માન્ય પુસ્તકો હોવા છતાં પણ તેનું ઉપર પ્રમાણે અન્યથા યોજન થાય છે. અને તેની પ્રસ્તાવનાઓ તો આધુનિક રંગે જ રંગાયેલી હોય છે, તે ટૂંકી કે લાંબી ગમે તેવી હોય, પરંતુ એ પ્રસ્તાવના એ મૂળ ગ્રંથને પણ આધુનિક ઉપયોગનું સાધન બનાવીને તેનો ઉદ્દેશ અને સ્વરૂપ બદલી નાંખે છે. મેક્ષમુલરે વેદો છપાવ્યા, તે બ્રાહ્મણોની પરંપરા માટેના ઉપયોગ માટે નહીં, પરંતુ તેઓના આધુનિક રાષ્ટ્રીય હિતમાં આ દેશની પ્રજાનો પ્રાથમિક ચાહ અને સહકાર લેવા તથા તે દૃષ્ટિથી સંશોધન ખાતાંઓમાં કામ કરતા વિદ્વાનોને સગવડ આપવા તેમણે પ્રસિદ્ધ કરેલા છે, નહીં કે વૈદિક અનુયાયીઓની માફક વેદો તરફની ઈશ્વરપ્રોફ્તત્વ ભકિતથી પ્રસિદ્ધ કરેલા છે.
એટલે ગ્રંથ ગમે તેનો અને ગમે તેવો પ્રાચીન હોય, પણ તેની પ્રસ્તાવનાઓ તેને આધુનિક સંસ્કૃતિના ઉપયોગના બનાવી દે છે.
અને તેના ઉપરના સંશોધનનો પણ આધુનિક સંશોધનની દૃષ્ટિથી થાય છે, નહીં કે પરંપરાની દૃષ્ટિથી. હાલનાં સંશોધનોથી ગમે તેટલી ખરાબ અસર પરંપરા ઉપર થાય, તેની પરવા તેઓને હોતી જ નથી પરંતુ, જરા વધારે ઊંડા ઊતરીને કહીએ તો એ પરંપરાના વિચારો, પરંપરાની જીવનસરણિ ઉપર જેમ વધારે ફટકો પડે, તેમ સંશોધન વધારે સચોટ અને માનપાત્ર ગણવામાં આવે છે. આજના એવા સંશોધનની પ્રતિષ્ઠા વધુ મહત્ત્વની ગણાવ છે, એટલે સંશોધનો, સમલોચનાઓ, ટિપ્પણો, ટીકાઓ વગેરે આ દૃષ્ટિબિંદુઓથી થાય છે. તે શાસ્ત્રોમાં આત્મા, પુનર્જન્મ, સર્વજ્ઞ, પરલોક, દેવસૃષ્ટિ વગેરે વિધાનોને પ્રાચીનોની માન્યતારૂપે માત્ર એમ ને એમ બાજુએ રહેવા દઈ, તેના ઉપર કદાચ કાંઈપણ ટીકા કર્યા વિના જ આધુનિક સંસ્કૃતિને બંધબેસતું હોય, તે ઉપર વધારે લખાણ કરીને વાચકોનું ધ્યાન તે ઉપર વધારે કેન્દ્રિત કરે છે, અને પેલી બધી મહત્ત્વની વસ્તુઓને તદ્દન ગૌણ બનાવી દેવામાં આવી હોય છે કે, જેમ જેમ સંશોધક ખાતાંઓ પ્રચારમાં આવતાં જાય છે, તેમ તેમ વધુ ને વધુ એ પરંપરાની વસ્તુઓ પાછળ પડતી જાય છે. ઊછરતી પ્રજા તેનાથી દૂર ને દૂર ખસતી જાય છે. કેમ કે, નિશાળોમાં પણ એને જ અનુસરતાં પાઠ્યપુસ્તકો શીખવવામાં આવતાં હોય છે. પ્રૌઢ માણસો પોતાના શાસ્ત્રગ્રંથનું નામ સાંભળીને તેમાં દોરવાય છે. અંદરની વસ્તુસ્થિતિની તેઓને માલૂમ હોતી નથી.
કલકત્તાથી નીકળતી સિંઘી જૈન ગ્રંથમાળામાં જૈન ધર્મના પ્રાણભૂત સર્વજ્ઞત્વ ઉપર જ અશ્રદ્ધાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org