Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૪૩૩
કલડક-નિર્મુક્તમ-મુક્ત-પૂર્ણ કુ-ત-રાહુ-ગ્રસને સદોદયમ્ અ-પૂર્વ-ચન્દ્ર જિન-ચન્દ્ર-ભાષિતં૬, દિના-ડડગમે નૌમિ બુધેર્નમસ્કૃતમ્lia
ગાથાર્થ:- નિષ્કલંક, 'સંપૂર્ણ, કુતર્ક રૂપી રાહુઓને ગળી જનારી, સદા જાગતી,*નવા ચન્દ્રમાં જેવી અને સાચા પંડિતોએ નમસ્કાર કરાયેલી “શ્રી જિનેશ્વર પ્રભુની વાણીની સવારમાં હું સ્તુતિ કરું છું.
વિશેષાર્થ :- રાત્રિના પાછળના ભાગમાં ચંદ્ર ફીકો પડી જાય છે. ચંદ્રમાં. કલંક હોય છે. ચંદ્ર હંમેશાં પૂર્ણ નથી હોતો. ચંદ્ર રાહુથી ગળાય છે. ચંદ્ર સવારે અસ્ત થાય છે, ને સાંજે ફરીથી ઉદય પામે છે. માટે ચંદ્ર કરતાંયે જુદી જ જાતના ચંદ્ર જેવી જિનેશ્વર પરમાત્માની વાણીની પ્રાત:કાળમાં સ્તુતિ બહુ જ ઉચિત શબ્દોમાં કરવામાં આવી છે. જિનાગમ રૂપી ચન્દ્રમાં કલંક-દોષ નથી. તેમાં કયાંયે અપૂર્ણતા નથી. તેને રાહુ ગળી શકતો નથી પણ ઊલટી તે વાણી જ કુતકરૂપી રાહુઓને ગળી જાય છે. સાંજે આથમે અને સવારે ઊગે એમ પણ નથી. પરંતુ કાયમ ઊગેલી જ રહે છે. માટે તે કોઈ જુદો જ ચંદ્રમા છે. ચંદ્રને લોકો નમે છે. પરંતુ આને તો બુધ લોકોતત્ત્વજ્ઞ લોકો પણ નમે છે. આવા પવિત્ર આગમની પ્રાત:કાળની સ્તુતિ કરું છું. આ પણ કાવ્ય ચમત્કારવાળું કાવ્ય છે. પ્રાત:કાળની સ્તુતિ તરીકે તત્સમકાલિક સ્થિતિનું વર્ણન પણ ઘણું જ સરસ કરવામાં આવેલ છે.
વિશેષાર્થ :- આ સ્તુતિ પણ પૂર્વાન્તર્ગત હોવાથી સ્ત્રીઓ બોલતી નથી. પ્રાત:કાળને ઉચિત શબ્દોથી વર્ણનવાળામાં ત્રણેય શ્લોકો ખરેખર કાવ્ય ચમત્કારવાળા છે.
અથ શ્રી રાઈએ પ્રતિક્રમણ વિધિ ૧. પ્રથમ-પૂર્વની રીતે સામાયિક લેવું. ૨. પછી-ખમાસમણ દઈ ઇચ્છા સંદિ કુસુમિણ દુમિણ ઉડાવણી રાઇઅપાયચ્છિન્ન-વિસાહત્ય કાઉસ્સગ્ન કરું? ઇચ્છ. કુસુમિણ દુસુમિણઉડાવણી રાઈઅપાયચ્છિન્ન-વિસોહાણથંકરેમિકાઉસ્સગ્ગ
અન્નત્થ, કહી ચાર લોન્ગસ્સનો કાઉસગ્ગ કરી, પારી પ્રગટ લોગસ્સ કહેવો. ૩. પછી-ખમાસમણ દઈ ઇચ્છા, ચૈત્યવંદન કરું ? ગિર-કરેહવું ઇચ્છું કહી, જગચિંતામણિનું ચૈત્યવંદન
જય વિયરાય સુધી કહેવું. ૪. પછી-ચાર ખમાસમણ દેવા પૂર્વક ભગવાન આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુઓને વાંદવા. ૫. પછી-ખમાસમણ બે દઈ, સઝાયના બે આદેશ માગી, એક નવકાર ગણીને ભરખેસરની સજઝાય
કહી, ફરી એક નવકાર ગણવો. ૬. પછી-ઇચ્છાકાર સુધરાઈ પાઠ કહેવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org