Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિકમાગસૂત્રો
૪૬૩
છે. માટે ધાર્મિક લોકોનો પાડોશ, તેની સાથે ધંધો, બેઠક, તેની સાથે વાતચીત તેની સાથેના સહવાસથી અનેક ફાયદા થાય એ દેખીતી રીતે જ લાભની વાત છે. આજે સ્વતંત્રતાને નામે તેવા સંસર્ગથી ઊછરતી પ્રજાને છૂટી પાડવામાં આવે છે. અને ધાર્મિકોને દંભી : રૂઢિચુસ્ત-પ્રણાલિકા વાદી વગેરે નિંદાના શબ્દોનો પ્રયોગ કરી તેમજ બીજી રીતે, મશ્કરી કરી ઊછરતી પ્રજાને તેમનાથી ભડકાવી દૂર રખાવવા પ્રયત્ન કરવામાં આવે છે, જે પ્રજાને ભયાવહ છે.
૨૭. ઈંદ્રિયો ઉપર કાબૂ રાખવો અને, ૨૮. દીક્ષા લેવાનું પરિણામ : ઈંદ્રિયો ઉપર કાબૂ રાખવો અને ચરિત્રના પરિણામ રાખવા : એ ધાર્મિક જીવનમાં આગળ વધવાને ખાસ ઉપયોગી હોવા વિષે બે મત હોઈ શકે નહીં. એટલે તેનું વિશેષ વિવેચન અહીં કરવામાં આવતું નથી. પરંતુ આજે વિલાસપ્રિયતાને એટલી બધી વધારી મૂકી છે, અને હજુ સુધી વધી રહી છે ને વધશે. એ જોતાં પ્રજાનું શું થશે ? તે ભારે ચિંતાનો વિષય છે. વિલાસપ્રિયતા, જરૂરિયાતોની ગુલામી, ઈંદ્રિયોનો અસંયમ એ વગેરે પ્રજાના નાશનાં મોટામાં મોટાં હથિયારો છે, કોઈ પણ પ્રજાનો નાશ કરવો હોય, તો તેની ઇંદ્રિયોને જેમ વધુ ને વધુ છૂટમાં દોડાવે તેમ તેમ તે પ્રજાનો વહેલામાં વહેલો નાશ થાય. પરમ સંયમી દેશની પ્રજા આજે ઇંદ્રિયોના કાબૂ વગરની થતી જાય છે. અને યુરોપના લોકોને ત્યાંના આગેવાનો સંયમનું શિક્ષણ આપતા જાય છે.
ચારિત્ર લેવાની વાત કરવાને પણ આજે એક વર્ગ હાંસીમાં ઉડાવે છે અને ચારિત્ર લેવા સામે અવરોધો મૂકે છે. એ પ્રજાના નાશનાં કારણોમાં વધારારૂપ છે. ચારિત્રીયાઓની સંસ્થાને વ્યવસ્થિત કરવાની વાત પણ અવરોધ કરવાની તક લેવાની પ્રાથમિક ભૂમિકા રૂપે જ હતી. એટલે વ્યવસ્થાની વાતમાં પણ વિશ્વાસ આવવો મુશ્કેલ છે. સમજદારો સ્વયંવૃત્તિથી વ્યવસ્થા લાવવા મહેનત કરે એ ઇષ્ટ છે.
૨૯. સંઘ ઉપર બહુમાન : આ જગતમાં જૈન સંઘ જેવી બંધારણવાળી અને વ્યવસ્થિત અને સર્વ કલ્યાણકર કોઈ પણ સંસ્થા ભૂતકાળમાં હતી નહીં, વર્તમાનમાં નથી, તેમજ ભવિષ્યકાળમાં પણ સંભવવી મુશ્કેલ છે. હિંદની બીજી બંધારણવાળી સામાજિક, ધાર્મિક, અને પ્રજાકીય સંસ્થાઓ ઉપર પણ તેની જ અસર છે.
આજની પાર્લમેન્ટોની વ્યવસ્થા, બંધારણ અને લોકકલ્યાણની ભાવના વ્યાપક થતી જાય છે. પરંતુ તેની પાછળ ભયંકર પ્રજાકીય સ્વાર્થો ગોઠવાયેલા છે. વકીલ-બૅરિસ્ટરો પાર્લમેન્ટની લાગવગને પોષક કાયદાઓ ભણ્યા છે, અને તેઓને હિંદના કાયદા તથા બંધારણની વધારે માહિતી નથી, તેઓ તે બંધારણની પ્રશંસા કરે છે, તેના બદલામાં તેઓને ધન અને પ્રતિષ્ઠા મળે છે. અને પાર્લમેન્ટના સત્તાધીશો પણ સત્તાનો ઉપયોગ કરી તેની સરળતા, તેની લોકપ્રિયતા, તેના ફાયદા એવા બનાવી આપે છે કે, જનસમાજ લાલચથી તેમાં દોરવાતો જાય છે. પણ પરિણામે તે આપણને હિતાવહ નથી. કૉંગ્રેસ, કોમી કૉન્ફરન્સો, લીગ, હાલની સભાઓ-સોસાયટીઓ, ધારાસભાઓ, પ્રજા પ્રતિનિધિ સભાઓ, પ્રજા પરિષદો, વેપારી એસોસિયેશનો, સ્વયંસેવક મંડળો, મ્યુનિસિપાલિટીઓ, લોકલબોર્ડો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org