Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૩.
અડ્વાઈજેસુ સુધીની, પછી આવનાર છે.
રાઇઅ ઠાવ્યા પછીનું પહેલું નમુન્થુણં તો છ આવશ્યકમય પ્રતિક્રમણની શરૂઆતના મંગળાચરણ તરીકે છે. જેમ દેવિસઅમાં નમોસ્તુ વર્ધમાનાય પછી આવે છે. શ્રી આગમોમાં ઠામ ઠામ દેવેન્દ્રાદિક નમુન્થુણં સૂત્રથી પ્રભુની સ્તુતિ કરતા જણાય છે. તીર્થંકર પરમાત્માઓના ભવ્ય ગુણોનું સંકીર્તન નમ્રુત્યુગંમાં સમાય છે. એટલે ચતુર્વિશતિ સ્તવાવશ્યક-દેવવંદન-ચૈત્યવંદન-પ્રભુ દર્શન વખતે વંદનવગેરેમાં નમુન્થુણં મુખ્ય હોય છે. એ શક્રસ્તવ દંડક ચતુર્વિશતિ સ્તવાવશ્યકનું મુખ્ય સૂત્ર છે. અને નામપૂર્વક ચોવીસ તીર્થંકર પરમાત્માઓની સ્તુતિ માટે લોગસ્સુ મુખ્ય સૂત્ર છે. છતાં પણ ચૈત્યવંદન વગેરેમાં નમૃત્યુાણનો પ્રચાર સવિશેષ છે. તેનું કારણ ઉપર પ્રમાણે બરાબર સમજાશે.
પંચ પ્રતિક્રમણસૂત્રો
ત્યાર પછી કરેમિ ભંતે ! થી સામાયિક આવશ્યકની શરૂઆત થાય છે. એટલે કરેમિભંતે- સૂત્ર સાક્ષાત્ સામાયિક આવશ્યકમય છે, એ તો સ્પષ્ટ જ છે. અને બીજી રીતે અનુક્રમે ચારિત્રાચાર-દર્શનાચાર અને જ્ઞાનાચારની આરાધનાના કાઉસ્સગ્ગો પણ એક પ્રકારે સામાયિક આવશ્યકમાં ગણી શકાય. તેમજ લોગસ્સ દર્શનાચારની આરાધનાના કાઉસ્સગ્ગમાં વિસ્તારથી ચતુર્વિશતિ સ્તવ પણ ગર્ભિત રીતે અંદર આવી જાય છે. તેમજ સાથે સાથે ગર્ભિત રીતે તપ:આચાર અને વીર્યાચાર પણ સમાયેલા જ હોય છે. એમ પંચાચાર રૂપ પણ સામાયિક આવશ્યકની આરાધના થાય છે. અને ત્રીજા કાઉસ્સગ્ગમાં પાંચેય આચારોના અતિચારો ચિંતવીને આચારોની શુદ્ધિ કરી લઈ આચારોમય સામાયિકમાં સ્થિર થવામાં આવે છે. એ રીતે સામાયિક પછી સિદ્ધાણં બુદ્ધાણં સૂત્રને પણ ચતુર્વિશતિ સ્તવ કહી શકીએ. જો કે પંચાચારની શુદ્ધિના આનંદ તરીકે તે બોલવામાં આવે છે. વળી પ્રથમના બે કાઉસ્સગ્ગમાં પણ લોગસ્સનું ચિંતવન થાય છે. એ રીતે પ્રથમના બે આવશ્યકો ચત્તારિ અર્ધ સુધીમાં પૂરા થાય છે.
અહીં ચારિત્રાચારનો દેવસિઅ પ્રતિમાં બે લોગસ્સનો કાઉસ્સગ્ગ છે, તેને બદલે અહીં એક લોગસ્સના બે કાઉસ્સગ્ગ એટલા માટે છે, કે દિવસ કરતાં રાત્રિમાં અલ્પ વ્યાપારને અંગે અલ્પ અતિચાર લાગવાનો સંભવ ગણીને એક લોગસ્સનો કાઉ રાખવામાં આવેલ છે. અને અતિચારોનું ચિંતન પંચાચાર માટે વિકાસ પામતી દ્રવ્ય-ભાવ જાગૃતિના ક્રમને ઉદ્દેશીને ત્રીજા કાઉસ્સગ્ગમાં રાખવામાં આવેલ છે.
પરંતુ અહીં એ પણ વિચારવાનું છે કે-સુઅસ્સ ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ એ રીતે પુખરવરદી પછી આદેશ માંગીને કરાયેલા કાઉસ્સગ્ગમાં પંચાચારના અતિચારની ગાથાઓ ચિંતવવાનું કેમ યોગ્ય ગણાય ? એ પ્રશ્ન થાય.
તેના જવાબમાં એટલું જ કહી શકાય, કે કાયોત્સર્ગથી શ્રુતજ્ઞાનની આરાધના પણ થાય છે. અને તેમાં લોગસ્સના ચિંતવનને બદલે અતિચારોના ચિંતવન થાય છે. પાંચ આચારોની એ પણ આરાધના જ છે.
બીજું કારણ એ પણ જણાય છે કે, પંચાચારોનાં નામોનાં પ્રતીકોની ગાથાઓ ઉપરથી સયણાસણ-ગાથાની જેમ તેમાં દિવસમાં કે રાતમાં લાગેલા અતિચારો ચિંતવવાના હોય છે, એમ ચિંતવીને પંચાચારની શુદ્ધિ રૂપ સામાયિકમાં સ્થિર થવાનું હોય છે. એ રીતે કરેમિ ભંતેથી શરૂ કરેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org