Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
કાપોત-તેજો-પદ્મ અને શુકલ આ છ લેશ્યાઓનાં નામ છે. પહેલી બે ચડતા ઊતરતા દરજ્જાની હલકી અને હિંસક મનોવૃત્તિની સૂચક છે, છેલ્લી બે ઊતરતા અને ચઢતા દરજ્જાની ઉચ્ચ તથા અહિંસક મનોવૃત્તિની સૂચક છે. અને વચ્ચેની કાંઈક મેલી અને કાંઈક શુદ્ધ એમ મધ્યમ મનોવૃત્તિની નજીકની મનોવૃત્તિની સૂચક બન્નેય છે. અર્થાત્ બાળજીવોની કષાય પરિણતિ સમજી શકાય તેવી સરળ પરિભાષાથી છ લેશ્યાનાં દૃષ્ટાંત અને સ્વરૂપથી પ્રાણીઓના સ્વભાવોના બંધારણનું પૃથકકરણ કરી બતાવ્યું છે.
૪૨
આથી માણસોને ફાડી ખાનારા જંગલી માણસોમાં પણ અમુક અંશે અહિંસક માણસો સંભવી શકે અને સભ્ય માનવ સમાજમાં પણ હિંસક માનવો અપેક્ષાએ સંભવી શકે. માણસખાઉમાં પણ કેટલાક વગર જરૂરિયાતે ઘણાની હિંસાની વૃત્તિવાળા હોય, ત્યારે તેમાંનો કોઈ નિર્વાહ પૂરતી જ હિંસા કરવાની વૃત્તિવાળો હોય, તો તેટલે અંશે તેને અહિંસક માનવાને કારણ નથી ? એમ જૈન અહિંસા શુલ લેશ્યાની નજીકની હોય, અને બીજાની અહિંસા તેથી ઊતરતી હોય, તેટલા પૂરતી જૈન અહિંસા જગતમાં વધારે પ્રશંસનીય બની છે. છમાંની પ્રત્યેક લેશ્યામાં પણ અસંખ્ય તરતમતાઓ હોય છે. આધુનિક અહિંસામાં તો ભયંકર હિંસા જ ભરી છે. તાત્કાલીન અને પરિણામે પણ ખાસ હિંસા જ છે. એટલે જૈન અહિંસા સાથે તેની તુલના કરી ન શકાય. હાલની પાંજરાપોળ સિવાયની કેટલીક જીવદયા પ્રચારક સંસ્થાઓ પણ પરિણામે હિંસામાં પરિણમે તેવો સંભવ જાણવામાં આવતો જાય છે. તેથી અહિંસા શબ્દથી ન ભોળવાતા વિવેકપૂર્વક વહેંચણ કરીને સત્ય સમજીને પ્રવૃત્તિ-નિવૃત્તિ કરવી હિતાવહ છે.
અહિંસા ધર્મની માતા છે. અહિંસા વિના ધર્મ સંભવે જ નહીં. જેટલે અંશે જેમાં અહિંસા તેટલે અંશે તે ધર્મ ગણવો.
છ જીવ કરુણામાં છ સંખ્યા લખવાનો હેતુ એ છે કે, દુનિયાના દરેક વિચારકોએ જીવસૃષ્ટિનું પૃથકકરણ પોતાની શકિત પ્રમાણે કર્યું છે. પણ તેમાં પણ અમુક હદ સુધી જ પહોંચી શકાયું છે. પરંતુ પૃથ્વી અગ્નિ, પાણી, વાયુ, વનસ્પતિ પણ જીવો છે. એટલી હદ સુધી બીજા લોકો પહોંચ્યા નહોતા. એટલે તે ચીજોના વપરાશમાં તેઓ હિંસા માનતા નહોતા, અને માનતા નથી. એટલે તે પણ જીવો છે, અને તેના ઉપર પણ દયા રાખવી જોઈએ, એ જૈનોનો વિશિષ્ટ, સ્વતંત્ર અને બધા કરતાં જુદો પડતો ઉપદેશ છે. એટલે પણ જૈનોની અહિંસા ઘણી વ્યાપક જણાય છે.
તેમજ અહિંસાના–સંબંધ, ભેદ-પ્રભેદ, અપેક્ષા ભેદો વગેરેથી એટલું બધું સૂક્ષ્મ વિવેચન જેટલું પદ્ધતિસર અને વિસ્તૃત તેમજ વ્યવસ્થિત જૈન શાસ્ત્રોમાં છે, તેટલું અન્યત્ર જોવામાં આવતું નથી. એ કારણે પણ જૈનોની અહિંસાની બાબતમાં વિશિષ્ટ પ્રતિષ્ઠા છે. તે દરેક પ્રકારે તેનાં સંતાનો જાળવે, તો તેમાં હિત અને ગૌરવ છે.
૨૬. ધર્મિજન સંસર્ગ : આ કૃત્યનો ભાવ તદ્દન સરળતાથી સમાય તેવો છે. સોબત તેવી અસર એ કહેવતનું સ્વરૂપ આ કૃત્યમાં સ્પષ્ટ દેખાય છે. ધાર્મિક પુરુષોની સોબતથી ગમે તેવા પતિત આત્માને પણ શરમ અને દેખાદેખીથી પણ પાપ કરતાં સંકોચાવું પડે છે, અને પાપથી બચી જવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org