Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૪૫
તે રીતે સામાયિકના સર્વે અંકોમાં પ્રથમ ત્યાગ આવે છે. અને સાથે જ સંવર અને નિર્જરાત્મક આત્મવિકાસ કરવાનાં સાધનોની યોજના હોય છે. માટે ત્યાગ એ આત્મવિકાસનું દ્વાર છે.
પરંતુ જેઓ એકદમ સર્વનો ત્યાગ કરી શકતા નથી તેમને ક્રમસર ત્યાગ કરાવવો જોઈએ. એ દૃષ્ટિથી આત્મવિકાસ માટે ત્યાગ કરાવવાના પણ ચડતા ઊતરતા દરના અનેક પ્રકારો ગોઠવી જૈનશાસકારોએ પોતાની વ્યવહારુ યોજના શક્તિનો જગમાં અપૂર્વ દાખલો પૂરો પાડ્યો છે. પહેલાં પાંચ અણુવ્રતથી બિનજરૂરી સર્વવસ્તુઓનો ત્યાગ થાય છે. અને ત્રણ ગુણ વ્રતથી-જીવનમાં ખાસ જરૂરી લાગતી વસ્તુઓની છૂટ રાખી હોય, તેનો પણ જુદાં જુદાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના સંજોગોમાં ત્યાગની યોજના ગોઠવી છે. અને ચાર શિક્ષાવ્રતોમાં તો તેમાંથીએ અમુકની જ માત્ર સકારણ છૂટ રખાવી, લગભગ સર્વસંયમની ભૂમિકા સુધી લઈ જઈને ઘણા ત્યાગ સાથે આત્મસાધનાના ક્ષેત્રમાં કેટલેક અંશે-સંગીન અંશે પ્રવેશ કરાવે છે. આત્મસાધનાના ક્ષેત્રમાં સંગીન રીતે પ્રવેશ કરવાની તાલીમ લેવા માટે ગોઠવાયેલા હોવાથી એ ચાર શિક્ષાવ્રત કહેવાય છે.
એટલે સામાયિક, દેશાવગાશિક, પૌષધ અને અતિથિ સંવિભાગ તો જ્યારે આચરે ત્યારે તેનું પાલન થાય છે. પરંતુ જિંદગીમાં, વર્ષમાં કે દરરોજ તે ચાર કેવી રીતે અને કેટલા કરવા ? તેનો પોતે નિયમ કરે છે, તે પ્રમાણે ગુરુ મહારાજ આગળ કબૂલાત આપી, પ્રતિજ્ઞા લઈ, તે રીતે તે ચાર વ્રત ઉચ્ચરાય છે. અને તેને બાર વ્રતમાં સ્થાન છે. જેમ કે “બાર મહિનામાં ૫૦ કે મહિનામાં ૧૦ કે દિવસમાં ૫ કે તેથી ઓછા સામાયિક કરીશ.” એવું વ્રત લેવું તે સામાયિક વ્રત. એ જ પ્રમાણે “દિશાવગાશિક, પોસહ અને અતિથિસંવિભાગ આટલા કરીશ.” એટલે વિધિપૂર્વક અતિથિસંવિભાગ કરવાની પ્રતિજ્ઞાનો જ ૧૨ મા વ્રતમાં સમાવેશ થાય છે. પરંતુ હમેશ સુપાત્ર દાન દેવાની ગૃહસ્થની સામાન્ય ફરજ છે. નહીંતર તેને ધન-સંપત્તિ રાખવાનો અધિકાર રહેતો નથી.
[હાલમાં જૈનોને કેટલાક પાંચમા પરિગ્રહ વ્રતનું સ્મરણ કરાવી “જૈનોએ પરિગ્રહ ઓછો રાખવો જોઈએ.” એમ જે કહેવાનો ચાલ શરૂ થયો છે, તે પરદેશીઓના સ્વાર્થમાંથી શરૂ થયેલ છે. આ દેશમાં તેઓએ વસવાટ કરી તમામ ધંધા હાથ કરવાના છે, તેમાં જેઓ પાસે પૈસા હોય તેઓ ધંધામાં આડે ન નડે. માટે આ દેશની પ્રજાને હજ વધુ ગરીબ કરવા માટે એ કૃત્રિમ ઉપદેશ છે. આવી કોઈ પણ સ્વાઈની વાત ફેલાવતાં તેઓ લોકોને માન્ય થાય તેવી શાસ્ત્રની વાત શોધી કાઢે છે. કેળવણીના પ્રચાર વખતે પણ શાસ્ત્રોમાં જ્ઞાનાભ્યાસ માટેનાં જેટલાં પ્રેરક વાકયો હતાં તે સર્વનો ઉપયોગ આધુનિક કેળવણીના પ્રચારમાં કર્યો હતો. એમ દરેક પ્રવૃત્તિમાં સમજવાનું છે. વિધવાવિવાહ, છૂટાછેડા, મરીનથી ખેતી, એકપત્નીપણું વગેરે કાયદાઓ માટે પણ પ્રાચીન શાસ્ત્રોમાંથી-જુદા આશયથી હોવા છતાં-વાકયો, લોકો શોધી કાઢ્યાં છે. કેમ કે, તે વિના અહીંની પ્રજા કબૂલ રાખે નહીં. અને સુધારક ગણાતા-એટલે તેઓના હેતુઓના પ્રચાર કરનાર-દેશી લોકો એ વાતો પ્રજામાં આગળ ઘરે. તેથી કેટલાક તો તેમાં ફસાય. એમ અનુક્રમે પ્રચારકાર્ય આગળ વધે છે.
એટલે શાસ્ત્રકારો ત્યાગબુદ્ધિ અને આત્મવિકાસની ખીલવટ માટે દરેકને ઉપદેશ આપે છે. જ્યારે હાલનો જડવાદ અને પરદેશી ધંધાર્થીઓ અને સ્વાર્થી લોકો પોતાના સ્વાર્થમાં તે દરેકનો અર્થ ખેંચી લઈ જઈ પ્રજામાં ફેલાવે છે. સાધર્મિક વાત્સલ્ય, દાન પોતાના સાધર્મિકોના-દેશબાંધવોના ઉદ્ધાર માટે મહાશ્રાવકોને ધન ખર્ચવાનો સચોટ શબ્દોમાં ઉપદેશ શાસકારોએ આપેલ છે. તેનો ઉપયોગ આજે દવાખાનાઓ, બોર્ડિંગો, અનાથાશ્રમો વગેરેમાં ખેંચી જવાનો અને પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org