Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૯૬
પંચ પ્રતિકમાણસૂત્રો
પામ્યા. તેના કુટુંબીઓ જૈન ધન થયા અને અનુક્રમે દીક્ષા લઈ મોક્ષમાં ગયા.
૧૧. રાજીમતી : બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુને કૃષ્ણ વાસુદેવની રાણીઓએ લગ્ન કરવાને લલચાવ્યા બાદ, તેમણે નિષેધ ન કરવાથી કૃષગે મથુરાના ઉગ્રસેન રાજાની પુત્રી સત્યભામાની બહેન રાજુમતી સાથે સગપણ કર્યું. અને શ્રાવણ સુદ છઠને દિવસે લગ્ન કરવા જન મથુરા ગઈ. પરંતુ જાનૈયાઓને જમાડવા માટે માંસની સામગ્રી મેળવવા રસ્તામાં પશુઓને એક વાડામાં પૂરેલા હતા. તે જોઈ પ્રભુનું મન કરૂણાવાળું થવાથી ત્યાંથી પાછા ફરી આવ્યા. એક વર્ષ રહી વર્ષીદાન આપી દીક્ષા લીધી. આ તરફ રાજીમતીએ પ્રભુને ઘણી વિનવણી કરી. જ્યારે પાછા ન વળ્યા, ત્યારે તેની સખીઓએ તેને બદલે બીજા વર સાથે પરણાવવાની સૂચના કરી, ત્યારે રાજમતીએ કાને હાથ દઈ “એ સિવાય બીજાને વરવાની વાત પણ સાંભળવા હું માગતી નથી. મારા હાથ પર તેનો હાથ મેળાપ [હથેવાળો] ન થયો, તો દીક્ષા પ્રસંગે હું મારા મસ્તક ઉપર તેમનો હાથ મુકાવીશ.” એમ કહી પ્રભુના ધ્યાનમાં મગ્ન રહી. પ્રભુને કેવળ જ્ઞાન થયા બાદ પ્રભુ પાસે જઈ દીક્ષા લીધી. અને ચારિત્રની આરાધના શરૂ કરી. એક વખત શ્રી ગિરિનગર પર્વત ઉપર પ્રભુને વાંદવા જતાં રસ્તામાં વરસાદ થવાથી એક ગુફામાં જઈ વસ્ત્રો સૂકવવા જતાં તેના દિયર રથનેમિ મુનિનો મેળાપ થયો. ત્યાં વસ્ત્રરહિત રાજીમતીને જોઈ પોતાની સાથે પરણવાની તેણે માંગણી કરી. રાજીમતીએ તેને બોધ આપ્યો. રામતીને પગે પડી, પ્રભુ પાસે જઈ આલોયણા લઈ ચારિત્રની આરાધના કરી. આ તરફ રાજીમતી પણ ઉપાશ્રયે ગયાં. આરાધના કરી કર્મોનો ક્ષય કરી પ્રભુજી પહેલાં જ મોક્ષમાં ગયા.
૧૨. શષિદના : ભરત ક્ષેત્રના મધ્યપ્રદેશમાં રથમર્દન નગરમાં હેમરથ રાજાની સુદશા રાણીથી જન્મેલો કનકરથ નામે પુત્ર હતો.
કાવેરી નગરીમાં સુંદરપાણિની વાસુલા પત્નીથી ઉત્પન્ન થયેલી રુક્મિણી નામની પુત્રી હતી. કનકરથ ને રુકિમણીનો સંબંધ બાંધવામાં આવ્યો હતો. તેને પરણવા જતાં રસ્તામાં તદ્દભવ મોક્ષગામી અરિમર્દન રાજાને જીતી રાજ્ય પાછું આપી તેની દીક્ષા લેવાની ભાવનામાં કારણભૂત થયો. આગળ જતાં એક જંગલમાં સરોવર પાસેના શ્રી આદીશ્વર પ્રભુના મંદિરમાં - મિત્રાવતી નગરીના, તાપસ થયેલા હરિગ રાજાની, પૂર્વના તાપસ પાસેથી મેળવેલા વિલાપહાર મંત્રથી જિવાડેલી સ્વસ્તિમતી નગરીના પ્રિયદર્શન રાજાની વિદ્યુwભા રાણીથી જન્મેલી પ્રીતિમતી પત્નીથી, બન્નેય તાપસ થયા પછી જન્મેલી, ઋષિદના નામની, અદશ્ય અંજનથી કોઈકોઈ વાર અદશ્ય થઈ રહેતી પુત્રીને તેના પિતાની ઈચ્છાથી પરણ્યો, તાપસ અગ્નિ પ્રવેશ કરી મૃત્યુ પામ્યો. રાજકુમાર ઋષિદના સાથે પાછો સ્વવતન આવ્યો.
મિાગીએ, કુમારને પાછો ગયેલો સાંભળી તેનું મન ઋષિદના ઉપરથી પોતાની તરફ આકર્ષવા એક સુલસા નામની યોગિનીને મોકલી. ઋષિદનાને “શહેરના માણસો મારી નાંખી માંસભક્ષણ કરતી રાક્ષસી ઠરાવી. કનકરથની ઈચ્છા વિરુદ્ધ રાજાએ હુકમ કરી બહાર કઢાવી મૂકી. પછી સુંદરપાણિ રાજા મારફત રુક્મિણીને પરણવા આવવા થયેલી માંગણીને વશ થઈ કનકરથ કુમાર પાછો કાવેરી નગરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org