Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૫૮
પંચ પ્રતિકમાણસૂત્રો
કહે છે. અને પરદેશીઓ કહે છે કે, “અમારી પણ ઈચ્છા હવે એક પાઈ પણ લઈ જવાની નથી. હિંદનું ધન હિંદમાં જ રહે એમ અમે પણ ઈચ્છીએ છીએ. પરંતુ આ શબ્દો પણ એક કોયડારૂપ છે. કેમ કે, લઘુમતી કોમો તરફ સહાનુભૂતિ ઉત્પન્ન કરી પરદેશીઓને અહીંના વતની તરીકેનો હકક કોંગ્રેસ મારફત અપાવી, મૂડી, હાલની કેળવણી, લાગવગ વગેરેથી અહીંના વતની થઈ અહીં જ ધન ભેગું કરી લાંબે કાળે હિંદને પોતાનું વસાહત બનાવી દે. પછી ભલેને અહીંથી ધન ન લઈ જાય, તેથી અહીંના મૂળ વતનીઓનાં સંતાનોનું દળદળ શું ફિટ ?
આફ્રિકાના કેન્યા પ્રદેશ વગેરેમાં ઘણા વખતથી ગયેલા આપણા હિંદી ભાઈઓને ત્યાંના વતની તરીકે ન ગણી આડકતરી રીતે તેના ઉપર દબાણ લાવવાનો કાયદો કરે, એટલે સહજ રીતે જ તેઓને સામનો કરવાનું મન થાય, અને ત્યાંનો વતનહકક કબૂલ કરાવે, એટલે તેનો પરિણામે એ અર્થ થાય કે હિંદીઓએ હિંદમાં પણ પરદેશીઓનો વતનહકક અનાયાસે કબૂલ કરેલો ગણાય જ. અને રાજકોટની લડતના તા.૨૬-૧૨-૪ની જાહેરાતમાં કેડલ સાહેબના વખતમાં રાજા પાસે અને પ્રજા પાસે રૈયતની વ્યાખ્યાની ટીપ ઉમેરાવી પરદેશીઓને દેશી રાજ્યોમાં વતન હકક અપાવવાનું બીજ ગોઠવાઈ ગયું છે.
આપણા ભાઈઓને આશ્રિત બનાવી દેવાને બદલે દુનિયાના ક્ષેત્રમાં ધંધા હાથ કરવા છૂટા રહેવા દેવા જોઈએ, તેમાં સાધર્મિક વાત્સલ્ય છે. તેમાં પ્રજાકીય બળ છે. હરીફાઈમાં ઊભા રહેવા દેવા જોઈએ-પરંતુ કેળવણીથી પરદેશી ધંધાને લાયક પલટો આપ્યા વિના. પલટો આપ્યા પછી તેના કુંડાળામાં જ આપણા ભાઈઓ એક યા બીજી રીતે આવી જાય છે. કેમ કે, પોતાના ધંધા માટે તૈયાર કરવા માટે જ પ્રજાકીય કે રાજકીય સંસ્થાઓ મારફત કેળવે છે. હવે પછી એ લોકો અહીં મોટાં મોટાં કારખાનાં ઊભાં કરવાનાં છે. તેમાં કેળવાયેલા મજૂરો અને કાર્યકરો મળે માટે જૂની કેળવણીની સ્કીમ રદ કરીને વધ કેળવણી સ્કીમ નામ નીચે નવી સ્કીમ શરૂ કરી છે, અને લોકો તેમાં વિશ્વાસથી દોરવાય, માટે ગાંધીજી જેવા દેશનાયકની સમ્મતિની તેના ઉપર છાપ મારવામાં આવી છે. જે કેળવણીએ આજ સુધી સરકારી અને વિદેશી વેપારી કંપનીઓના કારકુનો ઉત્પન્ન કર્યા. હવે પછીની વધુ સ્કીમ ઔદ્યોગિક કેળવણી તરીકે પ્રતિષ્ઠા પામી કેળવાયેલા મજૂરો ઉત્પન્ન કરી આપશે, અને સ્ત્રીઓના આર્થિક સ્વતંત્રતાનો પ્રશ્ન ઊભો કરી પુરૂષો સાથે સ્ત્રીઓની પણ મજૂરો તરીકે મોટી સંખ્યા તે કારખાનાંઓમાં હવે પછી મળી રહેશે. અને તેના પ્રતીક તરીકે દેશી લોકોને આકર્ષવા માટે રેટિયાને કેન્દ્રમાં રાખવામાં આવ્યો. રેંટિયો પોતાના ખરા અર્થમાં ફાવશે નહીં. પરંતુ તે ઔદ્યોગિક ક્રાંતિની જાહેરાત માટે ઘણો જ સફળ થશે અને થઈ રહ્યો છે. એ આ જમાનામાં રેટિયાનું ભારે મહત્ત્વ છે, સિવાય નથી.
એટલે આ ક્રાંતિથી ફેલાતી બેકારી ટાળવાનો બોજો આપણા ઉપર નાંખવામાં પરદેશીઓને બેવડો લાભ છે. એક તો આપણા શ્રીમંતો નબળા પડે, અને બીજું રોટલા માટે દુનિયાના ધંધાના ક્ષેત્રમાં ન પડતાં પોતાના જાત ભાઈઓ અને ફંડો ઉપર આધાર રાખતા થઈ ધંધાનાં ક્ષેત્રો પરદેશીઓ માટે મોકળાં રહે, વગેરે તેમને ઘણા ફાયદા થાય છે. અર્થશાસ્ત્રનાં માર્મિક તત્ત્વો ન સમજનારા અને આર્થિક ક્રાંતિઓ પરદેશીઓ કઈ ખૂબીથી કરે છે ? તે ન સમજવા છતાં કેળવાયેલા ગણાતા ભાઈઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org