Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૭૪
પંચ પ્રતિક્રમણ સૂત્રો
રાજકુમારો:- [તે પ્રમાણે કરવા લાગ્યા] આષાઢભૂતિ:- (કેવળજ્ઞાન થયુંને ચાલવા લાગ્યા.] રાજકુમારો
કિવળી થઈ ચાલવા લાગ્યા.] રાજા :- અરે ! તમે બધા ચાલ્યા કયાં ! આષાઢભૂતિ :- ભરત ચક્રવર્તી પણ વેષ પહેરીને ચાલ્યા જ ગયા હતા ને? પાછા કયાં વળ્યા હતા ?
નાટક તો ખરેખરું જ ભજવવું જોઈએને?[પાંચસો કેવળી રાજકુમારો સાથે આષાઢભૂતિ
કેવળી ચાલ્યા જાય છે.] વિશ્વકર્મા - ખરેખર! આ મહાત્મા પુરુષના સંબંધથી અમારા મનનો પણ મેલ ચાલ્યો ગયો. મહારાજ !
મારી ઈચ્છા આ નાટક કુસુમપુરમાં ભજવવાની છે ? રાજા :- ભલે, ભજવો. વિશ્વકર્મા - જેવી આજ્ઞા. [જાય છે.]
દૂત :- [આવીને પ્રણામ કરી.] મહારાજ કુસુમપુરમાંથી પાંચસો ક્ષત્રિય કુમાર સાથે વિશ્વકર્મા નટ
પણ અરીસા ભવનમાં કેવળજ્ઞાન પામી ચાલી નીકળ્યા છે. રાજા :- બસ, આમ ને આમ પૃથ્વી ક્ષત્રિયો વિનાની થઈ જશે. જાઓ, સુભટો ! તેનું નાટ્ય પુસ્તક
લાવીને અગ્નિમાં હોમી દો જેથી તેની પરંપરા જ ન ચાલે. સુભટો:- જેવો હુકમ [જાય છે.]
"જેઓના નામ લેવાથી પાપની પરંપરા નાશ પામી જાય છે, એવા સર્વ ગુણોથી ભરેલા એ “વગેરે મહા “સાત્વિક મહાત્માઓ સુખ આપો. ૭
મહાસતીઓ
6.
૧. સુલસા: પ્રભુ મહાવીરના સમયના રાજગૃહીના નાગ રથિકના ધર્મપત્ની આ મહાથાવિકાના દઢ સમ્યકત્વની હકીકત પ્રસિદ્ધ છે. નાગ રથિકે ગુરુ મહારાજ પાસે એવો નિયમ ગ્રહણ કર્યો હતો કે, “મારે બીજી સ્ત્રી કરવી નહીં.” અર્થાત્ બન્નેય પરસ્પર અનુરાગી હતાં. નાગ રથિક રાજા શ્રેણિકના લશ્કરમાં મુખ્ય રથિક હતા. પણ તેને સંતાન નહોતું. બીજાનાં બાળકો રમતાં જોઈ તેને સંતાન માટે બહુ ઈચ્છા થયા કરતી હતી. શાસ્ત્રકારો કહે છે કે, “પ્રાણીનો સ્વભાવ જ એવો છે કે તેને અપ્રાપ્તની ઈચ્છા બહુ જ રહ્યા કરે, પછી ભલે તેનું પરિણામ ગમે તે આવે. પરંતુ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org