Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૪૯૭
જે કથ્ય જરૂરી હોય, તે આપીને પછી પોતે આહાર કરતા હતા.”
જેમ છૂટા રહીને અતિથિ સંવિભાગ થઈ શકે છે તેમ પોસહમાં પણ ત્યાગરૂપમાં સામાયિક ઉચ્ચરવા છતાં પણ અતિથિ સંવિભાગ થઈ શકે. માત્ર બે ઘડીના સામાયિકમાં ટૂંકો વખત હોવાથી તેમાં અતિથિ સંવિભાગ કરવાનું બની શકે નહીં. કેમ કે, તે વખતે પોતાને પણ આહારનો ત્યાગ છે. તેથી અતિથિ સંવિભાગ ન બની શકે. પરંતુ પોસહ, ઉપધાન વગેરેમાં સામાયિક સાથે હોય, તો પણ તેમાં અતિથિ સંવિભાગ બની શકે છે.
હવે દેશાવ, પોસહ અને અતિથિ સંવિભાગ એ ત્રણેય સામાયિક સાથે જોડાય છે, ત્યારે તેઓ ઉત્કૃષ્ટ હદે પહોંચી જાય છે.
સામાન્ય રીતે દરેક ધાર્મિક ક્રિયાની જાહેર પ્રવૃત્તિ તો ઉત્કૃષ્ટ હદે જ શરૂ રહેવી જોઈએ. પછી જીવ વિશેષને ધ્યાનમાં લઈને તેમાં જે ભાગ મધ્યમ હદના દરજજા ઉપર હોય, તેને સંજોગ વિશેષમાં તે પ્રમાણે અમલ કરવા દેવો પડે. એટલે શાસ્ત્રકાર ભગવંતોએ તે દરેકને માટે માર્ગ બતાવવા પડે છે, જે પોસહના ૮૦ ભાગમાંથી સમજાશે. તેથી કોઈપણ પોતાની મેળે ૮૦ ભાંગામાંના કોઈપણ મધ્યમ ભાંગે પણ આચરણ કરી શકે નહીં.
એટલે પોસહની પ્રવૃત્તિ તો મૂળથી જ ઉત્કૃષ્ટ ભાંગે સર્વથી જ જાહેરમાં અમલ રૂપે શરૂ જ છે. અને હાલ પણ તે પ્રમાણે સામાયિક સાથે ખાસ કોઈ જીવને ઉદ્દેશીને દેશથી આહાર સિવાય સર્વથી જ પ્રવર્તે છે. સામાન્ય રીતે પોસહ શબ્દ શ્રાવકના આ રીતના અગિયારમાં વ્રત તરીકે રૂઢ છે.
પોસહમાં આવશ્યકનાં કર્તવ્યો
૧. પોસહવિધિ અને પોસહનું સ્વરૂપ વાંચતાં-પોસહમાં કેવળ ત્યાગ અને સામાયિક પદથી આત્મવિકાસમાં લીન થવાનું હોય છે. સામાયિક. ૧ ,
૨. તમામ પ્રકારે એટલે શ્વાસ લેવા જેવી ક્રિયા સુધીમાં પણ ગુરુ આજ્ઞાને પરતંત્ર રહેવાનું હોય છે. ગુરુવંદન-૨.
૩. તીર્થંકર પરમાત્માનું સાંનિધ્ય-ત્રણ વખતના દેવ વંદન, સાત ચૈત્યવંદન અને પ્રતિક્રમણ આદિમાં આવતાં દેવવંદનો, સ્તુતિઓ, નમુત્થણ વગેરેથી સમજવાનું છે. તેમજ દરેક ઇરિયાવહિયંમાં લોગસ્સથી તો ચતુર્વિશતિ જિનનું સાંનિધ્ય અખંડ જળવાય છે. ચતુર્વિશતિસ્તવ-૩.
૪. છૂટા વખતમાં પાંચ પ્રકારનો સ્વાધ્યાય-આત્મચિંતન-જાપ વગેરે કરવાનું હોય છે. કાયોત્સર્ગ-૪.
૫. જરૂરી કામ વિના બહાર જવાનું બંધ હોય છે. કેમ કે, નિશીહિ કહીને અંદર પ્રવેશ કરાય છે અને જરૂરી કામ માટે નીકળતી વખતે આવસ્સહી કહીને જ નીકળાય છે એટલે દહેરા કે પોસહશાળામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org