Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૭૦
પંચ પ્રતિકમાણસૂત્રો
પૂછે. “મહાશયે ! લ્યો. આ કામ મેં પૂરું કર્યું. હવે શું કરું.” આમ પૂછે. લોકોએ જાણ્યું ત્યારે તેનું નામ કિંકર પાડ્યું.
૫. ધરિખ - થાળી લઈને સ્ત્રી પાસે રસોડામાં આવે, ત્યારે સ્ત્રી પીરસે. તે લઈને જમવાના ઠેકાણે જઈને ખાય, વળી પાછો જે કાંઈ જોઈએ, તે લેવા થાળી લઈને આવે, અને પાછો ઠેકાણે જઈ ખાય. આમ વારંવાર સ્ત્રીના કહેવાથી ગીધની પેઠે રખતો હોવાથી લોકોએ તેનું નામ ગૃધરિખ નામ પાડ્યું.
. હદન-જ્ઞ - બાળકનાં મળમૂત્ર સ્ત્રીના કહેવાથી સાફ કરી નાંખતો હોવાથી હદનશ એવું લોકોએ નામ પાડ્યું.
આ છ દષ્ટાંતો સાંભળીને લોકો ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા કે “મહારાજ ! આ ભાઈ સાહેબમાં તો એ તમે કહ્યા, તે છયે ગુણો સારા પ્રમાણમાં છે.” વિષમિત્ર બોલ્યો. “મહારાજ ! આ લોકો મશ્કરી કરે છે. હું એવો નથી. તમારે જોઈએ તે માગો.” મુનિએ કહ્યું. “મારે બીજું કાંઈ ન જોઈએ. મને તો ઘી ગોળ સાથે પાવું ભરાય તેટલી સેવ તારે ઘેરથી આપ.” બન્નેય ઘર તરફ ગયા. મુનિને બહાર રાખી પેલે ઘરમાં જઈ સ્ત્રીને રસોઈ વિષે પૂછયું. ત્યારે બધું તૈયાર જાણી તેને વધારે ગોળ લેવા મેડા ઉપર ચડાવી, નિસરણી લઈ લીધી ને સાધુને બોલાવી સેવ વહોરાવી દીધી. પિલી જ્યાં ગોળ લઈ ઊતરવા આવે, તેવામાં ત્યાં નિસરણી ન મળે, ને ઊભી ઊભી “ના ના” બોલે કે “અરે ! એને ન આપો, ન આપો.” મુનિ વહોરતા જાય, ને નાક ઉપર આંગળી મૂકતા જય, ને આહાર લઈને ચાલતા થયા.
સ્ત્રી પાસેથી નાક કાપવાની હકીકત જાણી વિષમિત્ર ગર પાસે આવ્યો. ગુરુએ ઉપદેશ આપ્યો ને તે સંયમ આરાધી સ્વર્ગમાં ગયો, પછી તે મોક્ષમાં જશે. મુલકમુનિ પણ ઉમ્મરમાં આવતાં માન તજી સારી રીતે આચાર પાળવા લાગ્યા. સદ્દગતિ મેળવીને મુક્તિ પામશે.
૬૭. કૃપણ : ગધ સમૃદ્ધ નગરમાં ધનદેવ નામનો ભિક્ષુઓનો ઉપાસક પણ માણસ રહેતો હતો. તે સાધુઓને પણ કાંઈ આપે નહીં ! ત્યારે મુનિઓએ માહે માંહે વાત કરી કે, “કોઈ એવો સમર્થ સાધુ છે, કે જે તેની પાસેથી મેળવી શકે ?” એક મુનિએ કહ્યું -“જુઓ, હું તેની પાસેથી ઈષ્ટ લઈ શકું છું.” એમ કહી, ત્યાં જઈ તેના ઘરને મંત્રથી મંચું, ધનદેવે આવેલ સાધુને પૂછયું કે
શાનો ખપ છે ?' મુનિએ ગોળ, ઘી, વસ્ત્ર વગેરે જેનો ખપ હતો તે જણાવ્યું. તેણે તે આપ્યું, વિદ્યા સંહરી કે, તે ઘરમાં જોવા લાગ્યો. તો પોતાની તે ચીજો ઓછી થયેલી જોઈ કલ્પાંત કરવા લાગ્યો. ત્યારે લોકોએ તેને પોતાને હાથે જ મુનિને આપ્યાનું જણાવ્યું. ત્યારે તે મૌન થયો. પછી ગુરુ પાસે જઈ ઉપદેશ સાંભળી દીક્ષા લીધી ને તપશ્ચર્યા કરી, પ્રાંતે મોક્ષમાં જશે.
૬૮. આષાઢભૂતિ : મુનિ :- ઘર્મલાભ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org