Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિમાગસૂત્રો
૩૭. સામાન્ય રીતે પોસહ આઠમ ચૌદશ વગેરે મોટી તિથિએ પર્વદિવસે ખાસ કરવાની શાસ્ત્રમાં ભલામણ
છે. પરંતુ પાંચેય મોટી તિથિએ કે બારતિથિએ કે રોજ કોઈ કરે, તો તે માટે શાસ્ત્રમાં નિષેધ નથી. પણ જેટલો કાળ પોસહમાં જાય તેટલો સારો ગણેલ છે.
પોસહ વ્રત પાલન
તીર્થંકર પરમાત્માઓએ મહાસામાયિકમય જીવન જીવી મોક્ષ પ્રાપ્ત કરેલ છે. તે રીતે અનેક મુમુક્ષ છવોએ સર્વ સંયમરૂપ મહાસામાયિક સ્વીકારી મોક્ષ, અને તે ન મેળવી શકાયેલ હોય, તો વચ્ચે ઉચ્ચગતિઓ પ્રાપ્ત કરેલ છે. અને વ્યાવહારિક જીવન ન છોડી શકવા છતાં સંયમી જીવનના ખપી શ્રાવક અવસ્થામાં રહેવાની ઈચ્છાવાળા જીવોએ વ્યાવહારિક જીવનમાં રહીને આચરી શકાય, તેવા સામાયિકમય ગૃહસ્થધર્મનો યથાશકિત લાભ લેવા અનેક શ્રાવક-શ્રાવિકાઓએ મહાસામાયિકની લગભગ વાનગી રૂપ મધ્યમ સામાયિક કર્યા છે અને કરે છે.
બારવ્રત પણ એક જાતનું સામાયિક છે. ત્રણ ગુણવ્રત પણ એક જાતનું સામાયિક છે. છતાં ચાર શિક્ષા વ્રતો-તે ખાસ મહાસામાયિક શીખવાને માટેના ખાસ સામાયિકો છે. કેમ કે, તેથી મહાસામાયિકની નજીક વધારે પહોંચી જવાય છે. માટે જ મહાસામાયિકનું શિક્ષણ આપતા હોવાથી તેને શિક્ષાવ્રતો કહ્યાં છે.
સામાયિકમાં આત્માનું અનુસંધાન અને ત્યાગ મુખ્ય છે. બાલ જીવોને આત્માનુસંધાન એકાએક મુશ્કેલ હોય છે. એટલે આત્માનુસંધાન એ મુખ્ય સામાયિક છતાં બાળ જીવો માટે ત્યાગ અંગને પ્રથમ વધારે પ્રધાનતા આપવી પડે છે. જેમ જેમ ત્યાગ ઉત્કટ થતો જાય, અંધકાર બળાત્કારપૂર્વક દૂર કરાતો જાય, તેમ તેમ આત્મપ્રકાશને વધુ ને વધુ અવકાશ મળતો જાય. અને સંપૂર્ણ ત્યાગ સિદ્ધ થતાં આત્મપ્રકાશનો પણ ખૂબ સારી રીતે દઢ પાયો રોપી શકાય છે. અને પછી આત્મરમંણતામાં જ વધુ ને વધુ આગળ વધવાનું થાય છે. “જૈન ધર્મમાં એકલો ત્યાગ જ છે. પરંતુ, આત્મજ્ઞાન-આત્મવિકાસ માટે કાંઈ સાધન જ નથી.” એમ કોઈ કહે તો તે યોગ્ય નથી. પરંતુ બાળ જીવોને આધ્યાત્મિક પ્રગતિમાં મૂકવા પ્રથમ ત્યાગથી જ તેની શરૂઆત કરી શકાય છે. અને પછી સદવલંબન, સમ્યકત્વ, સંયમસ્થાનો, દેશવિરતિ, પ્રમત્ત સંયમ, અપ્રમત્ત સંયમ, ઉપશમ અને ક્ષાપક શ્રેણિ કૈવલ્ય, શૈલેશી અવસ્થા વગેરે આત્મવિકાસનાં જ પગથિયાં છે.
બાળ જીવને શિક્ષણ આપવા માટે ઘેરથી નિશાળે લઈ જવો પડે છે અને તેથી વિશેષ વિદ્વાન બનાવવો હોય તો, ગામ છોડાવીને વિદ્યાના સંગીન વાતાવરણવાળા ક્ષેત્રમાં લઈ જવો પડે છે. ઘરથી, ગામથી કે સગાંવહાલાંથી છૂટો ન પાડીએ, તો ગમે તેટલી મહેનત કરવા છતાં તે વિદ્વાન થઈ શકે જ નહીં, કેમ કે તેની ઈચ્છા છતાં આજુબાજુના સંજોગો તેનો વખત લે. મન ખેંચાઈ જાય તથા બીજા કાર્યમાં રોકી રાખે. અને અભ્યાસ માટે અવકાશ રહેવા દે નહીં. એટલે પહેલાં એ સર્વ વસ્તુને છોડાવવી પડે જ-ત્યાગ કરાવવો પડે જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org