Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૪૨૩
એટલે કે, તે આગારો સિવાય નમુક્કારસી પોરિસી વગેરે પચ્ચકખાણોની શરતો પ્રમાણે ચાર આહાર પૈકી જેમાં જેટલાનો ત્યાગ કરી પચ્ચકખાણ કરવાનું હોય, તેટલાના ત્યાગની પ્રતિજ્ઞા થાય છે. તથા તે પ્રતિજ્ઞા મન, વચન, કાયાથી પાળવા માટે ખાસ ભાર મૂકવા, તેમાં ખામી ન આવે, શિથિલતા ન આવે, તથા બીજી તરફ મન વચન કાયાને રોકાતાં અટકાવવા, વોસિરે પદ છેડે આપવામાં આવે છે, વોસિરામિ કહી શિષ્ય પચ્ચખાણ માટે પોતાની સંપૂર્ણ તત્પરતા બતાવે છે, એટલે કે તેની સ્પર્શના, પાલન, શોભના, તિરના, કીર્તના, આરાધના અને વિરાધનાનો ત્યાગ વગેરે માટેની કબૂલાત આપે છે.
પચ્ચખાણ સૂર્યોદય પહેલાં રાઇઅ પ્રતિકમણ વખતે પ્રત્યાખ્યાન આવશ્યકને પ્રસંગે ધરવાનો અને જાતે લેવાનો વિધિ છે. પછીથી જિનમંદિરે જઈ પ્રભુ સમક્ષ ફરી લેવાનો વિધિ છે, અને પછી ગુરુવંદન વખતે ગુરુ મહારાજ પાસે પ્રત્યાખ્યાન લેવાનો વિધિ છે, તેમાં જે વખતે ગુરુ મહારાજ પચ્ચકખાઈ એટલે પ્રત્યાખ્યાન કરવું = ત્યાગ કરવો, એવો શબ્દ બોલે, ત્યારે પચ્ચક્ખામિ = પ્રત્યાખ્યાન કરું છું - ત્યાગ કરું છું એ પ્રમાણે પ્રત્યાખ્યાન સ્વીકારનું વચન પ્રત્યાખ્યાન લેનારે બોલવું જોઈએ. તે જ પ્રમાણે ગુરુ મહારાજ “ચાર આહારનો મન વચન કાયાના બળપૂર્વક ત્યાગ કરવો, બળપૂર્વક તેમાં મકકમ રહેવું, અને તેમાં ખામી પાડનારી મન વચન કાયાની પ્રવૃત્તિથી બળપૂર્વક પાછા હઠવું, સાવચેત રહેવું.” વગેરે ભલામણ સૂચક વોસિરે - વ્યસૃજે પદ કહે, ત્યારે તે આજ્ઞા સ્વીકારવા અને પ્રત્યાખ્યાનની આરાધનામાં પોતાના તરફની સાવચેતી સૂચક સિરામિ = વ્યસૃજામિ એ પદ કહેવું. આ સામાન્ય વિધિ પચ્ચકખાણ લેતી વખતે ધ્યાનમાં ખાસ રાખવો જોઈએ.
પચ્ચકખાણ ધારવા વિષે રાઇઅ પ્રતિક્રમણ ન કર્યું હોય, તો પણ જે કાંઈ પણ પચ્ચકખાણ કરવું હોય, તે સૂર્યોદય પહેલાં જ ધારવું જોઈએ. કેમ કે સૂર્યોદયથી તો પ્રત્યાખ્યાનનું પાલન શરૂ જ થઈ જાય છે.
હવે, જે પ્રત્યાખ્યાન ધાર્યું હોય, તેના પારવાના વખત પહેલાં તેથી ઊંચા પ્રકારનું પ્રત્યાખ્યાન કરવું હોય, તો થઈ શકે છે, પરંતુ ઊતરતા પ્રકારનું પ્રત્યાખ્યાન ન થઈ શકે. સૂર્યોદય પહેલાં પચ્ચખાણ ન ધાર્યું હોય તે યોગ્ય ન ગણાય. એકાસણું ધાર્યું હોય, તો આયંબિલ, ઉપવાસ વધારી શકાય. પરંતુ “મારે આજે શું પચ્ચકખાણ કરવું? તેનો વિચાર કરું છું. સવારે એકાસણું ધાર્યું છે. પણ હજુ પચ્ચખાણ લીધું નથી. પણ તે થશે કે કેમ ? તેનો વિચાર કરું છું. જે થશે એમ લાગશે, તો કરીશ. નહીંતર કાંઈ નહીં. અથવા બેસણું કરીશ.” એ રીતે થઈ ન શકે. અમારી સમજ પ્રમાણે એકાસાણાના પ્રત્યાખ્યાનનો ભંગ ગણાય. પરંતુ એકાસણાનો વિચાર હોય, છતાં સવારમાં પહેલેથી પ્રત્યાખ્યાન બેઆસાણાનું લીધું કે ધાર્યું હોય, તો હરકત ન આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org