Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
ગામ પંચાયતો વગેરે છેલ્લા અમુક દશકાઓમાં થયેલી ખાસ સંસ્થાઓ પાર્લમેન્ટને મદદ કરનારી અને તેની પદ્ધતિ પ્રમાણે રચાયેલી સંસ્થાઓ સ્થપાય છે, તે પ્રાચીન સંસ્થાઓમાંથી લોકોને છૂટા પાડી જુદાં જુદાં નામ નીચે પાર્લમેન્ટની સત્તા નીચે લાવવાની એક જાતની યોજના છે, જે ભારતની મૂળ સંસ્થાઓને નુકસાનકારક હોવાથી પરિણામે પ્રજાને નુકસાનકારક છે. નવી સંસ્થાઓથી કામની સરળતા અને લાભ દેખાય છે, તે ક્ષણિક અને પ્રાથમિક લાભ રૂપ છે. માટે જ તેમાં દીર્ઘદૃષ્ટિવાળા નિપુણ માણસો ભોળવાતા નથી. સંઘ, મહાજન, જ્ઞાતિઓ એ આપણી મુખ્ય સંસ્થાઓ છે, તેને તોડવા નવી નવી સંસ્થાઓનો પ્રચાર વધતો જાય છે. એક વધે તેમ તેમ બીજું ઘટે જ.
૪૬૪
આ દૃષ્ટિથી સંઘ એ કેવી પવિત્ર સંસ્થા છે ? તે સમજાશે, અને તેના ઉપર બહુમાનની ભલામણ કેટલી ઉત્તમ છે ? તે ય સમજાશે.
જો કે સંઘના બંધારણમાં પણ આણંદજી કલ્યાણજી જેવી સંસ્થામાં પણ વખત જતાં ધીમે ધીમે પાર્લમેન્ટરી તત્ત્વો ઘૂસી ગયાં છે અને ઘૂસતા જાય છે તેથી સાવચેત રહેવાની ખાસ જરૂર છે. એમ મારો ખાસ અંગત અભિપ્રાય છે. કૃત્રિમ દ્રવ્ય, ક્ષેત્રકાળ, ભાવને નામે આ બધું આપણામાં ઘુસાડી શકાય છે.
૩૦.
પુસ્તકો લખવાં-લખાવવાં : આગમજ્ઞાન ટકાવવા માટે તે, અને તેનાં વિવેચનાત્મક નિર્યુકિતઓ, ભાષ્યો, ચૂર્ણિઓ, ટીકાઓ, અવસૂરિઓ, ટબાઓ, સારાંશો, ચરિત્રો, ચર્ચા ગ્રંથો, સ્તવનો, સજ્ઝાયો, ચૈત્યવંદનો, થોયો, રાસો, શિલાલેખો વગેરે તમામ લીટીએ લીટી જે કાંઈ જ્યાં વિદ્યમાન હોય ત્યાંથી મેળવીને લખાવવું જોઈએ. કેમ કે કોઈપણ બુદ્ધિશાળીઓએ જે કાંઈ બાજુમાં ટિપ્પણરૂપે પણ લખ્યું હોય, તે આગમાર્થને સમજાવવારૂપ હોવાથી તેનો સંગ્રહ ટકી રહેવો જોઇએ.
છપાવવાથી સાચું જ્ઞાન વધ્યું નથી, પરંતુ મિથ્યાજ્ઞાન, અન્યથા જ્ઞાનાભ્યાસ પ્રકાર અને અન્યથા યોજન વગેરે વધ્યાં છે. પ્રેસ અને કાગળોના વકરાથી પરદેશીઓ સમૃદ્ધ થયા છે. અને તેથી તેઓની સત્તા મજબૂત થઈ છે. ખોટા સાહિત્યના કબાટમાં આ સમ્યજ્ઞાનના ગ્રંથો પણ સાહિત્ય તરીકે ગોઠવાઈને અપમાન પામ્યા છે. અનધિકારીઓએ તેના પર ચર્ચા કરીને અનર્થનાં બીજ નાંખ્યાં છે. અને સાચવવાની પદ્ધતિને ધકકો લગાડી હજારો વર્ષના હવે પછીના ટકાવને ધકકો પહોંચાડ્યો છે. માટે હજુ પણ જૈનશાસ્ત્રોને બીજા હજારો વર્ષ ટકાવવા, તેને ઉત્તમ સાધનોથી લખાવવાં અને તેને ઉત્તમ સાધનોથી સુરક્ષિત રાખવાના કર્તવ્યની જવાબદારી જૈનોને માથે વધુ ને વધુ ગંભીર બનતી ગઈ છે.
૩૧. તીર્થમાં પ્રભાવના : તીર્થ એટલે જૈન શાસન, તેની પ્રતિષ્ઠા અને તેજ વધે તેવાં કામો ચાલુ રહેવાં જ જોઈએ. જૈન શાસન પાપરૂપ હરણ સામે સિંહનાદ છે. જેટલી શાસનની પ્રભાવના ફેલાશે તેટલો બીજા ઉપર જુલમ ઓછો થશે. પ્રજાકીય ઘર્ષણો ઓછાં થશે, યુરોપની સ્વાર્થી પ્રજાઓના ગુલ્મ પણ શાસન પ્રભાવનાથી પાછા પડે છે. જગતમાં તેઓ કોઈથીયે દબાતા હોય, તો જૈન શાસનથી દબાય છે. માટે સર્વ સામર્થ્યથી શાસનની પ્રભાવનાનાં ચાલુ રાખવી જ જોઈએ. આ અતિ સૂક્ષ્મ વિચારણાગમ્ય વસ્તુ છે. શાસનપ્રભાવના તોડવા જ શાસન પ્રભાવનાનાં કાર્યોને બદલે બીજાં કાર્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org