Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
તથા આધ્યાત્મિક શાસ્ત્રની દૃષ્ટિથી કાઢનારને પણ લાભ થાય છે. તેમજ બીજા સહકારીઓને જે અનંત લાભ થાય છે, તે તો સૂક્ષ્મ વિચારથી જ સમજી શકાય તેમ છે.
૨૧-૨૨-૨૩. ઉપશમ-વિવેક-સંવર : આ ત્રણ ગુણો દાન શીલ તપ, ભાવની માફક આત્મવિકાસનાં સ્વતંત્ર પણ સાધનો છે. કષાયોનો ઉપથમ, પ્રવૃત્તિઓમાં સારાસારની વહેંચણી, સ્વપર-કર્તવ્યની વહેંચણી, આત્મભાવ અને અનાત્મભાવની વહેંચણ વગેરે વિવેક અને આત્માને અહિતકર પ્રવૃત્તિઓથી ભાવિ કાળે વિપરીત પરિણામ આપનાર જે બીજકો તે પ્રવૃત્તિ કાળે રોપાય છે – કર્મ બંધ થાય છે, તે ન થવા દેતાં, આત્મહિતકર પ્રવૃત્તિથી તેવા બીજકોનો સંભવ જ નાબૂદ કરવો, તે સંવર કહેવાય છે. [પ્રથમ ગુણસ્થાનકથી ઉપરનાં ગુણ સ્થાનકોમાં જેમ જેમ સંવર વધતો જાય છે, તેમ તેમ ઓછી ઓછી કર્મપ્રકૃતિઓ બંધાતી જાય છે.] આ ત્રણમાં પણ મોક્ષમાર્ગ રૂપ ધર્મનાં સર્વ અંગો સમાય છે. ઉપશમ=સમ્યકત્વ : વિવેક=સમ્યજ્ઞાન : સંવર=સમ્યફચારિત્ર : તેમજ સર્વ ધર્માચરણમાં આ ત્રણ ખાસ આત્મા રૂપે પરોવાયેલા હોવા જ જોઈએ. તો જ ધર્માચરણો પણ યથાર્થ સફળ થઈ શકે છે.
૨૪. ભાષા સમિતિ : ભાષા સમિતિ. પાંચ સમિતિમાંથી ભાષા સમિતિ જુદી પાડીને તેના ઉપર ખાસ ભાર મૂકવાનું કારણ એ જણાય છે કે, વ્યવહારમાં તેમજ ધાર્મિક જીવનમાં ઘણીવાર બોલતા આવડવાની ખામીને લીધે બાજી કથળી બેસે છે. જીભનું જોર ઘણી વખત રંગમાં ભંગ પાડી દે છે. હૃદય સાચું છતાં ભાષામાં યથાયોગ્યતા ન હોય તો ઘણી વખત મોટાં નુકસાન થઈ બેસે છે. સારાંશ કે, ભાષા સમિતિ પણ જીવનનું પ્રધાન અંગ છે.
૨૫. છ કાયના જીવો ઉપર દયા : વૈદ્યક શાસ્ત્રમાં પણ વિના પ્રયોજને પાંદડું હલાવવાની પણ મનાઈ હોવાનું સાંભળીએ છીએ, એટલે વિના કારણ કે અલ્પ કારણે કે, નભી શકે ત્યાં સુધી કે થોડું દુઃખ વેઠવા છતાં, બીજા જીવોને દુ:ખી ન કરવા-તેના તરફ દયાભાવ રાખવો. તેની જીવવાની ઇચ્છાની આડે આવવાની બાબતમાં જગતનો દરેક સભ્ય અને વિચારક માનવ સંમત હોવા વિષે બે મત નથી. માણસ જાતના કોઈ વ્યવહારમાં હિંસા તો થઈ જાય છે, પણ તે કરવાની વૃત્તિ ન જોઈએ. તેમજ જેમ બને તેમ તે ઓછી થાય, તેને માટે માણસ પોતાના મનમાં અહિંસા વૃત્તિ, દુઃખ સહન કરવાની ટેવ અને સંયમથી જીવવાની ટેવ કેળવે, તો જગતમાં ઓછામાં ઓછી હિંસાથી તે જીવી શકે. જૈનોની અહિંસાની આ વ્યાખ્યા છે. એટલે અહિંસા, તપ, સંયમ એ જેને અહિંસાને અમલમાં લાવવાની માનસિક તેમજ વ્યવહારુ ભૂમિકા છે, ચાવી છે, ઉપાય છે.
છ લશ્યાના દષ્ટાંતની પાછળ સૂક્ષ્મ વિચાર શાસ્ત્રકારોએ એમ મૂકયો છે કે, જગતના જીવો પોતાનો જીવનવ્યવહાર ચલાવે છે. તેના છ પ્રકાર પાડી બતાવ્યા છે. કેટલાક બીજાને રંજાડીને પોતાનો જીવનવ્યવહાર ચલાવે છે. તે કૃષ્ણ લેશ્યાવાળા ગણાય છે. અને કેટલાક-અહિંસા-સંયમ અને તપમાં રહીને ઓછામાં ઓછી જરૂરિયાતથી અને ઓછામાં ઓછી રંજાડથી જીવનવ્યવહાર ચલાવી શકે છે. તે શુફલલેશ્યાવાળા ગણાય છે. બાકીની ચાર લેશ્યા વચ્ચેના મધ્યમ પ્રકારોમાં સમાય છે-કૃષ્ણ-નીલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org