Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
કામકાજમાં વ્યગ્રતાને લીધે પચ્ચક્ખાણ પારવામાં ઢીલ થાય, તો દોષથી બચવા માટે મુøિસહિઅં ઉચ્ચાર કરવામાં આવે છે, તેનો અર્થ એ છે કે-‘‘પચ્ચક્ખાણનો વખત પૂરો થવા છતાં-જ્યાં સુધી મુઠ્ઠી વાળી નવકાર ગણી પચ્ચક્ખાણ ન પાડું ત્યાં સુધી હું પચ્ચક્ખાણમાં છું.’’ એમ દરેક પચ્ચક્ખાણમાં સમજવાનું છે.
૪૧૮
પૌરુષી : પુરુષ પ્રમાણ છાયા થાય ત્યાં સુધી પચ્ચક્ખાણ રાખવું. કયા કયા માસમાં પુરુષ પ્રમાણ છાયા કયારે હોય ? તે ગુરુગમથી તથા શાસ્ત્રમાંથી સમજી લેવું. પોરસી. તે
સાઢ-પોરસી : સૂર્યોદય પછીનો દોઢ પૌરુષી જેટલો વખત, તે સાદ્ધ પોરસી. સાર્ધ પૌરુષી.
પુરિમã-પુરિમાર્ક : દિવસનો પૂર્વાર્ધ. એટલે જે વખતે જેવડો દિવસ હોય, તેના સરખા બે ભાગ પાડવા. તેમાંનો પહેલો ભાગ પૂરો થાય, ત્યાં સુધી પુરિમઢનું પચ્ચક્ખાણ રાખવાનું હોય છે. પુરિમ - અર્થ પુરિમાર્ક.
અવઢ-અપાર્ક : દિવસના પાછલા અરધા ભાગના અરધા વખત સુધી એટલે કે સૂર્યોદયથી માંડીને પોણા દિવસ સુધીના પચ્ચક્ખાણને અવર્ડ્સનું પચ્ચક્ખાણ કહેવાય છે.
ૠતુ અને મહિના પ્રમાણે દિવસ નાના મોટા હોવાથી ઉપર જણાવેલાં પ્રત્યાખ્યાનોના જુદા જુદા વખત હોય છે, તે તેના કોઠામાંથી જાણી લેવા.
એક વખત ખાવું તે એકાસણું, બે વખત ખાવું તે બેઆસણું. આયંબિમાં એકાસણું જ કરવાનું હોય છે. પરંતુ તેમાં છવિગઈનો તથા મરચાં વગેરેનો ત્યાગ હોય છે. આયંબિલમાં લેવાના ખોરાક ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય એમ ત્રણ પ્રકારે શાસ્ત્રમાં બતાવ્યા છે. અને તે ત્રણમાં પણ અનેક પ્રકારો બતાવ્યા છે. એક ધાન્ય, એક રંગ વગેરે. અમુક એક ખોરાક અમુક પ્રમાણમાં લઈ તેમાં ડૂબડૂબા પાણી નાંખી તે ખાઈ જવો, તે ઉત્કૃષ્ટ આચામ્ય કહેવાય છે. અને ખોરાકનું પાણીની જેમ આચમન કરવાનું હોવાથી તેનું નામ આચામનક-આચામ્લ આયંબિલ રાખવામાં આવેલ છે. આયંબિલનો તપ માંગળિક તરીકે પ્રસિદ્ધ છે. અને વિગઈ જન્ય રોગોની શાંતિમાં તે જલદી અસર કરે છે.
-
નીવિ ના પણ ગૃહસ્થો અને સાધુઓને માટે કેટલાક પ્રકારો હોય છે. તથા ઉપાધાન, યોગવહન વગેરે ક્રિયાઓને ઉદ્દેશીને નીવિના ખોરાકના જુદા જુદા પ્રકારો હોય છે. નીવિ પણ લગભગ આયંબિલનો પ્રકાર હોય છે, પરંતુ સાદી નીવિમાં સામાન્ય રીતે છાશ, મરચાં વગેરે વપરાય છે. નિર્વિકૃતિ.
ચોથ ભક્તાદિ - આગલે દિવસે એકાસણું, પારણાના દિવસે એકાસણું અને વચ્ચે ઉપવાસ. એમ ચાર વખત ખોરાકના ત્યાગને ચોથ ભક્ત પ્રત્યાખ્યાન કહે છે. ઉપવાસ કરવાનો મુખ્ય વિધિ એ છે, પરંતુ પ્રચારમાં બાળ જીવો માટે આગલે દિવસે સાંજે અને પારણાના દિવસે સવારે ખોરાક લે, તેને પણ ઉપવાસ ગણવામાં આવેલ છે, તેનો પ્રચાર હાલમાં વિશેષ છે.
નમુક્કારસહિઅંથી અવઢ સુધીનાં પચ્ચક્ખાણોની મર્યાદામાં ચારેય આહારનો ત્યાગ હોય છે. પરંતુ એકાસણ, બેયાસણ, નીવિ, આયંબિલ વગેરેમાં અવિધ પૂરો થાય પછી તે તે વખતે ચારેય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org