Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૫૪
પંચ પ્રતિક્રમણ સૂત્રો
સંભાળવા જેવું છે. તેઓને સ્થિર કરવા એ પણ પરમ વાત્સલ્ય જણાય છે. દિવસે દિવસે વિપરીત માર્ગ તરફ દોરાઈ જવાના સંજોગો વધતા જાય છે.
પરંતુ સાધર્મિક બંધુ અનુકંપા પાત્ર થાય, કે તેના ઉપર અનુકંપા કરવી પડે, એ સ્થિતિ વિષમ છે. તે વાત્સલ્ય નથી. તે તો નેવાના પાણી મોભે જવા જેવું છે.
હાલમાં બોર્ડિંગ, સ્કૂલો, દવાખાનાં, શ્રાવિકાશ્રમો વગેરેમાં સાધર્મિકો વાત્સલ્ય મનાવવામાં આવે છે, તે કેવળ મોટામાં મોટું જૂઠાણું છે. તેને જરા પણ ઉત્તેજન આપવા જેવું નથી. કેમ કે તેમાં તો અરજી લેવાની હોય છે. દયા દાન જેવી સ્થિતિ હોય છે. તેના ઉપર સત્તા અને અધિકારની રચના હોય છે. તેમાં સાધર્મિક વાત્સલ્યનો અંશ માત્ર નથી હોતો. પરીક્ષામાં બેઠેલા સાધર્મિકને દાખલાની ચિઠ્ઠી આપીને પાસ કરાવી સાધર્મિક ભકિત કરવા બરાબર છે.
પરદેશી ધંધાની હરીફાઈમાં બેકાર પડેલાઓને કેળવીને ફરીથી નવા ધંધાઓમાં મદદગાર કામ કરનારા તરીકે કોમી સંસ્થાઓની રચના મારફત તૈયાર કરાવી લેવાની યોજના માત્ર છે. જેમાં પરદેશીઓને ખર્ચ ન કરવો પડે અને પોતપોતાની કોમના માણસોની ઉન્નતિ માટેના પ્રયાસો કરવાની ભાવના ઉત્પન્ન કરાવી ખર્ચ અને મહેનત બચાવી જોઈતા માણસો ઉત્પન્ન કરી લેવાની, તેમજ આર્ય સંસ્કૃતિના કે વારસાના સંસ્કારોથી વંચિત રાખી સીવીલાઈઝની સંસ્કૃતિમાં મદદ ન કરે તો આડે તો ન આવે એવી ઘટનાને વેગ આપવાની યુકિત પ્રયુકિત છે. આપણામાં એક બીજાને સાધર્મિક તરીકે મદદ કરવાની સ્વાભાવિક પ્રવૃત્તિ છે, કેટલાકમાં જ્ઞાતિભાવનાથી મદદ કરવાની મનોવૃત્તિ હોય છે, તે મનોવૃત્તિને પ્રચારકાર્યથી યુકિતપૂર્વક આધુનિક કેળવણી વગેરે તરફ ધીમે ધીમે વાળી દીધી છે.
ત્યારે સાધર્મિક વાત્સલ્યમાં અરજી લેવાની નથી હોતી, ઉપકાર માનવાનો નથી હોતો. ઊલટી ભકિત કરવાની હોય છે, અને ભકિતની ધાર્મિક ક્રિયા કરનારા તરીકે અનુમોદના કરવાની હોય છે. તેમાં અધિકાર, સત્તા કે એવાં વહીવટી ધોરણોનો સંબંધ હોતો જ નથી. સૌને એક સરખું નિમંત્રણ આમંત્રણ હોય છે અને એક સરખી રીતે ભકિત કરવાની હોય છે. કયાં આ રીતનું વાત્સલ્ય ? અને કયાં વ્યવહારુ સોદાને વાત્સલ્યનું નામ આપવું તે? આકાશ પાતાળનું અંતર છે, ફંડો ઉઘરાવવાના એ એક જમાનાના માર્ગ છે.
ખરી રીતે, જૈન જેવી વ્યાપારી કોમ જે ધંધાર્થી કોમ છે અને તેવી જ ખેડૂત કોમ જે ધંધાર્થી કોમ છે, તેમજ ક્ષત્રિય કે જે પ્રજાકીય વ્યવસ્થાપક કોમ છે, તે સ્વપુરુષાર્થથી ઉપાર્જન કર્યા વિના મોઢામાં પણ ન નાંખે. તેવી ખુમારી જો તેનામાં ન હોય, તો પ્રજાકીય અધ:પાત થાય, સ્વાશ્રયના તત્વનો પ્રજામાંથી નાશ થાય, તે કોમો ફંડોથી ભોજન કરે, તે ઉન્નતિ નહીં, પણ પ્રજાકીય અવનતિ છે. અલબત્ત બ્રાહ્મણો વગેરે ભિક્ષુક કોમો કે જેના વ્યવસાય ઉત્પાદક પ્રજાઓના ભલા માટે છે, પણ તેને આશ્રયે ચાલે છે, તેમજ ત્યાગી વર્ગ ભિક્ષાવી છતાં ત્યાગથી જગતની રક્ષા કરે છે. અને વસવાયા કે એવા બીજા વર્ગો પરાશિત અન્ન ખાય, એ અયોગ્ય નથી. પણ આવા પ્રધાન પ્રજાજન તરીકે ગણાઈ ચૂકેલા વર્ગો સ્વકમાણી વિના જેટલો પરાશ્રય શોધે, તેટલી પ્રજાની કે દેશની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org