Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૩૬૭
પડ્યા. પાટિયાની મદદથી ધનવતી પ્રિયમલેક તીર્થમાં મૌન રાખીને રાહ જોતી રહી અને કુમાર રત્નપુર જઈ પહોંચ્યો. ત્યાંના રત્નપ્રભ રાજાની રત્નાવતી કન્યાના સર્પદંશનું નિવારણ કરી તેને પરણ્યો. પરંતુ ધનવતીના વિયોગથી કેટલાંક કષ્ટો સહન કરી, રાજાની પ્રીતિ સંપાદન કરી રુદ્ર મંત્રી સાથે સ્વવતન તરફ તે પાછો ફર્યો. જે રત્નતી મેળવવા તેને સમુદ્રમાં નાંખી દીધો. ત્યાં પણ વહાણ ભાંગ્યું. રત્નાવતી પ્રિયમેલક તીર્થમાં પાટિયાની મદદથી પહોંચી. કુમારને સમુદ્રમાંથી ઉપાડીને કોઈએ તાપસાશ્રમમાં મૂકયો. ત્યાં તાપસોએ રૂપવતીકન્યા પરણાવીને કન્યાદાનમાં સો સોનૈયા આપનારી કંથા અને આકાશગામી ખાટલી આપી. ખાટલીમાં બેસી ધનવતીની શોધમાં રૂપવતી સાથે ચાલ્યો. રસ્તામાં કુસુમપુરે ખાટલી ઉતારી કૂવામાં પાણી લેવા જતાં સર્પ કરડ્યો ને કુમારનું રૂપ કૂબડું થઈ ગયું. કૂબડાના હાથે રૂપવતીએ પાણી ન પીધું અને પોતાના પતિને શોધવા લાગી. તે પણ પ્રિયમેલક તીર્થે ગઈ.
ત્રણેય મૌનપણે ધાર્મિક જીવન ગાળે છે. ત્યાંના રાજાએ પડહ વગડાવ્યો કે “આ ત્રણેયને બોલાવે, તેને કુસુમવતી પરણાવીશ.” કૂબડાએ પુસ્તકનાં કોરાં પાનાં લઈ પોતાનો વૃત્તાંત મોટેથી બોલીને વાંચવાનો ઢોંગ કરી તેમની હકીકત કહેતો ગયો, તેમ તેમ સ્ત્રીઓ આગળ આગળ માટે “પછી શું થયું ?” એમ પૂછીને બોલતી ગઈ. સર્પદંશ પછી શું થયું ? તેનો જવાબ ન આપતાં પુસ્તક વીંટાળી રાજાને કન્યા આપવા ફરજ પાડી. વચનના બંધાણા રાજાને કન્યા પરણાવવી પડી. હસ્તમિલન વખતે રાજાએ માગવા કહ્યું ત્યારે માગ્યું કે, “પોકાર કરતો સર્પ આપો.” રાજાએ કહ્યું કે “સર્પ આવો.” તરત જ સર્પ આવ્યો અને કુમારને કરડ્યો. તે મૂછ ખાઈ ઢળી પડ્યો. પેલી ત્રણેય સ્ત્રીઓ તે કૂબડાને બચાવવા પ્રયત્ન કરવા લાગી, તેવામાં તે કુમાર પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયો. સર્ષે ખુલાસો કર્યો કે “સિંહલકુમાર ! મુનિરાજને વહોરાવતાં તમારા ભાવ ત્રણ વખત તૂટ્યા તેથી તમારે આમ ત્રણ વખત વિટંબના ભોગવવી પડી છે. બાકી તો પુણ્યોદયથી દરેક ઠેકાણે તમારો આદર થયો છે, ને પ્રભાવ પડ્યો છે, પરંતુ દરેક વખતે મારે તમારો બચાવ કરવો પડ્યો છે. સર્પ રૂપે આવી તમારું રૂપ કૂબડું કરવાની મારે જરૂર એ હતી કે, તમારો વૈરી રૂદ્ર નગરમાં હતો, તે તમને ઓળખીને તમારું અનિષ્ટ ન કરે માટે. આ સાંભળી તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું. રાજાએ રૂદ્રને દેશપાર કર્યો. કુમાર ચારેય સ્ત્રીઓ સાથે ખાટલી પર બેસી સ્વવતન ગયો. કંથાના પ્રભાવથી પ્રજાને ઋદ્ધિવાળી કરી. અનુક્રમે દીક્ષા લઈ છેકે દેવોંકે ગયો.
૬૩. ઉત્તમ ચરિત્ર-કુમાર : આ કુમારનું ચરિત્ર ઘણું મોટું અને અદ્ભુત રસથી ભરેલું છે. અહીં તો માત્ર તદ્દન ટૂંકામાં જ આપીશું.
સુદત્ત ગામમાં ધનદત્ત કણબીને ચાર સ્ત્રીઓ હતી. સુખી છતાં પાછળથી ગરીબ થયો હતો. છતાં માર્ગમાં ચોરોએ વસ્ત્રો લૂંટી લેવાથી ટાઢે ઠરતા ચાર મુનિઓને ચાર ગરમ વસ્ત્રો પોતે તંગી ભોગવીને આપ્યાં હતાં. તેના પ્રભાવથી મરીને કાશીના મકરધ્વજ રાજાની લક્ષ્મીવતી પત્નીથી ઉત્તમ ચરિત્ર કુમારના નામનો અનેક ગુણો અને કળાવિભૂષિત પુત્ર થયો. તે દેશાન્તરમાં ખૂબ ફર્યો છે, ફરતાં ફરતાં જુદા જુદા પ્રસંગમાં તેની પૂર્વ ભવની ચાર સ્ત્રીઓ મળી છે, ને તેણે તેની સાથે લગ્ન કર્યું છે. તેનાં નામ મદાલસા, ત્રિલોચના, અનંગસેના, સહસકળા, પાંચ દિવ્ય રત્નો, મણિ, કનક, શીરોક, રત્નકંબળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org