Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૩૬૯
પવિત્ર થયો.” એમ કહી ધન્યવાદ આપ્યો. પરંતુ રાત્રે આચાર્ય મહારાજ પાસે જઈ શિષ્યોનું વર્તન કહી બતાવ્યું અને “આપની અને શાસનની હેલના થાય.” આચાર્યભગવંતે શિષ્યોને ઠપકો આપ્યો. પરંતુ ચાણક્યને કહ્યું કે, “તમે એટલું સમજી શકતા નથી કે, સાધુઓ આહાર પાણી વિના કેટલા દુઃખી થયા હશે ? ત્યારે તેઓને આમ કરવું પડ્યું હશે ને ? તમારા જેવા જ્યારે સંઘના આગેવાનો બેદરકાર રહો, ત્યારે તેમ બને ને ?' વગેરે. ચાણકયે પોતાની ભૂલ કબૂલ કરી અને મુનિઓ તથા સંઘના ખોરાક માટે વિશેષ કાળજી લેવાની શરૂઆત કરી. પેલા બે મુનિઓએ પ્રાયશ્ચિત્ત લઈ તપશ્ચર્યા કરી, અને સ્વર્ગે ગયા, ત્યાંથી મોક્ષમાં જશે.
૬૬. યુવક મુનિ અને સુલોચના : ગિરિપુષ્પનગરમાં સિંહાચાર્ય પરિવાર સાથે પધાર્યા. તે વખતે સેવ કરી ખાવાનો વખત હતો. પૌરૂષી પછી મુનિઓ વાત કરતા હતા. તેવામાં ગુણચંદ્ર નામના બાળ સાધુએ કહ્યું કે, “આજે તમને ઘી અને ગોળ સાથે પૂરતી સેવ લાવી આપીશ.” મુનિઓ તેને ખીલવવા માંડ્યા. પરંતુ બાળ સાધુ તો પાત્રા લઈ વહોરવા નીકળી પડ્યા. એક કણબીના ઘરમાં પેઠા. ઘી ગોળ ભેળવેલી સેવ તૈયાર હતી. પણ સાધુએ કહેવા છતાં તેણીએ તે વહોરાવી નહીં, મુનિ કહે “હું તારી પાસેથી લઈશ જ.” પટલાણી સુલોચના બોલી, “જો તમે લઈ શકો, તો મારે મારું નાક કાપવું.” મુનિએ ઘરથી બહાર નીકળી કોઈને પૂછયું કે, “આ કોનું ઘર છે?” “એ તો વિષ્ણુમિત્ર પટેલનું.” પોતે કયાં હશે ? “તે તો ચોરે ડાયરામાં બેઠા હશે.” મુનિ પહોંચ્યા ચોરામાં. “અહીં વિશુમિત્ર કોણ છે ?” લોકોએ પૂછયું-“શું કામ છે ?” “મારે તેની પાસે એક ચીજની માંગણી કરવી છે.” લોકો હસીને બોલવા લાગ્યા કે, “એ તો પોતાની બહેનને રાખી બેઠો છે ને મહાકૃપણ છે. શું આપવાનો હતો ? કદાચ અમે કાંઈક આપીશું.” વિષ્ણમિત્રે પોતાની આબરૂ ન જવા દેવા એક બાજુએ જઈ મુનિને સમજાવવા માંડ્યા ને કહ્યું કે, “આપ માગો. શું જોઈએ ?” શુલ્લક મુનિએ કહ્યું કે, “સ્ત્રીને આધીન છ પુરુષોમાંનો એક ન હો, તો માગું.” લોકો આ સાંભળીને પૂછવા લાગ્યા-“એ છ સ્ત્રી આધીન પુરુષો કયા?” મુનિએ વાત માંડી :
૧. શ્વેતાંગુલિ - એક સ્ત્રીવશ પુરુષ સ્ત્રી પાસે ખાવાનું માંગ્યું. ત્યારે તેણીએ કહ્યું કે, “ચૂલમાંથી રાખ કાઢી પડોશીને ઘેરથી દેવતા લાવી રસોઈ કરી નાંખો. પછી હું પીરસીશ.” તે બિચારો રોજ તેમ કરે, એટલે રાખથી તેની આંગળીઓ ધોળી થઈ ગઈ, તેથી લોકોએ તેનું નામ શ્વેતાંગુલિ પાડ્યું.
૨. બકોડાયી - રોજ પાણી ભરવા જવું પડે. એટલે રાતમાં પાણી ભરવા જાય તેથી બગલા ઊડે. આ વાતની લોકોને ખબર પડી. એટલે તેઓએ તેનું નામ બકોરાથી પાડ્યું.
૩. તીર્થ સ્નાયી - એક સ્ત્રીવશ પુરુષ સ્ત્રી પાસે નાહવાની સામગ્રી માગી. સ્ત્રીએ કહ્યું કે, “હા. પેલો પથ્થર લઈ આંબળા વાટી નાંખો. શરીરે તેલ ચોપડી ઘડો લઈ નદી કાંઠે જઈ નાહી આવો, ને ઘડો ભરતા આવજે. એક પંથને દો કાજ.” આ પ્રમાણે રોજ બીચારો કરે. એટલે લોકોએ તેનું નામ તીર્થ સ્નાયી પાડ્યું.
૪. કિંકર - સવારે ઊઠે ત્યારથી સ્ત્રીના ભોગની લાલચમાં રહ્યો રહ્યો તેને રાજી રાખવા વારંવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org