Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
પરદેશીઓએ અહીં આવીને દરેક બાબતનું પ્રમાણ માગ્યું. પ્રમાણો મળ્યાં. પરંતુ તે વખતે જેટલાં પ્રમાણો સ્વીકારવાથી પોતાને લાભ હતો, તેટલાં સ્વીકાર્યાં. અને જેને જેને પોતે પ્રમાણભૂત ન સ્વીકાર્યાં તે સુતત્ત્વોનેય ત્યાજ્ય ગણી પ્રજા પાસે ત્યાગ કરાવ્યો, કરાવવા મહેનત કરી. પાછળથી જેમ જેમ પોતાનું બળ વધતું ગયું, તેમ તેમ બીજા મુદ્દાઓને પ્રમાણભૂત માનતા ગયા, પરંતુ પ્રથમ અપ્રમાણભૂત મનાયેલી બાબતોથી પ્રજાને જે નુકસાન થયું હોય, અને પરદેશીઓને જે ફાયદો થયો હોય, તે તો કાયમ રહી જાય જ.
દાખલા તરીકે : ‘‘જૈનધર્મ બૌદ્ધ ધર્મનો ફાંટો છે.” એમ વાત કરી. એટલે અહીંના દેશવાળા અને કોઈ કોઈ તે મતના જૈનો પણ તેમ માનતા થયા. પછી ‘“જૈનધર્મ સ્વતંત્ર ધર્મ છે. પરંતુ તે મહાવીર સ્વામીથી શરૂ થયો છે.'' એટલે બીજા તીર્થં નથી થયા. એવો કેટલાકના મનમાં ભાસ થયો હોય, અને તેની સેવા મૂકી દીધી હોય, તેનું તેને નુકસાન થાય, પછી “પાર્શ્વનાથ તો થયા છે.’ પણ બાકીના બાવીસ નથી થયા. એવો ભાસ ઊભો કર્યો એટલે ૨૨ની સેવાથી વંચિત ઘણા જીવો રહે.
૫૩૩
કાળાન્તરે દરેક વસ્તુઓ માટે લેખિત અને કસોટીમાંથી પસાર કરી શકાય તેવાં પ્રમાણો મળી શકે નહીં. કેટલાકના પુરાવા નષ્ટ થયા હોય, છતાં હકીકત સાચી હોય, તેને પુરાવાના અભાવમાં ખોટી માની શકાય નહીં. કેટલાક પુરાવા લોકોકિતમાં હોય છે, પરંપરાની જનશ્રુતિમાં પણ ગૂંથાયા હોય છે. લોકોના માનસિક વિશ્વાસ, શ્રદ્ધા તથા ભક્તિમાં સંગ્રહાયા હોય છે, આચારમાં, રિવાજમાં ગૂંથાયા હોય છે, જીવનમાં ગૂંથાયેલી રૂઢિમાં કાયમ થઈ ગયા હોય છે, જીવનવ્યવસ્થામાં પણ ઓતપ્રોત થાય હોય છે, અથવા અમુક પ્રકારનું જીવન જ અમુક પૂર્વ પરંપરાનું પરિણામ હોય છે. અને તે સર્વ પૂર્વપરંપરાની હયાતી હોવાના પુરાવારૂપે હોય છે. માત્ર ‘‘શિલાલેખો, તામ્રપત્રો, સિકકાઓ, પાળિયાઓ, ગ્રંથોનાં લખાણો જ પુરાવા હોઈ શકે, બીજું કોઈ પુરાવારૂપે ન હોઈ શકે.” એમ કહી શકાય જ નહીં.
અને ધારો કે, આજના ઐતિહાસિકોમાંના મુખ્ય વિદ્વાનો એ સર્વનો ય આજે ઐતિહાસિક પુરાવાના સાધનો તરીકે સ્વીકાર કરે, તો પણ આજસુધીના અસ્વીકારથી આ દેશની પ્રજાને જે નૈતિક, આર્થિક, શારીરિક, પ્રજાકીય, રાજ્ય, નુકસાન થયું હોય, તેના જવાબદાર કોણ ? અને સાથે આ દેશના તદ્દનુયાયીઓએ પણ પોતાના દેશને, પોતાના બાંધવોને, પોતાની પ્રજાને, નુકસાન કરવામાં ભાગ ભજવ્યો ગણાય ? કે ન ગણાય ? વાસ્તવિક રીતે તો ગણાય જે.
દાખલા તરીકે - મારી પાંચ પેઢીથી કુળપરંપરાથી હું એક ઘર વાપરું છે, તેનો દસ્તાવેજ ખોવાઈ ગયો છે અથવા થયો જ નથી. પરદેશીઓએ આવીને કહ્યું કે, “જેનું જે હોય, તે રજિસ્ટર કરાવી પાકું કરાવી લો.' તેનો અર્થ એ થાય કે, “રજિસ્ટર પાકું ન થયું હોય, તેનો આ દેશનો માલિક કોઈ ગણાય નહીં ત્યારે તે કોનું ? તે સત્તાનું. પણ સત્તા પાસેથી તો કોઈ રજિસ્ટર દસ્તાવેજ માંગી શકે નહીં. આ સ્થિતિમાં ખરી રીતે શાશ્વતું મારું ઘર છતાં દસ્તાવેજ રજૂ કરી ન શકવાને લીધે મારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org