Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૬૮
પંચ પ્રતિકમાણસૂત્રો
ઉપાશ્રયથી ૧૦૦ ડગલાં દૂરના ૬
અહિયાસે
મઝે
ભાવાર્થ:- આ માંડલાનો અર્થ બરાબર ચોકકસ સમજાતો નથી. પરંતુ તેનો ભાવાર્થ આ પ્રમાણે સમજાય છે.
શરીરની પરિસ્થિતિ અનિવાર્ય રહે છે. ધાર્મિક પુરુષોને પણ કોઈ વખતે કાંઈને કાંઈ શારીરિક વ્યાધિ ઉત્પન્ન ન જ થાય એમ ન જ કહી શકાય, અને તેથી મળ-મૂત્રના અસ્વાભાવિક વેગો પણ ઉશ્કેરાય અને જે તે રોકવામાં આવે તો બીજા કોઈ રોગો થઈ આવે, અને ધર્મારાધનમાં વધારે વિદન આવી પડે. માટે કોઈ પણ જાતના વેગો ન રોકવાની વૈદ્યક શાસ્ત્રમાં ખાસ ભલામણ કરી છે. *વેરાન થાદ્ધીમાનીતાબૂત્ર-પુરીયો ફત્યાદ્રિ.
चरकसंहिता. વેગો રોકવાની ઉદાવર્ત જાતના તથા બીજા પણ વિવિધ રોગો થઈ આવે છે. અને વળી નીચેના વેગો રોકવાની યે ત્યાં જ ખાસ ભલામણ કરી છે :
“આ જન્મમાં અને પરલોકમાં હિત ઈચ્છનારા પુરુષે આ વેગોને રોકવા જોઈએ.
(૧) સાહસ : (૨ થી ૪) મન, વચન, અને કાયાની અયોગ્ય પ્રવૃત્તિ. (૫ થી ૯) લોભ, શોક, ભય, ક્રોધ, અને માનનો આવેશ. (૧૦ થી ૧૩)નિર્લજજતા, ઈષ્ય, અતિરાગ, અને પરપીડાની વિચારણાનો આદેશ. (૧૪ થી ૧૭) અત્યંત કઠોરતા, ચાડિયાપણું, જૂઠ, અને બિનજરૂરી બોલવાનો વેગ. (૧૮) બીજાને હેરાન કરવાને જે શારીરિક પ્રવૃત્તિ કરવામાં આવે તે. ૧૯) વિષયસેવનની ઈચ્છા. (૨૦) ચોરીની ઈચ્છા. (૨૧) હિંસાની ઈચ્છા. એટલા વેગો રોકવા જોઈએ.”
એટલે અનિવાર્ય સંજોગોમાં ઝાડા પેશાબ માટે જવું પડે, ત્યારે પોસહમાં રહેલ શ્રાવક પ્રમાર્જના-પ્રતિલેખન વિના ન જઈ શકે. એટલે સૂર્યાસ્ત થયા પહેલાં મળ અને મૂત્ર પરઠવવાનાં સ્થાનોનું પ્રતિલેખન-પ્રમાર્જન કરી લેવું જોઈએ. એટલે તે નિર્જીવ અને સાનુકૂળ છે કે નહીં ? તે તપાસી લેવું. તેમજ આ માંડલાના વિધિથી તેની પ્રમાર્જના કરી લેવી જોઈએ, તેમજ ૧૦૦ ડગલાંથી બહાર ન
* બુદ્ધિમાન પુરુષે પેશાબ, ઝાડાનો વેગ ન રોકવો. વીર્ય, વાયુ, ઊલટી, છીંક, ઓડકાર, બગાસું, સુધા, તરસ, આંસુ, નિદ્રા અને મહેનતપૂર્વક શ્વાસ - એટલાના વેગ ન રોકવા, એમ ભલામણ કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org