Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૪૫૭
આવા ધન તરફ નજર જાય એ સાબિત કરે છે કે પ્રજાની શક્તિ હણાતી જાય છે. કાળક્રમે ગમે તે બને, પણ તેને માટે જાહેર ઠરાવ કરીને આપણે પરદેશીઓને ધનનું આકર્ષણ કરવાનો માર્ગ મોકળો કરી આપીએ છીએ. એ પરિણામ સુધી વિચારશ્રેણી પહોંચતાં આ વિચારણાનું તથ્ય સમજાશે. છતાં બૂમો-“પ્રજા આગળ વધે છે” એવી પાડવામાં આવે છે.
આપણા લોકોનો ઠરાવ થયો એટલે પછી તેટલા બીજ ઉપર તો તેઓ અનેકગણું મંડાણ માંડી શકે તેમ છે. કાયદાના બળથી હિસાબ ચોખ્ખા રાખવાના બહાના નીચે ધાર્મિક મિલકતો ઉપર છેવટનો અંકુશ દેશી પ્રધાનો મારફત પણ પરદેશી સત્તા પોતાના હાથમાં રાખે. આ તરફ દેવદ્રવ્યનો ઉપયોગ સમાજોપયોગી કામમાં લેવા માટે ઠરાવો ભારત લોકમત કેળવાતો જાય, પરિણામે “સમાજના આગેવાનોની ઈચ્છાથી અને તેમાંના જ ટ્રસ્ટીઓની ઈચ્છાથી ધાર્મિક મિલકતો કેવળ ધાર્મિક કામોમાં જ ન ખર્ચતાં, તેમજ તેની જરૂર ન હોવાથી તેમજ સમાજોપયોગમાં ખર્ચવાની જરૂર હોવાથી, તેમજ જાહેર લોકમત પણ તેવો હોવાથી, તેમજ તેમાં પ્રજાની ઉન્નતિ હોવાથી, ધાર્મિક સંસ્થાઓ ઉપર અંકુશ રાખતું ખાતું હવેથી સમાજોપયોગી કાર્યોમાં ધાર્મિક ધન ખર્ચવા છૂટ આપે છે.” બસ પૂરું થયું. આ તેનું ભાવિ છે.
આમ ધન લૂંટાય છે, પ્રજાની ઉત્પાદક શકિત મારી જાય છે, વગેરે અનેક પ્રકારનાં નુકસાન સંકળાયેલાં છે. આ ભયંકર તત્ત્વ તો એ છે કે, પડેલો વર્ગ દુનિયાને ગમે તે ક્ષેત્રમાં પડીને રોટલા કમાવા ન જતાં પોતાના જાત ભાઈઓ ઉપર આધાર રાખતો થઈ જાય. એટલે એ પણ સમાજ પર બો વધી પડે અને બીજા ધંધાના ક્ષેત્રમાંથી જૈન જેવી બુદ્ધિમાન કોમના લોકો બાતલ રહે, એટલો બીજા લોકોને અને પરદેશીઓને તે ધંધાઓ ઉપર આક્રમણ કરવાની છૂટ રહે જ.
ધર્મને, સમાજને અને વતનને ભૂલ્યા વિના તેના તરફની ફરજ અને તેમાંથી મળતા લાભના બદલામાં તેમના તરફની વફાદારી જાળવીને ધંધા ખાતર ગમે તે પ્રદેશમાં પરદેશી તરીકે જઈને-નહીં કે ત્યાંના વતની તરીકે, અને ગમે તે ધંધો કરવો પડે તેને માટે છેવટે શાસ્ત્રકારની મનાઈ નથી. અલબત્ત જેમ બને તેમ વતનથી દૂર ન જવું પડે અને ઉત્તમ ધંધા હાથમાં રહે, તે આદર્શ પ્રજાકીય સ્થિતિ ગણાય, છતાં નિરૂપાયે તેમાંથી ખસવું પડે તો તે સામે શાસ્ત્રકારોને વાંધો નથી, પરંતુ તે નિરૂપાય સ્થિતિ ગણાવી જોઈએ. તેને આદર્શ માનીને તેના પ્રતિષ્ઠિત ઠરાવો કે જાહેરાત કે પ્રચાર ન થવો જોઈએ. અને જેમ બને તેમ વારસાના ધંધા ટકી રહે, ત્યાં સુધી પ્રજાનું તેટલું પતન હજુ ઓછું થયું છે, એમ સમજવું જોઈએ. “અરધો મળે ત્યાં સુધી વતન છોડીને આખો લેવા ન દોડવું.” એ કહેવત વિચારવા જેવી છે. કેમકે, વતન છોડીને બહાર જતા લોકો નવો ધંધો હાથ કરી લાવતા નથી, પણ પરદેશીઓએ પાથરેલા ધંધામાં મદદગાર થવા જાય છે, અને જેમ જેમ તે ધંધો વધે છે, તેમ તેમ બીજા ધંધાદારી દેશીઓના હાથમાંથી ધંધા તૂટતા જઈને પરદેશીઓ માટે માર્ગ મોકળા થતા જાય છે.
કોઈક કહેશે કે, “હવે કોંગ્રેસના રાજ્યમાં પરદેશીઓ એક પાઈ પણ લઈ જશે નહીં,” એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org