Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૪૮૫
આહાર કરતાં મૌન જાળવવું, જરા પણ બાકી મૂકવું નહીં, જમતાં પાણી પીધા વિના બોલવું નહીં, કેમ કે, તેથી જ્ઞાનની આશાતના થાય, જે ચીજો પીરસી હોય, તે માટે વાપરો એમ કહે, પછી વપરાય. કોઈ પણ સચિત્ત કે પાપડ વગેરે અવાજ થાય તેવી ચીજ જ વાપરવી, બચકારા ન બોલાવાય, સૂરસૂર અવાજ ન કરાય, જમતાં ઉતાવળ ન કરાય, અત્યન્ત વાર પણ ન કરાય.
આહારમાંથી કાંઈ પણ ન છોડવું, થાળી વગેરે ધોઈને પી જવું, અને થાલી, વાટકા વગેરે લૂછીને સાફ કરી નાંખવા, જેથી પાછળથી ઊટકવા વગેરેથી ક્રિયા ન લાગે, આ વિધિ છે.
ઊઠતાં તિવિહારનું પ્રત્યાખ્યાન કરવું, ને નવકાર ગણીને ઊઠવું. પછી કાજો લઈ પરઠવી, પોસહ શાળાએ જવું, ને નિશીહિ ત્રણ વાર કહી, પ્રવેશ કરવો. ૨૭. તિવિહાર ઉપવાસવાળાને પાણી પીવું હોય, કે આહાર પછી જ્યારે આયંબિલ એકાસણાવાળાને
પાણી પીવું હોય, ત્યારે યાચીને લવાયેલું અચિત્ત પાણી કટાસણા ઉપર બેસીને પીવું. અને પીધેલું વાસણ લૂછીને મૂકવું, પાણીનાં વાસણ ઉધાડાં ન રાખવાં, પાણીના કાળનો ખ્યાલ
રાખવો. ૨૮. આહાર પછી - આહાર કરીને પોસહ શાળાએ આવ્યા પછી, ઇરિયાવહિયા પ્રતિક્રમી સો ડગલાંથી
ઉપર હોય તો ગમણાગમણે આલોવી, જગચિંતામણિનું જયવિયરાય પૂરા સુધી ચૈત્યવંદન કરવું. ૨૯. સ્વાધ્યાય - ત્યાર પછી પઠન-પાઠન-વાચન, સ્વાધ્યાય, પ્રશ્ન, પ્રતિપ્રશ્ન, ચિંતન, મનન, નમસ્કાર મંત્ર જાપ, ધ્યાન, ઉપદેશ શ્રવણ-ગ્રહણ, પુનરાવર્તન વગેરેમાં લીન થવું.
જ્ઞાનપંચમીએ જ્ઞાનના, મૌન એકાદશીએ દોઢસો કલ્યાણકના, અને ચોમાસી ચૌદશે ચોવીસ તીર્થંકર પરમાત્માઓના વિસ્તારથી વિધિપૂર્વક દેવ વાંદવા.
પસહમાં સૂવાનો આદેશ નથી. અપ્રમાદને પોસહવ્રત આચરવાનું છે. તેથી ભીંતને કે એવી વસ્તુને ટેકો દઈને બેસવાને બદલે ટટ્ટાર બેસી સાવધાનપણે સ્વાધ્યાયાદિ કરવાના હોય છે.
તો પછી ખાસ કારણે ગુરુ મહારાજની આજ્ઞા વિના સૂવાની કે પ્રમાદ કરવાની વાત જ શી ? ૩૦. મારું કરવા તથા સ્પંડિત જવાનો વિધિ - માતરું કરવા જવાનું વસ્ત્ર બદલવું, કાળ વખત
હોય, તો માથે કામળી રાખી, પૂંજણી [પ્રમાર્જની]થી કોરી કુંડી જોઈને પ્રમાર્જિવી, તેમાં માનું કરી, ત્રણ વાર આવરૂહી કહી, પરઠવવાની જગ્યાએ જઈ, કુંડી નીચે મૂકી યોગ્ય ભૂમિ જોઈ અણજાણહ જસુગ્રહો કહી માત્ર પરઠવવું. કુંડી નીચે મૂકી, વોસિરે વોસિરે ત્રણ વાર કહી, નિશીહિ ત્રણ વાર કહી, વસતીમાં પ્રવેશી કુંડી મૂળ જગ્યાએ મૂકી, અચિત્ત પાણીથી હાથ ધોઈ, વસ્ત્ર બદલી, સ્થાપનાચાર્ય સન્મુખ ઇરિયાવહિયા પડિક્કમવા.
આ પ્રમાણે સ્પંડિત જવાનો વિધિ સમજવો. લોટો વગેરે જળપાત્ર લઈને જવું અને બેસતાં અણજાણહ જસુગહો, ને ઊઠ્યા પછી વોસિરે વોશિરે ત્રણ વાર કહેવું. પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org