Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૯૦
પંચ પ્રતિકમાણસૂત્રો
પોસહમાં ઉપયોગી બીજી પરચૂરણ હકીકતો ૧. ચાર પ્રકારના પોસહના દેશથી અને સર્વથીના એક સંયોગી, દ્વિસંયોગી, ત્રિસંયોગી અને ચતુઃસંયોગી
વિકલ્પો કરતાં પોસહના ૮૦ ભાંગા થાય છે. ૨. પરંતુ માત્ર ૧ આહાર પોસહ દેશથી અને બાકીના ત્રણ સર્વથી. અથવા આહાર પોસહ પણ
સર્વથી અને બાકીના ત્રણ પણ સર્વથી. એ બે વિકલ્પો હાલ પૂર્વાચાર્યની પરંપરાએ પોસહ કરવાની
પ્રવૃત્તિ પ્રવર્તમાન છે. ૩. અષ્ટમી, ચૌદશ તથા બીજી પર્વતિથિએ તથા મોટા પર્વ દિવસોમાં તથા જ્યારે ભાવના થાય
ત્યારે પોસહ કરી શકાય છે. પરંતુ પર્વ દિવસોમાં ખાસ કરવો જોઈએ. ૪. જિનમંદિરનો જોગ હોય, તો જિનપૂજા કરીને પણ પોસહ લઈ શકાય છે. ૫. દિવસનો પોસહ કરનારે, જાવ દિવસે, રાતનો પોસહ કરનારે જાવ શેષ દિવસ રd, રાતદિવસનો
પોસહ કરનારે જાવ અહોરાં, એ પ્રમાણે કરેમિ ભંતે ! પોસહમાં બોલવું. ૬. ચઉવિહાર ઉપવાસ કરનારે આહાર પોસહં સબઓ બોલવું. અને તેથી ઊતરતું તિવિહાર ઉપવાસ
આયંબિલ અને એકાસણું કરનારે આહાર પોસઈ દેસઓ બોલવું. છે. ચરવળા વગેરેના પડિલેહણના બોલો મુહપત્તિના શરૂઆતના બોલો જેમાં જેટલા કહ્યા હોય,
તેટલા લેવા. ૮. સ્ત્રીઓએ તે મુહપત્તિ પડિલેહણમાં-કપાળના ૩-હૃદયના ૩ અને બે હાથના બળે ૪ એમ ૧૦
બોલ વર્જીને ૪૦ થી મુહપત્તિની પડિલેહણા કરવી. ૯. પોસહમાં કોઈ પણ જાતના દાગીના ઘરેણાં પહેરવાં નહીં જોઈએ. ૧૦. કંદોરો પણ સૂતરનો પહેરવો અને તે બે પડિલેહણામાં છોડીને બાંધ્યા પછી ઈરિયાવહિયં પડિકકમવા. ૧૧. કોઈ પણ વખતે ચરવળો પડી જાય કે ડાંડી ખખડે, કે આડ પડે, કે કયાંય ગયા આવ્યા હોઈએ,
કે કોઈ પણ ક્રિયાની શરૂઆત કરતાં પહેલાં ઇરિયાવહિયનું પ્રતિક્રમણ કરવું. ૧૨. અને સો ડગલાં ઉપરાંત જવું આવવું થયું હોય, ત્યાં ગમણાગમાણે આલોવવા. ૧૩. કયાંય પણ ઉપાશ્રય કે પોસહ શાળાથી બહાર જવું હોય, ત્યારે કે-દહેરાસરમાંથી બહાર નીકળવું
હોય ત્યારે ત્રણ વખત આવસ્સહી કહેવું, અને દહેરામાં કે ઉપાશ્રયમાં પ્રવેશતાં નિશીહિ ત્રણ
વાર કહેવું. ૧૪. ત્યાગ કરવા લાયક કોઈ પણ વસ્તુ પરઠવતાં આણુજાણહ જસુગ્રહો કહેવું અને તે પાઠવ્યા
બાદ વોસિરે વોસિરે ત્રણ વાર કહેવું. ૧૫. પડિલેહણા પડિલેહણાનો આદેશ મુખ્યપણે સ્થાપનાચાર્ય પડિલેહવા બાબતનો છે. ગુરુ મહારાજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org