Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૪૯૩
અપ્રતિલેખિત-દુષ્પતિલેખિત-ઉચ્ચાર-પ્રસ્ત્રવાણ ભૂમિ- લઘુનીતિ વડી નીતિની ભૂમિ બરાબર પ્રતિ લેખે - જુવે નહીં. પ્રતિ લેખે તો જેમ તેમ પ્રતિ લેખે. (૪) અપમાર્જિન-દુષ્પમાર્જિતઉચ્ચાર-પ્રસવણ ભૂમિ- લઘુનીતિ વડી નીતિની ભૂમિ બરાબર પ્રમાર્જ નહીં, પ્રમાજે તો જેમ તેમ પ્રમાર્ચે. (૫) પૌષધોપવાસવ્રતાનનુકાન- પોસહની દરેક ક્રિયા સંપૂર્ણ વિધિ પ્રમાણે ન કરે, પારણાની ચિંતા કરે, ઘેર જઈ ઘરના સાવદ્ય કામ કાજની વિચારણા-ગોઠવણો કરે, અને ૧૮ દોષ ટાળે નહીં.
ધર્મસંગ્રહમાં નીચે પ્રમાણે અતિચારો બતાવ્યા છે (૧) અપ્રત્યુપેક્ષિત- દુપ્રત્યુપેક્ષિત - અપ્રમાર્જિત- દુષ્પમાર્જિત પ્યા- સંસ્તારક વસત્યાદિક. (૨) અપ્રત્યુપેક્ષિત – દુપ્રત્યુપેક્ષિત-અપ્રમાર્જિત-દુષ્પમાર્જિત આદાન-નિક્ષેપ. (૩) અપ્રત્યુપેક્ષિતદુપ્રત્યુપેક્ષિત-અપ્રમાર્જિત-પ્રમાર્જિત-ઉચ્ચારરૂપઅસ્ત્રવણ વિ. ત્યાગ. (૪) પૌષધવ્રતપૌષધવ્રતવિધિ અનાદર. (૫) અસ્મરણ-પોસહ કરવાનાં દિવસનું, વિધિઓનું, તેમાં કરવાનાં વ્રતોનું તેના લેવા-પારવાના વખતનું વિસ્મરણ થવું તે.
શ્રાવિકાઓ માટે વિશેષતા ૩૬. શ્રાવિકાઓએ શ્રાવકો પ્રમાણે જ બધું કરવાનું હોય છે. પરંતુ શ્રાવિકાઓએ શ્રાવકો કરતાં જુદી
જ પૌષધ શાળામાં કે સાધ્વીજી મહારાજ પાસે બધી ક્રિયા કરવાની હોય છે. ગુરુ મહારાજ પાસે પોસહ ઉચ્ચરવા આવે, તો પડિલેહણ ઘેર કે શ્રાવિકાઓની પોસહ શાળામાં કે સાધ્વીજી મહારાજ પાસે કરેલું હોવું જોઈએ. પોસહ ઉચ્ચરવા, વંદન માટે, વ્યાખ્યાન શ્રવણ કરવા, શ્રાવિકાઓ પુરુષોની વસ્તી ઉપાશ્રયમાં આવી શકે છે. અને ગુરુ મહારાજનો યોગ હોય, તો રાઇઅ મુહપત્તિ પડિલેહવા પણ ગુરુ મહારાજ પાસે અવશ્ય આવવું જોઈએ.
મુહપત્તિ પડિલેહણમાં જણાવ્યા પ્રમાણે દશ બોલ સિવાય ચાળીસ બોલથી શ્રાવિકાએ મુહપત્તિ અને શરીરની પડિલેહણા કરવાની હોય છે. શ્રાવિકાઓએ પડિલેહણમાં મુહપત્તિ કટાસણું - સાડી – ઉત્તરીય કંચુક અને સાટક-ચણિયો પડિલેહવાના હોય છે. અને વડીલની સાડી ઉત્તરીય પડિલેહણા પડિલેહવાવોજીના આદેશ વખતે પડિલેહવી અને ઉપધિ પડિલેહઉના આદેશ વખતે બાકીનાં વસ્ત્ર પડિલેહવાનાં હોય છે.
શ્રાવિકા સાંજે - મુહપત્તિ, કટાસણું સાડિય, કંચુક ને ઉત્તરીય એ ક્રમથી પડિલેહણા કરે. કટાસણા પછી ચરવળો પડિલેહાય અને શ્રાવિકાને કંદોરો રાખવાનો નથી, કેમ કે ચણિયાનું નાડું તેમને કંદોરા સ્થાને ગણી લેવામાં આવ્યું હશે. અને ઉપવાસવાળા શ્રાવકોને જેમ કંદોરો, ધોતિયું, પ્રથમ પડિલેહણામાં પડિલેહવાના ન હોય તે પ્રમાણે શ્રાવિકાઓને પણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org