Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિકમાણસૂત્રો
મૃત્યુ આવે તો પણ આરાધના થાય છે.
૫. ત્યાર પછી, દેહ તથા બીજા સર્વ સંબંધોમાં-જ્યાં જ્યાં “હું” અને “મારાપણાની બુદ્ધિ હોય છે, તે દરેકમાંથી એ બુદ્ધિ ખેંચી લઈને-કેવળ પોતાનો આત્મા પોતે જ છે, એ જ પોતાનો છે-તેમાં જ પોતે છે, બીજું બધું કાંઈ પણ પોતાનું નથી, તેમજ પોતે પણ કોઈનો નથી” આ વિચાર સંસારાસકત શુદ્ધ પ્રાણીને ક્ષણભર દયામણો, પામર અને ઢીલો બનાવી દે છે. “અરેરે ! મારું કોઈ નથી, હું કોઈનો નથી, મારું અહીં કોઈ નથી, મને કોઈ મદદ કરશે ? કે નહીં ? મારું શું થશે ?” આ વિચારથી ગમે તેવો માણસ, અને તેનું મન રાંક બની જાય છે. પરંતુ અધ્યાત્મીઓને એવું રાંકડાપણું હોવાનો સંભવ નથી. તે અદીન મનથી-ઉત્સાહવાળા મનથી પોતાના આત્માની આ વાસ્તવિક સ્થિતિનું હોશિયારીથી ભાન જાગ્રત કરે છે-અને પોતાના આત્માને પણ આ વાસ્તવિક સ્થિતિમાં જાગ્રત કરે છે, એટલું જ નહીં, પરંતુ પોતાનો આત્મા એકલો છે, અને તેનું કોઈ નથી, કે તે કોઈનો નથી. એટલા ઉપરથી હજુ ઉત્સાહમાં ન્યૂનતા રહે છે. તેની પૂર્તિમાં ઉલ્લાસથી એ બોલી ઊઠે છે કે, “મારો આત્મા જ્ઞાન-દર્શન રૂપ દિવ્ય લક્ષ્મીનો ધણી છે અને શાશ્વત તથા નિત્ય છે, અખંડ, અભેદ્ય અને સદા જાગ્રત છે.” - જ્યારે કેવળ આત્મ ભાવાત પોતાને વિષે તે અનુભવે છે, ત્યારે “હું, અને મારા” એ જાતની લાગણી જેના જેના ઉપર ઉત્પન્ન થયેલી હતી, “તે સઘળા શું છે ?” આ પ્રશ્નનો પણ નિકાલ કરીને તેનો ત્યાગ કરે છે. એટલે કે, “એ લાગણી જેના ઉપર થતી હતી, તેમાંનું કાંઈ પણ મારું નથી, માત્ર તે બધા બાહ્ય પદાર્થો છે, સંજોગોને લીધે મારા ગણાયા છે, પણ વાસ્તવિક રીતે તેમાંનું કંઈ પણ મારું નથી, અને તેમાંના કોઈ રૂપે હું નથી. માતા-પિતા- પુત્ર-સ્ત્રી-ઘર-ધનધાન્ય-આબરૂ-શરીર- કપડાં-સગાં-સંબંધી-દેશ-સમાજ- કુટુંબ-દાગીના-ઘરેણાં, નોકર-ચાકર, ઢોર-ઢાંખર, બાગ-બગીચા, ઘોડા-ગાડી, હાથી, દુકાનો-કારખાના વગેરે કાંઈ પણ મારું નથી, એ બધાં માત્ર સંગથી આવી મળેલાં છે.”
૬. અને એ બધા સંજોગોનું મૂળ પણ-કર્મનો અને આત્માનો સંજોગ કારણભૂત છે માટે એ સંજોગોનો જ મન, વચન, કાયાએ કરીને ત્યાગ કરું છું. સર્વ દુઃખોની પરંપરાઓનું મૂળ પણ એ જ સંજોગ છે. માટે તેનો જ ત્યાગ કરું છું.”
ઉપર ઉપધિ અને શરીરનો ત્યાગ કરાવ્યો, પરંતુ તેથી આગળ વધીને સર્વ સંજોગો અને તેના કારણભૂત આત્મા અને કર્મના સંજોગોનો પણ આ રીતે ત્યાગ કરાવ્યો છે. આત્મભાન કરાવીને આ રીતે કેવળ સચિદાનંદમય જળહળતા શાશ્વત અને જ્ઞાનાદિ અનંત ગુણોમય આત્માને જ તેના ધ્યાનમાં ધ્યેય તરીકે, સાધન તરીકે, આદર્શ તરીકે, અને સર્વસ્વ તરીકે સ્થાપન કરે છે. બીજું બધું સજાવી દે છે, ભુલાવી દે છે.”
આત્મા ન હોય, તો બધી આરાધના નકામી છે. તેનો વિકાસ ન થતો હોય તોયે સર્વ સાધના નકામી છે. તેથી આત્મા અને તેનો વિકાસ એ સુપ્રસિદ્ધ બાબત છે. માટે તે ખાતર આરાધના-સાધના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org