Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
વહુ :- લેણદારો લઈ ન જાય, તો તે તાલેવાન થાય, નહીંતર ગરીબ જ રહે. દેણું કરી ખેડૂતો પહેલેથી જ ખેતી ખાઈ જાય છે.
શેઠ :- “તમે વહેતી નદી મોજડી સહિત કેમ ઊતર્યાં ?''
વહુ :- “નદીમાં કાંટા કાંકરા ભર્યા હોય, તે મારા કોમળ પગમાં વાગી બેસે, તો મારે હેરાન થવું પડે, માટે.’
શેઠે ઘેર આવી, સંતોષ પામી, તેને ઘરની તમામ સત્તા સોંપી.
સાસુ-સસરા સ્વર્ગમાં ગયાં, તેવામાં પાંચસોમો મંત્રી રાખવા રાજાએ પરીક્ષા કરવા સભામાં એક પ્રશ્ન પૂછયો કે, ‘“મને પાટુ મારે તેને શું આપવું ?'' દરેકે દંડ કરવાની વાત કરી. પરંતુ શીલવતીના સાંભળવામાં આવતાં ‘“તેને નુપૂર આપવા.” એમ અજિતસેને કહ્યું. એટલે રાજાએ તેને મંત્રી નીમ્યો. રાજા સિંહસેનને જીતવા અજિતસેનને સાથે લઈ જવાના હતા, ત્યારે અજિતસેનને એકલી પત્નીની ચિંતા થવા લાગી. ત્યારે શીલવતીએ એક માળા ગળામાં પહેરાવી ને કહ્યું કે, “આ માળા ન કરમાય ત્યાં સુધી મારું શિયળ અખંડ સમજવું.'' રસ્તામાં પુષ્પનગરની અટવીમાં આ માળા તાજી જોઈ રાજાને આશ્ચર્ય થયું, ખુલાસો જાણી લીધો.
૪૦૯
આ સાંભળી રાજાની અનુમતિ લઈ તેના ચાર મિત્રો અશોક, રતિકેલિ, કામાંકુર, અને લિલતાંગ એ ચારેય શીલવતીની પરીક્ષા કરવા ગયા. પરંતુ તે દરેકને બોલાવી તેનું ધન લઈ મહિના મહિનાને આંતરે આવેલાને એક ખાડામાં પાડી નાંખ્યા. અને તેમને શરાવળામાં અરધું ખાવા પીવાનું મળતું હતું. ત્યાં જ ઝાડો પેશાબ કરતા, તેથી નારકીના જેવું દુ:ખ અનુભવતા તેઓ કરગરવા લાગ્યા. તેવામાં અજિતસેન આવવાથી તેને બધી વાત કહી, રાજાને જમવાનું નોતરું આપ્યું. રાજ જમવા આવ્યા, પણ ગુપ્ત રાખેલી રસોઈ તે જોઈ શકયો નહીં. ત્યારે પૂછ્યું, એટલે અજિતસેને કહ્યું કે, “અમારા ઘરમાં ચાર યક્ષો છે, તે બધું ઝપાટાબંધ પૂરું પાડશે.’’ એમ કહી રાજાને જમાડ્યા. રાજાએ કહ્યું કે, “એ યક્ષો આપણી પાસે હોય, તો પ્રયાણમાં મુશ્કેલી ન પડે.” મંત્રીએ કહ્યુ ‘“મારી સ્ત્રીને પૂછીને તમને અપાવીશ.’'
શીલવતીએ ચારેયને કહ્યું કે, “હું કહું તેમ નહીં કરો, તો મરી જશો.'' તેઓ કબૂલ થયા જ હતા. પેટીમાં પૂરી રાાને સોંપ્યા, અને બીજા પ્રયાણ સુધી બોલવું જ નહીં એવી ભલામણ કરી. બીજે પ્રયાણે રાજાએ પેટી ઉઘાડી રસોઈ માંગી. ત્યારે ચારે દુ:ખિયાઓ બોલી ઊઠ્યા કે “અમો જ ભૂખ્યા છીએ, તમોને રસોઈ કયાંથી આપીએ ?'' રાજાએ ઓળખ્યા અને શીલવતીનો મહિમા સાંભળી પાછા આવી તેને બહેન ઠરાવી બહુમાન કર્યું.
લક્ષ્મીધર અને ચંદ્રસેન નામના જૈન ધર્મમાં રાગી બે પુત્રો શીલવતીને થયા.
એક વખત દમઘોષ આચાર્ય મહારાજને શીલવતીએ પોતાનો પૂર્વ ભવ પૂછયો. આચાર્ય મહારાજે કહ્યું કે, “કુસુમપુરમાં સુલસ શ્રાવકની સુયશા સ્ત્રીની દુર્ગિલા દાસીએ પોતાની શેઠાણીને જ્ઞાનપંચમીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org