Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
પછી ખાસ ક્રિયાની સૂચક મુહપત્તિ પડિલેહી સૂવાની તૈયારીની ક્રિયાની ભૂમિકા નાંખે છે, અને શુદ્ધ ભાવનાની વૃદ્ધિ માટે સંથારા પૌરુષી ભણે છે.
પહેલાં તો નિસીહ-નિસીહિ-નિસીહિ ત્રણ વાર બોલીને સ્વાધ્યાયાદિ વગેરે બીજી સમગ્ર પ્રવૃત્તિઓ વેગપૂર્વક બંધ કરી દેવામાં આવે છે અને એકાએક આત્મભાવમાં જ લીન થવા સૌ તૈયાર થઈ જાય છે.
૪૭૭
અને ગૌતમ સ્વામી વગેરે પૂર્વકાળના સર્વ મુનિ મહારાજાઓને નમસ્કાર કરીને સંથારામાં સૂવાની રજા પરમ વિનયપૂર્વક માંગે છે. ત્યારે નવકાર મંત્રના ત્રણ વખત ઉચ્ચારપૂર્વક ત્રણ વાર કરેમિ ભંતે સૂત્ર ઉચ્ચરીને મજબૂતપણે ફરીથી સામાયિકમાં સ્થિર થાય છે. દિવસમાં-વિસ્મરણ-અતિચાર લાગવા, તથા બીજાં અનેક કારણે જાણતાં અજાણતાં સાવદ્ય યોગો સેવાયા હોય, તેના ત્યાગ સાથે-ભવિષ્યમાં મજબૂત રીતે સામાયિકમાં સ્થિર થવા નિસીહિથી માંડીને તમામ પ્રવૃત્તિનો નિષેધ કરી મહામુનિઓને વંદન અને નમસ્કાર સ્મરણ સાથે સામાયિક મહાદંડકનો ઉચ્ચાર ત્રણ વાર કરાવવામાં આવે છે. આ સૂચક છે કે-હવે દુનિયાને તદ્દન ભૂલીને પરમ સામાયિકમાં લીન થવાને તત્પર થવું જોઈએ.” આ પછી
૧. સંથારાની આજ્ઞા, ૨. સંથારામાં કેમ સૂવું ? તે વિધિ, ૩. જાગવું પડે તો કેમ જાગવું ? ૪. રાત્રિમાં મરણ નીપજે, તો તેને માટે તૈયારી, ૫. આત્માનુશાસન, ૬. સર્વ દુ:ખના મૂળભૂત સંબંધોનો ત્યાગ, ૭. સમ્યક્ત્વનો પુન: મજબૂત સ્વીકાર, ૮. મંગળભૂત નમસ્કાર મંત્રનું સ્મરણ, ૯. સર્વ જીવો સાથે ક્ષમાપના, ૧૦. અને એકંદર સર્વ પાપોનું મિથ્યા-દુષ્કૃત
આ દશ મુખ્ય વિષયો સંથારા પોરસીમાં વ્યવસ્થાપૂર્વક અને ટૂંકમાં સમાવેલા છે.
૧. આજ્ઞા માગવામાં ઉપર જણાવેલા કેટલાક વિધિની સૂચના છે. તે ઉપરથી જ પ્રથમ તો તે વિધિ સચવાય છે.
૨. હાથનું ઓશીકું કરવું અને ડાબે પડખે સૂવું. કેમકે, ડાબું આંતરડું રોગનું મૂળ હોય છે. તેમજ મળાશય પણ ડાબી તરફ છે. તેમજ લોહીની પ્રસારણાનું કેન્દ્ર હૃદય, અને આહાર પાચનનું આમાશય-હોજરી-જઠર પણ લગભગ ડાબી તરફ જ છે. શરીરનાં રક્ષણ કરવા લાયક મર્મસ્થાનો ડાબી તરફ હોવાથી, તેની રક્ષા માટે ડાબું પડખું દબાવીને સૂવાની સૂચના જણાય છે. તેમજ શરીરનાં જે જે અવયવો સાણસીનાં પાંખડાની જેમ વળે છે, તેમાં જીવજંતુ ભરાઈ રહેવાનો સંભવ હોવાથી વિરાધનાનો સંભવ ગણાય. એટલે પ્રથમ તેની પ્રમાર્જના કરીને સંકોચી રાખવા જેથી કરીને તેમાં જીવ જંતુ ન ભરાય અને તેની વિરાધના થાય નહીં તથા પડખું ફેરવવાની જરૂર પડે, તો રજોહરણ કે ચરવળાથી પ્રમાર્જના કરીને જ પડખું બદલવું જોઈએ. આ ઉપરથી એમ સ્પષ્ટ સમજી શકાશે કે, ‘ઊંઘમાં ઘોરવું નહીં જોઈએ, પણ જાગ્રત જેવી નિદ્રા હોવી જોઈએ. ઊંઘમાં ઘોરે તો પોતે આળોટે છે કે પડખું ફરે છે, તેનું ભાન ન રહે. તો પછી પડખું ફરતાં પ્રમાર્જનાની તો વાત જ શી ? માટે અલ્પ નિદ્રાવાળા, શ્વાન જેવી નિદ્રાવાળા રહેવું જોઈએ. મકાન ઉપર પગે ગાદી જેવી માંસલ પગવાળી બિલાડી ચાલે તો પણ નિદ્રા ઊડી જાય, તેવી નિદ્રા હોવી જોઈએ.' આ રીતે સૂવાની રજા આપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org